________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૬૯
વર્તવું નહીં. આ ત્રણમાં પણ નિઃશ્રેયસ એટલે કલ્યાણને કરનાર–સાધનાર તે ધર્મ કહેવાય. બધાં જ આર્થિક પ્રયોજનને સિદ્ધ કરી આપે તે અર્થ કહેવાય અને સ્પર્શ આદિ ઇંદ્રિયોને જે સુખ ઉપજાવે તે કામ કહેવાય. આ ત્રણમાંથી કોઈપણ એકને અતિઆસક્તિપૂર્વક સેવવામાં આવે તો બીજા બેને હાનિ પહોંચે છે. અતિમુક્તકુમાર કે જંબૂકુમાર જેવા કોઈ મહાભાગ એકમાત્ર ધર્મને સેવે છે, અર્થ-કામનો ત્યાગ કરી કલ્યાણ સાધે છે. જીવ લઘુકર્મી હોય તો સહેલાઈથી અર્થ-કામને ગૌણ કરી શકે છે. અર્થ-કામની અભિલાષા ઘણી દીર્ઘકાલીન હોઈ સ્હેજે છૂટતી નથી. ક્યારેક હીનકુળમાં કે સ્વેચ્છાદિ જાતિમાં ઉત્પન્ન થયેલ લઘુકર્મી જીવ અર્થ-કામને છોડી શકે છે. તે બાબતમાં આ દૃષ્ટાંત ઉપયોગી થઈ પડશે.
બાદશાહ અહમદશાનું દૃષ્ટાંત
કહેવાય છે કે બાદશાહ અહમદ દ૨૨ોજ સવામણ પુષ્પની કોમળ સુગંધી પાંખડીની શય્યા પર સૂતો હતો એકવાર બાંદી (દાસી) શય્યા તૈયાર કરી કૌતુકથી તે શય્યામાં આડી પડી. તેના સુખદસ્પર્શ ને માદક સોડમથી તે થોડીવારમાં તો ઊંઘી ગઈ ત્યાં રાજ્યકાર્યથી પરવારેલા શહેનશાહ પોતાના શયનકક્ષમાં આવ્યા. જોયું તો પોતાના પલંગમાં એક નાચીજ દાસી આરામથી ઘસઘસાટ ઊંઘે ! ‘ઓહ, આ ચાકરડીની આ હિંમત ? મારી બેગમ પણ જ્યાં નથી બેસી શકતી ત્યાં આવા ઇતમિનાનથી ઊંઘી ગઈ !!!' ને તે ખીજાયેલા બાદશાહે એક ચાબૂક લાવી જોરથી દાસીને ફટકારી. દાસી ચમકીને ઉભી થઈ ગઈ.
બાદશાહની લાલ આંખમાંથી અંગારા વરસતા જોઈ હસી ઉઠી. તે ચાબૂક ચમચમી ઉઠી હતી ત્યાં હાથ ફેરવતી તે ત્યાંથી ચાલી જવા લાગી. ત્યાં બાદશાહે તેને ઊભી રાખી પૂછ્યું - ‘ખોટી હિંમત, બેવકુફી કરી મારો ખોફ વહોર્યો. કાળી બળતરા ઉપજાવે તેવી ચાબૂક ખાધી ને હવે ઉપરથી હસે છે ? બોલ કેમ હસી તું ?' બાંદી બોલી – ‘હજુર ! ગુન્હો માફ કરો તો કહું.' શાહે કહ્યું - ‘જા, તને બક્ષી, હવે બોલ.' તેણીએ કહ્યું - ‘ગરીબ પરવર ! ફૂલની શય્યાપર પળવાર સૂવાના ગુનાહની સજા કેવી ? અને એ મને તો મળી પણ ગઈ. પણ હજુરેઆલા તો હ૨૨ોજ ઘણાં વૃક્ષો-છોડો-વેલડીઓના બેસુમાર ફૂલ મંગાવી તેની શય્યા પર પ્રહરો સુધી આપ પોઢો છો, તો તે ગુનોહ પણ કેવો મોટો ને તેની સજા પણ કેવી ભય ભરેલી હશે ?' આવો વિચાર આવવાથી હું હસી પડી. આ સાંભળતા બાદશાહ ઊંડા વિચારમાં પડ્યો. અને તેણે તે દિવસથી ફૂલની શય્યા છોડી દીધી.
એકવાર આ બાદશાહ મોટા કાફલા સાથે ઉપવનમાં જતો હતો, તેના માર્ગમાં એક મરેલું ઊંટ પડ્યું હોઈ સૈન્યનો કાફલો આગળ જતાં અટકી પડ્યો. તેથી અવ્યવસ્થા થતાં બાદશાહે પૂછ્યું
‘વજી૨ ! આ બધી શી ગડબડ છે ?’ વજીરે કહ્યું - ‘હુજુર ! રસ્તામાં એક ઊંટ મરી ગયું છે
તેની આ મુશ્કેલી છે.' બાદશાહ સમજણા થયા પછી તેમના કુટુંબ કે મહેલમાં કોઈનું મૃત્યુ થયું
-