________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
mmmm कीटिकासञ्चितं धान्यं, मक्षिकासञ्चितं मधु ।
कृपणोपार्जिता लक्ष्मीः, परैरेवोपभुज्यते ॥१॥ અર્થ:- કીડીઓએ ભેગું કરેલું ધાન્ય, માખીઓએ એકઠું કરેલું મધ અને કંજૂસે ભેગી કરેલી લક્ષ્મી. આ ત્રણેય વસ્તુઓનો ઉપભોગ બીજા જ કરે છે. માટે માત્ર ધર્મલિતુ થવું અર્થલોલુપ ન થવું.
એકલા કામમાં લુબ્ધ જીવો પણ પોતાનો શીધ્ર નાશ જ કરે છે. તેઓ ધર્મ કે અર્થને પણ સેવતા નથી ને કામ-વિષયલુબ્ધ થઈ બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિની જેમ બધાં ય સારાં સંયોગોને ભૂંડી રીતે ગુમાવે છે. ઈતિહાસમાં પ્રસંગ આવે છે કે – સવાલાખ ગામની રાજધાની અજમેરનો ધણી પૃથ્વીરાજ ચૌહાણ અતિકામાસક્તિના કારણે વિષમ આપત્તિને પામ્યો હતો. એકવાર પૃથ્વીરાજે પંગુરાજની પુત્રી રાજકન્યા સંયુક્તાનું હરણ કર્યું ને પોતાની પત્ની બનાવી મહેલમાં રાખી. તેની સંગત ને રૂપરંગતમાં રાજા એવો તો લફ્ટ બન્યો કે આખો દિવસ પણ મહેલમાં તેની સાથે જ રહે. ક્ષણવાર પણ જાણે અળગો થાય નહીં. રાજકારભાર મંત્રી-કારભારી ચલાવવા લાગ્યા. પરિણામે રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં અંધેર, અવ્યવસ્થા અને અરાજકતા જેવું થઈ ગયું. રાજા કર્તવ્ય ભૂલી મદિરા અને સુંદરીની લતે ચડે ત્યાં પ્રજાને કર્તવ્ય-ધર્મ કોણ સમજાવે? પૃથ્વીરાજ ઘણો બળીયો, પાકો નિશાનબાજ ને સમર્થ રાજવી હતો, છતાં તે એક મુસલમાન બાદશાહના હાથે કેદી થયો. બાદશાહે ચડાઈ કરી તેને પાંજરામાં ઘાલ્યો. પૃથ્વીરાજની આંખો નષ્ટ કરી નાંખવામાં આવી. કામને આધીન થઈ તેણે ઘણી વિપદાઓ સહી ને વિચિત્ર રીતે મૃત્યુ પામ્યો.
શ્રી જિનાગમમાં પણ કામાંધ થઈ દુઃખ પામનારા અનેક જીવોના દષ્ટાંતો ઉપલબ્ધ થાય છે. અનંગ સોનીનો પ્રબંધ પ્રસિદ્ધ છે. શીલોપદેશમાળાની વૃત્તિમાં કામી કેવું સ્ત્રીનું દાસત્વ કરે છે. સ્ત્રીનો કેવો ગુલામ બની શકે તે સવિસ્તર જણાવ્યું છે. અન્ય રિપુમર્દન આદિના પ્રસંગો પણ કામાસક્તિના સંદર્ભમાં સમજાવેલા છે. આમ ધર્મ, અર્થ અને કામ સંબંધી એક સંયોગી ત્રણ ભાંગા થાય છે.
પ્રિકસંયોગી ભાંગા આ પ્રમાણે થાય છે, એટલે એમાં આસક્તિ ખરી પણ એકમાં નહીં. જેમ કોઈ જીવ હોય જે ધર્મ અને ધનમાં આસક્ત હોય પણ કામમાં ન હોય, કુમારપાળ ભૂપાળ જેવા, શ્રી કમારપાળ અનેક રાજકન્યા પરણ્યા હતા. પણ તે બધી મરણ પામી હતી ને માત્ર એક ભૂલ્લદેવી જ દીર્ધાયુ હોઈ કુમારપાળ ધર્મ પામ્યા ત્યારે હયાત હતા. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે બાર વ્રત સ્વીકાર્યા પછી થોડા વખતમાં તે રાણી પણ મૃત્યુ પામ્યા. રાજાના બોંતેર સામંતાદિ સમર્થ ને સમજુ માણસોએ રાજાને ઘણી રીતે સમજાવ્યા ને આજીજીપૂર્વક વિનંતિ કરી કે-“ફરી લગ્ન કરો.” પણ કુમારપાળે કહ્યું- તમે સંસાર વધારવાનો જ ઉપાય બતાવી રહ્યા છો ને પાછો તેમાં આટલો આગ્રહ કરો છો, આ સમજુને શોભે એવી વાત નથી.” તરત તેમણે સહુની સમક્ષ હાથ જોડી કહ્યું -“આજથી હું જીવનપર્યત બ્રહ્મચર્ય પાળીશ, જેથી મારી સઘળી ધર્મક્રિયા ફળવતી બને.'