________________
૨૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
આપજે ભાઈ, પૈસા વગર ઘણી પીડા ભોગવવી પડે છે.' ન્યાયશાસ્ત્રી અને રાજાએ પણ ધર્મબુદ્ધિને કહ્યું “કે હમણાં જ તારા મિત્રના ભાગનું ધન આપી દેજે.” એટલામાં કેટલુંક સૂકું ઘાસ ને સાંઠીકડા ભેગા કરી ધર્મબુદ્ધિએ મોટો પૂળો બનાવ્યો ને તે ખીજડાની બખોલમાં ઠાસી દીધો ને તેમાં આગ લગાડી. બધાં લોકો તેની આ વર્તણુક જોઈ રહ્યા જોતજોતામાં ભડકો મોટો થયો ને ખીજડો બળવા લાગ્યો. ત્યાં તો “ઓ બાપરે ! બળી ગયો, કોઈ બચાવો...બચાવો...' કરતો પાપબુદ્ધિનો બાપ તે વૃક્ષના કોટરમાંથી ભાગવા લાગ્યો. તે ઘણો દાઝી ગયો હતો. બધાં તેની પાસે દોડી ગયા ને ઓળખીને પૂછ્યું – “શેઠ! તમે? આ ઉંમરે તમે આ શું કર્યું? ઘણું ખોટું કહેવાય.” તેણે કહ્યું - “શું કરું? આ પાપ મારા દીકરાયે કરાવ્યું. કર્યા વિના કોઈ આરો નહોતો ને તેનું ફળ પણ મને મળ્યું. અરે..રે, આ બળતરા ને વેદના નથી ખમાતી.સર્વે જણાએ ત્યારથી એકનું નામ ધર્મબુદ્ધિ ને બીજાનું નામ પાપબુદ્ધિ રાખ્યું. સહુએ પાપબુદ્ધિની ઘણી નિર્ભર્લ્સના કરી, નિંદા કરી. રાજાએ તેનું સર્વસ્વ લઈ લીધું ને તેને પોતાની સીમાથી કાઢી મૂક્યો. કહ્યું છે કે –
मायामविश्वासविलासमन्दिरं, दुराशयो यो कुरुते धनाशया । सोऽनर्थसार्थं न पतन्तमीक्ष्यते, यथा बिलाडो लकुटं पयः पिबन् ।
અર્થ - અવિશ્વાસને વિલાસ કરવાના-રમવાના આશ્રયસ્થાન જેવી માયાને જે દુષ્ટ આશયવાળો માણસ ધનની આશાથી કરે છે તે પોતાના ઉપર આવી પડનારા અનર્થના સમૂહને જોઈ શકતા નથી. જેમ દૂધ પીતો બિલાડો પોતા પર ઉગામાયેલી લાકડી નથી જોઈ શકતો તેમ.
ધર્મબુદ્ધિ રાજા-પ્રજા તરફથી પ્રશંસા અને આદર પામ્યો ને ઘણો સુખી થયો.
આ બે મિત્રોની વાત સાંભળી શ્રાવકોએ દંભ ત્યાગી દેવો. કદી આચરવો નહીં. શુદ્ધ અને સરળ વ્યવહાર રાખવો જેથી સૌભાગ્ય-લક્ષ્મી મળે.
૧૨૯ શુદ્ધવ્યાપાર-દ્રવ્યપ્રાપિનો સાચો માર્ગ बाधां मिथस्त्रिवर्गस्य, न कार्या ह्यास्तिकैनरैः ।
विश्वस्तघातकार्यं च, सुवृत्त्या दूषणं मतम् ॥ १ ॥ અર્થ :- આસ્તિક મનુષ્ય ધર્મ, અર્થ અને કામને અન્યોન્ય બાધા ન થાય તેવી રીતે વ્યવહાર કરવો. વિશ્વાસુને છેતરવો એ સવૃત્તિ-સદાચારનું મહાદૂષણ છે.
વિશેષાર્થ – ધર્મ-અર્થ-કામ સ્વરૂપ ત્રિવર્ગનો પરસ્પર ઘાત થાય તેમ આસ્તિકોએ કદી