________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૬૧
સોમદત્તનો બહિષ્કાર કર્યો. તે દિવસે દિવસે કૃપણ થતો ગયો ને સંકટ સહતો ગયો, એકવાર તે પાંચસો ગાડાં લઈ વનમાં કાષ્ઠ લેવા ગયો. સારા દેખાતા વૃક્ષના લોભથી તે ગુફા સુધી પહોંચ્યો. તે એ વૃક્ષ છેદતો હતો ત્યાં ગુફામાંથી વાઘ નિકળ્યો ને સોમદત્તને ઉપાડી ગયો ને ફાડી ખાધો, મરીને તે એકેંદ્રિયપણું પામ્યો ને અસંખ્યકાળ કૃપણપણાથી પીડાતો રહ્યો. ત્યાર પછી મનુષ્ય થઈને પણ તે બધી દિશામાં ઘણો રખડ્યો પણ પોતાના પુણ્યથી અધિક દ્રવ્ય તે કોઈ રીતે મેળવી શક્યો નહીં. માટે ગૃહસ્થ કૃપણતા છોડી ઉદાર થવું.
કદાચ કોઈને એમ લાગે કે “ધન જયાં ત્યાં ઉડાડતા ફરીયે તો તે ટકે શી રીતે? તો સમજવું જોઈએ કે ઉડાવપણું ને ઉદારતામાં ઘણો ફરક છે, તેમ કંજૂસાઈ અને કરકસરમાં પણ ફરક છે. ધનનો સંગ્રહ પણ અનિષ્ટ નથી અને સમયે પણતા કરવી પણ ઈષ્ટ નથી. આ વિષય પર એક કથા કહેવામાં આવે છે.
કરકસરીયા શેઠની વાર્તા એક ગામમાં એક ગર્ભશ્રીમંત શેઠ રહેતા. તેમની નામના અને કીર્તિ મોટી હતી. તેમના પુત્રના લગ્ન પણ તેવા જ ધનાઢ્ય શેઠની દીકરી વેરે થયા. પુત્રવધૂ સાસરે આવી. ઘર ને ઘરના માણસો જોઈ ઘણી રાજી થઈ. ત્યાં એકવાર દીવામાં તેલ પૂરતાં શેઠના હાથે ટીપું તેલ નીચે પડ્યું. શેઠે તરત તે આંગળી પર લઈ પોતાના જોડા પર ઘસી નાંખ્યું. પુત્રવધૂ આ જોઈને ઊંડા વિચારમાં પડી “અરે ! આવા સારા ને ધનાઢ્ય માણસો છતાં આવા કંજૂસ કેમ હશે? કે કાંઈ બીજું કારણ હશે? બીજું કારણ તો શું હોઈ શકે ? તેણે નક્કી કર્યું કે સંદેહ કર્યા કરવા કરતાં પરીક્ષા કરવી વધારે સારી છે.”ને એ તો ઓઢીને સૂઈ ગઈ. કણસવા ને તરફડવા લાગી. ઘરના બધા તેને ઘેરીને બેસી ગયા.
ચિંતિત અને બહાવરા થઈ સહુ પૂછવા લાગ્યા કે “શું થાય છે તમને ?' સસરા પણ ગંભીર બની બેઠા ને પૂછવા લાગ્યા - “વહુ બેટા ! આમ અકળાવ નહીં. તમને શું થાય છે તે કહો? વહુએ કહ્યું – “ભારે માથું ચડ્યું છે. ઓય મા...રે...! ખમાતું નથી.” શેઠે તરત સારામાં સારા ઉપચાર કરવા માંડ્યાં. પણ ખરેખર માથું દુઃખતું હોય તો મટે ને? જ્યારે કોઈ રીતે દુઃખાવો ન મટ્યો એટલે સસરાએ ફરી પૂછ્યું – “વહુ દીકરા ! તમને પહેલા ક્યારેય આ દુઃખાવો થયો હતો કે?' વહુએ કહ્યું – “હા કોઈકવાર થતું. હમણાં ઘણા વર્ષે દુઃખવા આવ્યું.” શેઠે પૂછ્યું - “તો તમે બાપાના ઘરે શો ઉપચાર કરતા હતા.
આ સાંભળી વહુ ખચકાવા લાગી, શેઠે કહ્યું – “એમાં વિચાર શો કરો છો? જે હોય તે સંકોચ વિના કહો.” વધૂ બોલી – “એ તો, એ તો છે ને...છે...ને મારા બાપા મોતીનો લેપ...લેપ...કરતા. આ સાંભળતા આનંદમાં આવી ગયેલા શેઠ બોલ્યા. “ઓહો...અબ ઘડી, પણ એમાં તમે બોલતા આટલી વાર કેમ કરી? આપણા ઘરે ધર્મ પસાથે ઘણા મોતી છે.” શેઠે