________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૩૭ रक्तमूलकमित्याहु-स्तुल्यं गोमांसभक्षणम् ।.
श्वेतं तद् विद्धि कौन्तेय । मूलक मदिरोपमम् ॥३॥ અર્થ – હે કુન્તીપુત્ર ! (અર્જુન !) આટલી સંખ્યાનો એક ભાર કહેવામાં આવ્યો બીજી જગ્યાએ ત્રણ કરોડ, એકાશી લાખ, બાર હજાર એકસો સિત્તેર (૩,૮૧,૧૨,૧૭૦)ની સંખ્યાનો ભાર કહ્યો છે. એકેક જાતિના એકેક પત્ર આદિકની અલગ અલગ ગણત્રી કરતા અઢારભારની વનસ્પતિ જણાવી છે. એના અનેક પ્રકારો છે. જેમકે :
ચાર ભાર પુષ્પ, આઠ ભાર ફળ અને છ ભાર વેલો એમ ત્રણે મળીને અઢારભાર વનસ્પતિ થાય છે, એમ શેષનાગે કહ્યું છે અથવા ચાર ભાર કટુ, બે ભાર તિક્ત, ત્રણ ભાર મધુર, ત્રણ ભાર મિષ્ટ, એક ભાર ક્ષાર, બે ભાર કષાય, એક ભાર વિષયુક્ત, બે ભાર વિષવિયુક્ત એમ અઢારભાર પણ વનસ્પતિ થાય છે. અથવા છ ભાર કાંટા, છ ભાર સુગંધી ને છ ભાર ગંધ રહિત એમ પણ અઢાર ભાર વનસ્પતિ કહેવાય છે, તથા ચાર ભાર પુષ્પ વગરની, આઠભાર ફળ વગરની અને છ ભાર પુષ્પફળવાળી એમ અઢાર ભાર વનસ્પતિ જણાવી છે.
અનંતકાયનું ભક્ષણ એ મહાપાપ છે. આ અભક્ષને અચિત્ત હોય તો પણ ગ્રહણ નહિ કરવું જોઈએ. અભક્ષ્ય એટલે અભક્ષ્ય એ કાંઈ પકાવવા રાંધવાથી ભક્ષ્ય થઈ જતું નથી. માત્ર સૂંઠ અને પાકી હળદર અભક્ષ્ય નથી. કારણ કે તે સ્વાભાવિક રીતે જ અચિત્ત થાય છે, પોતાની મેળે સુકાઈ લાંબો વખત રહી શકે છે, તેને ખાંડતાં તે દળદાર હોઈ તેનો સારો એવો ભૂકો (પાવડર) નિકળે છે. કફ અને પિત્તની નાશક હોઈ તેમજ તે પોતાની મેળે નિર્જીવ થતી હોઈ તેને કાપીતોડીને વાવવા છતાં ન ઉગતી હોઈ તે અનંતકાય છતાં અન્ય અનન્તકાયથી આમ અનેક રીતે જુદી પડતી હોઈ તથા પરમ ગીતાર્થોથી ગ્રાહ્ય હોઈ તેને સ્વીકારવામાં આવી છે. માટે કોઈ સ્વાદ લિપ્સ સુંઠ-હળદરને આગળ કરી અનંતકાય ખાવાની-ખવરાવવાની નાદાની દેખાડે તો કોઈએ વ્યામોહમાં પડવું નહીં.
આ રીતે અનંતકાયનું સ્વરૂપ સારી રીતે જાણી સાતમા વ્રતમાં તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ તથા પ્રત્યેક વનસ્પતિમાં પણ ઉપયોગ-યતના ને મર્યાદા રાખવી જોઈએ. આ બાબતે ધર્મરુચિનું ઉદાહરણ આ પ્રમાણે છે :
ધર્મચિની કથા વસંતપુરના મહારાજા જિતશત્રુને સંન્યાસીઓના સમાગમથી વૈરાગ્ય પ્રગટ્યો. અંતે તેમણે તાપસ થવા નિર્ધાર કરી પોતાના યુવાન પુત્ર ધર્મરુચિનો રાજ્યારોહણ મહોત્સવ માંડ્યો. માતા ધારિણીને ધર્મરુચિ પૂછે છે કે - “મા ! મારા પિતા શા માટે આપણા આ મહેલ અને રાજ્યવૈભવને છોડી જવાની તૈયારી કરે છે ?”