________________
૨૪૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨. કરી બાળ્યા હોય તો ઘણું ધાન્ય ઉત્પન્ન થાય, આ ઇચ્છાએ લોભવૃત્તિથી તેમ કરે. તેમજ ભીલ વગેરે આદિવાસી લોકો પોતાના કલ્યાણ માટે દીવાળીમાં ધર્મના નામે ડુંગરમાં દવ લગાડે છે, તથા વળી કૌતુકથી જ દાવાનળ સળગાવે છે. વળી કેટલાક હુતાશણી (હોળી)માં મોટો લાકડાછાણાનો ખડકલો કરી-મોટી મોટી જવાળાઓ સળગાવી મહાન પુણ્ય માને છે. પણ ખરેખર તો આવા કરોડો જીવ જીવતાં સળગી તરફડી મરે છે.
શ્રી ભગવતીજી સૂત્રમાં શ્રી ગૌતમ ગણધર મહારાજે ભગવાન મહાવીરદેવને પૂછ્યું છે કે - “હે ભગવંત જે માણસ વધારે અગ્નિ સળગાવે તેને વધારે પાપ લાગે કે જે જળ કે ધૂળ આદિથી અગ્નિ હોલવે તેને વધારે પાપ લાગે ?” ત્યાં પ્રભુજીએ કહ્યું છે કે – “હે ગૌતમ ! જે અગ્નિને વધુ પ્રજવલિત કરે તેને વધારે પાપબંધ થાય છે. તે ક્લિષ્ટ કર્મ બાંધે છે. અને જે હોલવે છે તેને અક્લિષ્ટતર-હળવા કર્મબંધ થાય છે. માટે શ્રાવકે દાવાગ્નિથી સંબંધિતકર્મ-દાવાગ્નિ કર્મ કરવું નહીં. કર્માદાનનો આ તેરમો અતિચાર.
૧૪. સર:શોષણ કર્મ - સરોવર આદિને શોષવાથી જળચર મલ્યાદિ અસંખ્ય જીવોઅનંતકાય ને પકાયનો વિનાશ થાય છે. માટે તે કાર્ય વર્જવું. કર્માદાનનો આ ચૌદમો અતિચાર.
૧૫. અસતીપોષણ કર્મ :- ધન ઉપાર્જન માટે દુઃશીલ, શીલહીન દાસી આદિ રાખવા. પોપટ, મેના, મોર, કુકડા, તીતર, બીલાડા, કૂતરા, ડુક્કર આદિનું પોષણ કરવું એ અસતીપોષણ કહેવાય. એંઠવાડ આદિ નકામા કે નાખી દેવાના ખોરાકથી તેમનું પોષણ થાય છે ને ઉંદર, ઇયળ, જીવડા આદિને તેઓ ખાઈ જાય તેથી આપણને તે તે ઉંદર આદિનો ઉપદ્રવ થતો નથી.” એમ વિચારી તેનું પોષણ કરવું નહીં. પોષણથી જ પાપ પોષાય છે માટે આવા જીવોને પાળવા-બાંધવા નહીં પણ અભયદાન આપી મુક્ત કરવા તેથી મહાન પુણ્ય થાય છે. કર્માદાનનો આ પંદરમો અતિચાર.
આ પંદરે કર્માદાનનો ત્યાગ કરવો. શ્રી ભગવતીજી સૂત્રમાં શ્રાવકને પંદરે કર્માદાનનો સર્વદા સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે. કહ્યું છે કે – “જે પુણ્ય ધર્મને બાધા તથા અપયશને કરનારું હોય તે પ્રશ્ય ગમે તેવા લાભના કારણવાળું હોય છતાં પર્યાવાનોએ તે પશ્યને જતું ક સંયોગવશ બીજો ધંધો ન બની શકે તેમ હોય અથવા દુષ્કાળ કે રાજાજ્ઞા આદિ કારણ ઉપસ્થિત થાય, કારણવશ જો આ નિંદિત ને કુત્સિત વ્યાપાર સર્વથા ન છોડી શકાય-ને કોઈ વ્યવસાય કરવો પડે તો શ્રાવક ડંખતા હૃદયે અપવાદરૂપે કરે. તે કરતાં તેને દુઃખ થાય. તે આત્મનિંદા કરતો અનિચ્છાએ કરે, મહારાજા સિદ્ધરાજના વખતે સજ્જન નામના દંડનાયકે જેમ સોરઠની આખી ઉપજ રૈવતાચલ-ગિરનારના જીર્ણોદ્ધારમાં પુણ્યરૂપે ખર્ચા તેમ.
આમ પ્રથમ કહેલા પાંચ અતિચારો ઉપભોગ-પરિભોગના અને પંદર અતિચારો કર્માદાનના એમ કુલે વીશ અતિચાર થાય છે. ઉપર કહ્યા પ્રમાણે તેનું સ્વરૂપ જાણી સમજુ ચતુર પુરુષોએ તેનો ત્યાગ કરવો અને સાતમું વ્રત આદરવું-આચરવું.