________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૪૭
'
S
૧૨૪ કમદિાનના અંતિમ પાંચ અતિચાર ૧૧ યંત્રપલણકર્મ – યંત્ર પીડા એટલે શિલા (ચટણી વાટવાનો પત્થર-મૂંડી) ખાણી, મૂશલ (સાંબેલું), ઘંટી, રેંટીઓ, નિશાતરો તથા કંકપત્ર (કાંકી) વગેરે તેમજ સાંચા (સંચા મશીન) આદિ કે તેના અંગો (પાર્ટ) આદિનું વેચાણ કરવું તે. અથવા ઘાણી ચલાવવી. શેરડીના રસ કાઢવા-વાઢ કરવા, ગોળ જમાવવો, સરસવ, અળસી, ડોલ, એરંડા પ્રમુખનું તેલ કાઢી આપવું. જળયંત્ર (રેંટ) આદિ ચલાવવા (પંપ, કંકી કે મોટર મૂકી પાણી કાઢવા કે તે સાધન વેચવા) તે. આ યંત્ર પીડા કર્મમાં અનેક ત્રસ જીવોનો પણ વધ થાય છે. માટે આનો ત્યાગ કરવો. કહ્યું છે કે - “ખાંડણી, પેષણી, ઘંટી, ચૂલો, પાણિયારું ને સાવરણી આ ગૃહસ્થોને ત્યાં હિંસાના સ્થાનો છે-કારણો છે.”
તેમાં તેલની ઘાણી (ઓઈલ મીલ) વગેરે ઘણા પાપના કારણ છે. શિવપુરાણમાં પણ જણાવ્યું છે કે – “હે રાજા ! તેલ પીલનાર-ઘાણી વગેરે ચલાવનારને તલ પ્રમાણ હજાર વર્ષો સુધી રૌરવનર્કમાં રંધાવું પડે છે.' તથા જે તલનો વ્યાપાર કરે તે તલ જેવા તુચ્છ થાય છે. ને તલની જેમ પીડાય છે. તેમાં પણ ફાગણ માસ ઉપરાંત તલ રાખવા, પીલાવવા, ખાવા કે તલનો વ્યાપાર કરવો, તે મોટા દોષનું કારણ છે. પ્રાયઃ તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. તે બાબત કહ્યું છે કે - “ફાગણ મહિના ઉપરાંત તલ, અળસી ન રખાય. તેમજ ગોળ કે ટોપરાં વગેરે પણ રખાય નહીં. વર્ષાકાળ બેસતાં તો તેમાં ઘણાં જીવોની ઉત્પત્તિને પરિણામે હિંસા થાય છે. માટે સમય ઉપરાંત તલ ન રાખવા જોઈએ, તલનો વ્યાપાર દુઃખદાયી છે. તે તિલભટ્ટની કથાથી જણાશે.
તિલભટ્ટની કથા પૃથ્વીપુરમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહે. તે મોટા પ્રમાણમાં તલનો વ્યાપાર કરતો હોઈ તેનું નામ તિલભટ્ટ પડી ગયું ને પ્રસિદ્ધિ પામ્યું. તેની પત્ની સ્વચ્છંદી ને સ્વાદલિપ્સ હતી. એકવાર તેણે વખારમાંથી છાનામાના પાંચ મુંડા (માપ વિશેષ) તલ ઉપાડ્યા. વેચી તેના પૈસામાંથી મનગમતી ભોજન આદિ વસ્તુ મેળવીને વ્યસન સેવ્યા. કેટલીકવાર આમ કરતાં એક રાત્રે તેને વિચાર આવ્યો કે “તલ ઓછા થતાં આ વાત ધણી જાણશે તો ઉપાધિ થશે. માટે કોઈ ઉપાય કરવો જોઈએ.” એમ વિચારી એકવાર તિલભટ્ટ પોતાના ચોખાના ખેતરની રખેવાળી કરવા ખેતરે રાત રહ્યો. તે અવસર પામી તેની પત્નીએ સાહસ કર્યું. નગર બહાર આવી પિશાચીનું રૂપ લીધું.
મોઢે કાજળ લગાડી સફેદ રેખા કરી કાળા કપડા પહેરી માથે વાળાવાળી ઠીબ બાંધી, હાથમાં ઉઘાડી તલવાર ને ખપ્પર લઈ હું... હું... એવા ઘોર ને ભયંકર શબ્દો કરતી આવી તિલભટ્ટ પાસે ને બોલી – “અરે ! ભટ્ટ ! હવે તો ભૂખ જીરવાતી નથી. તને ખાઉં.' ભટ્ટ તો ગભરાઈને કરગરવા લાગ્યો. ડાકણે કહ્યું – “તારે જીવવાની ઇચ્છા હોય તો તલની વખારો મને
ઉ.ભા.-૨-૧૦