________________
૨૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ રાજના ન્યાયાલયમાં. ત્યાં અવશ્ય ન્યાય મળશે. અહીં બરાડવાથી કશું જ નિપજશે નહીં. ગાય તો ચાલી ન્યાય મેળવવા. તેણે જોરજોરથી ઘંટ વગાડવા માંડ્યો ત્યારે રાજા જમવા બેઠો હતો. તેણે સેવકને જોવા મોકલ્યો. સેવકે જોઈને કહ્યું, “મહારાજ ! આપ આરોગો કોઈ નથી.
ત્યાં પાછો ઘંટાનો ઘોષ સંભળાયો. રાજાએ કહ્યું – “આંગણે ન્યાયનો પોકાર પડતો હોય ને જમાય શી રીતે ?” રાજાએ ઊઠીને જોયું તો એક ગાય. દુઃખીયારી ને આંસુ સારતી. રાજાએ પૂછ્યું - ધનુ! તારો કોઈએ અપરાધ કર્યો છે?” તેણે ડોકું ધુણાવી હા પાડી એટલે રાજા તેની પાસે આવ્યો ને પૂછ્યું - “તને કોણે રંજાડી છે? કોણે અપરાધ કર્યો છે તારો?” રાજાને સાથે આવવાનું જણાવતી હોય તેમ માથું ધુણાવતી આગળ ચાલી ને રાજા તેની પાછળ ચાલ્યો. જ્યાં વાછરડું કરેલું પડ્યું હતું ત્યાં આવી સઘ:પ્રસૂતા ગાયે પોતાનું નવજાત વાછરડું મરેલી સ્થિતિમાં પડેલું બતાવ્યું. જોતાં જ રાજા સમજી ગયો કે “આ ગાયનું વાછરડું કોઈએ વાહનની અડફેટમાં લઈ મૃત્યુ પમાડ્યું
રાજા તરત પાછો ફર્યો. નગરમાં ઘોષણા કરાવી કે જેનાથી વાછરડું ચગદાયું હોય તે ન્યાયસભામાં ઉપસ્થિત થાય.” પણ કોઈ અપરાધી તરીકે આગળ આવ્યો નહીં. ત્યારે રાજાએ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી અપરાધી નહિ મળે ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં.”
એક દિવસના લાંઘણ પછી બીજે દિવસે રાજકુમારે રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું - દેવ ! અપરાધી હું છું. મને પણ સમજાતું નથી કે આ દુષ્કૃત્ય કેવી રીતે બની ગયું? આપને જે યોગ્ય લાગે તે દંડ કરો.” સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. તરત ન્યાયશાસ્ત્રીઓને બોલાવી રાજાએ ન્યાય માંગ્યો. નીતિશાસ્ત્રીઓએ કહ્યું – “મહારાજા ! રાજકુમારને શો દંડ હોય? તેમાં પાછા રાજયને યોગ્ય આ એક જ રાજકુમાર છે.”
રાજાએ કહ્યું – “ન્યાયશાસ્ત્રી થઈ તમે આ શું બોલો છો? આ રાજ્ય કોનું? રાજકુમાર કોનો? રાજનીતિ પ્રથમ છે. તે છે તો રાજા ને રાજકુમાર છે, નીતિ તો સાફ કહે છે કે પોતાના પુત્રને પણ અપરાધને અનુસારે દંડ આપવો જોઈએ માટે જે દંડ હોય તે નિઃશંક થઈ કહો.” રાજાની વાત સાંભળી થોડીવારે એક નીતિનિપુણ પંડિત બોલ્યો - “જેવી વ્યથા-પીડા બીજાને કરી હોય તેવી તેને અપરાધીને કરવી. “રાજા તરત નિર્ણય કરી ઊભા થયા અને પોતાના વહાલા વિવેકી ને સજ્જન પુત્રને કહ્યું - “દીકરા ! અપરાધ પ્રમાણે તને દંડ થશે. તે તારે સહવો જોઈએ. તારે તે જગ્યાએ માર્ગમાં સૂવાનું ને રાજપુરુષો તારા ઉપરથી રથ હાંકી જશે.'
વિનયી રાજકુમાર તરત પિતાને પગે લાગી રાજમાર્ગમાં સૂઈ ગયો. રાજાએ પુરુષોને તેના ઉપર રથ દોડાવવા આજ્ઞા કરી. અધિકારી તેમજ નગરના મોટા માણસોએ રાજાને ઘણા વિનવ્યા. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે રાજપુરુષોએ રથ ચલાવવાની ના પાડી માથું નમાવી એક તરફ ઊભા રહ્યા. ત્યારે નીતિમાન રાજાએ પોતે રથ પર ચડી લગામ હાથમાં લીધી ને જોસથી વજનદાર