________________
૨૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૨૬
વ્યાપારની સારી રીત
निन्दायोग्यजनैः सार्द्धं कुर्यान्न क्रयविक्रयौ ।
द्रव्यं कस्यापि नो देयं, साक्षिणं भूषणं विना ॥ १ ॥
=
અર્થ :– નિન્દનીય મનુષ્યો સાથે લેવડ-દેવડ, ખરીદ-વેચાણ કરાય નહીં. સાક્ષી કે સોનુંઘરેણા આદિ રાખ્યા વિના દ્રવ્ય કદી કોઈને અપાય નહીં.
વિશેષાર્થ ઃ— નિંદનીય એટલે સટોડીયા, જુગારી, નટ, ધુતારા, વેશ્યા, કલાલ, કસાઈ, માછી, પારધી, વાઘરી, રાજદ્રોહી આદિ મનુષ્યો સાથે ખરીદ-વેચાણનો વ્યવસાય કરવો નહીં, તેમજ શસ્રવાળા માણસો, રાજપુરુષો કે રાજા આદિ સાથેનો વ્યવહાર કરતાં તેમને નાણાં ધીરવા નહીં. આપણા સગા હાથે ગણીને આપેલું ધન પાછું માંગતાં જ્યાં ભય ઉત્પન્ન થાય ત્યાં કયા લાભની આશા રાખી શકાય ? નીતિમાં કહ્યું છે કે બ્રાહ્મણ તેમજ શસ્ત્રધારી સાથે ડાહ્યા માણસે કદી પૈસાનો વ્યવહાર રાખવો નહીં. બ્રાહ્મણ પાસે પૈસાની સગવડ ભાગ્યે જ થાય અને શસ્ત્રધારીને બગડતા વાર નહીં.
જેઓ જુગા૨-આંકડા તેમજ સુવર્ણસિદ્ધિ ધાતુવાદ આદિથી ધનવાન થવા ઇચ્છે છે તેઓ મસીના કૂચાથી ઘર ધોળું કરવા જેવી જ ઇચ્છા રાખે છે. આવાં અશુદ્ધ કે ખોટા સાધનથી કદાચ કોઈને દ્રવ્યપ્રાપ્તિ થાય તો થોડાં જ સમયમાં તે નાશ તો પામે, માણસને લાલચું, પરવશ ને પાંગળો પણ બનાવી મૂકે. તેથી માણસ પાછો કદી ઊંચો આવે નહીં. કહ્યું છે કે - તપી ગયેલા તવા ઉપર પડેલા પાણીના ટીપાની જેમ ખોટા માન-પાનથી મેળવેલું દ્રવ્ય નાશ પામતું પણ જોવાતું નથી. અર્થાત્ અતિત્વરાથી નાશ પામે છે.
કેટલાક સારા માણસોની સાક્ષી વિના ધન આપવું તે વિના કારણ શત્રુ ઊભો કરવા જેવું છે. માટે જ સારી સાક્ષીમાં જ ધન આપવું. બરાબર જોયા કે પારખ્યા વિના માલ લેવો નહીં. લેતી વખતે પણ સારા સાક્ષી રાખવા જેથી માત્ર પૈસાનો જ પડેલો વાંધો સહેલાઈથી ઉકેલી શકે. સાક્ષી રાખીને આપેલ ધન કે પદાર્થ સાવ નાશ પામતા બચી જાય છે. કાળાંતરે પણ સાક્ષીકૃત દ્રવ્ય ઉપલબ્ધ થાય છે. તેના અનુસંધાનમાં એક વણિકનું આ દૃષ્ટાંત કહેવાય છે.
ચાલાક વાણિયાની વાર્તા
કોઈ વણિક પરદેશ કમાવા જતો હતો. ત્યારે તેને શિખામણ આપવામાં આવી કે સાક્ષી વિના નાણા આપવા નહીં. તે ઉપડ્યો. માર્ગમાં ઘોર અરણ્ય આવ્યું. ચાલતાં સામેથી ધાડપાડુઓનું ટોળું મળ્યું. તેમણે વણિકને જુહાર કર્યો ને કહ્યું – ‘શેઠ, હોય તે પૈસા મૂકી દો.’ શેઠ જાણી ગયો કે અહીં આપણું કશું જ ચાલે તેમ નથી. માટે ગમ ખાઈ ગયો. લુંટારૂઓએ આગ્રહ કરતાં તેણે