________________
ક
ઉપદેશપ્રસાદ મહાગ્રંથ ભાગ-૨
૨૫૩ રથ રાજકુમાર ઉપર દોડાવ્યો. સહુ જોનારના શ્વાસ થંભી ગયા. ઘણાએ આંખો બંધ કરી લીધી કે મુખ ફેરવી લીધું.
રાજા અડગ હતા. રથ પૂરવેગે દોડતો રાજકુમાર ઉપરથી નીકળતાં અદ્ધર થઈ ગયો. જયજયકારનો ઘોષ ને પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ન મળે ગાય કે ન મળે વાછરડું. રાજા વિસ્મિત થઈ જુએ છે કે કોઈ જાજ્વલ્યમાન દેવી રાજકુમારને ઊભો કરી ઉઠાડી રહી હતી. તેણે કહ્યું – રાજા ! ઉદાસી છોડો. હું તમારી પરીક્ષા કરવા આવી હતી. ખરા સોનાની જેમ તમે સાચા ઠર્યા છો. વાછરડું-ગાય બધી મારી માયા હતી. હવે ખબર પડી કે પ્રાણથી અધિક એકના એક દીકરા કરતાં પણ તમને ન્યાય-નીતિ અધિક વહાલી છે. તમે ખરે જ ધન્ય છો. સુખે રાજ કરો ને અમર તપો.” કહી દેવી ચાલી ગઈ. નગરમાં ને રાજકુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો.
ન્યાયનિષ્ઠ આ રાજાનું દૃષ્ટાંત સાંભળી શ્રાવકોએ ન્યાયમાં તત્પર રહેવું. શુદ્ધ વ્યાપારથી દ્રવ્યોપાર્જન કરવું. શુદ્ધ વ્યાપારમાં પણ આ ચાર નિયમ અવશ્ય પાળવા. ૧ યથાર્થ બોલવું, ૨. કોઈને છેતરવા-ઠગવા નહીં, ૩. કોઈની વાત કરવી નહીં (ચાડી ન ખાવી) અને ૪. સદ્ભાવ સહુ સાથે રાખવો.
યથાર્થ બોલવું એટલે ધર્માધર્મની શ્રેષ્ઠ ભાવનાવાળા માણસે બીજા છેતરાય તેવું ન બોલવું, જેવું હોય તેવું કહેવું. સત્ય, મધુર અને પીડા ન કરે તેવું બોલવું. ધર્મને ધક્કો લાગે તેવું ન બોલવું. કમળ શેઠની જેમ સામાને પીડા થાય તેવા હેતુથી મનવાણી કે કાયાના વેપારરૂપ ચેષ્ટા ન કરવી.
છેતરવા નહિ એટલે અવંચિકા ક્રિયા. માલમાં ભેળ-સંભેળ ન કરવો. ઓછું-વધતું દેવાલેવાથી બીજાને છેતરવા નહીં. ત્રીજી વાત અપાયથી બચવું ને ચાડી ન ખાવી એટલે રાજદંડ આદિ થાય તેવો વ્યાપાર કરવો નહીં અને કોઈ અશુદ્ધ વ્યાપાર કરતો હોય કે રાજ્યવિરુદ્ધ કરતો હોય તો તેની ચુગલી ખાઈ ધન મેળવવાનો ધંધો પણ કરવો નહીં.
' સહુ સાથે સદૂભાવ એટલે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો. સારા મિત્રની જેમ નિષ્કપટ વર્તવું. દંભ રાખવો નહિ ને વહેવાર બગાડવો નહિ, કોઈ ગમે તેટલો માલ જોવે-ભાવ પૂછેપરિશ્રમ કરાવે છતાં કાંઈ ખરીદે નહિ તો પણ સદૂભાવ છોડવો નહીં. જેઓ ગાયના જેવા મુખવાળી ને વાઘના જેવા આચરણવાળી વૃત્તિ રાખી વ્યવહાર કરે છે તેનો કોઈ વિશ્વાસ કરતું નથી ને પોતે પાપનું સ્થાન બને છે. ઈત્યાદિ સારાસારનો સારી રીતે વિચાર કરી શુદ્ધ વ્યવહારથી વ્યાપાર કરવો. ગૃહસ્થને દ્રવ્ય એ સર્વ કાર્યનું મુખ્ય સાધન છે. પરંતુ ધનવૃદ્ધિ માટે ધર્મહાનિ થવી જોઈએ નહીં. માટે ધર્મથી અવિરુદ્ધ વેપારથી ધનોપાર્જન કરવું એ આશય સમજવો.
દેશ, જાતિ અને કુળના ધર્મનો નાશ કરનાર એવી કુબુદ્ધિને છોડી દેવાથી જ ન્યાયનીતિમાં તત્પર થઈ શકાય છે અને તેવી ઉત્તમ નીતિમત્તાથી જ શ્રેષ્ઠ ઉપાસક શુદ્ધ સંપત્તિ અને વ્યાપારિક શુદ્ધિ પામે છે. માટે નીતિમત્તાને મહત્ત્વ આપો.