________________
૨૩૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ મહારાજા, માણસને આખી પૃથ્વીનું રાજ્ય ઘણીવાર મળી શકે છે, પણ નિયમ લેવાનું પાળવાનું સૌભાગ્ય સહેજે સાંપડતું નથી.
વંકચૂલ ! તારી દઢતા જોઈ ઘણો આનંદ અને સંતોષ થાય છે. તારા જેવી ધર્મનિષ્ઠા, નિયમમાં અડગતા અમે ક્યારે કેળવશું ? અમે પણ આવી કોઈ કપરી પરીક્ષામાંથી સુખે સુખે પસાર થઈએ એવી ઘણી ઇચ્છા થાય. કાયર પુરુષો શોક, ભય અને ચિંતાનો આશરો લે છે, ભાઈ! આપણે તો મોટો આશરો અરિહંતનો છે, આપણને ક્યાં દુઃખ જ હતું ?' બધા ચકિત થઈ જિનદાસની વાણી સાંભળતા રહ્યા. વંકચૂલ પરમસંતોષ પામ્યો ને નવકાર સાંભળતા મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયો. જિનદાસ પાછો ફરતો હતો ત્યારે ઉપવનમાં પેલી બંને દેવીને ત્યાં જ પાછી રડમસ ચહેરે ઉભેલી જોઈ. કારણ પૂછતાં તે બોલી “મહાનુભાવ! તમે કરાવેલી આરાધના એટલી ઉચ્ચ કોટિની નિવડી કે તે બારમા દેવલોક પહોંચ્યા. અમારું તો ત્યાં ગમનાગમન પણ નથી. માટે અમારી દશા તો એવી ને એવી રહી, હશે ભાગ્ય વિના શું મળી શકે એમ છે?' આ બધી વિચિત્રતાનો વિચાર કરતો જિનદાસ ઘરે આવ્યો ને નિયમ-ધર્મમાં તત્પર થયો.
ટીપુરી કે ઢપુરી તીર્થ અને વંકચૂલની ખ્યાતિ થઈ. વંકચૂલ ચોર છતાં, નિયમ દઢતાથી બારમા સ્વર્ગે સોભાગીદેવ થયો. તેવી જ રીતે સર્વ અભક્ષ્યનો ત્યાગ કરી ભવ્યજીવ મુક્તિને પામે છે.
૧૨૧ નિતાંત અભક્ષ્ય-અનંતકાચ સ્વરૂપ प्रसिद्धा आर्यदेशेषु, कन्दा अनन्तकायिकाः ।
द्वात्रिंशत् सङ्ख्यया ज्ञेयाः, त्याज्यास्ते सप्तमे व्रते ॥ અર્થ – આપણા આર્યદેશમાં જે કન્દમૂળ તરીકે પ્રસિદ્ધ છે, તે અનંતકાય કહેવાય. સામાન્ય રીતે તેના બત્રીસ પ્રકાર બતાવ્યા છે. સાતમા વ્રતમાં તેનો સર્વથા ત્યાગ કરવાનો હોય છે.
તે બત્રીસ પ્રકાર આ પ્રમાણે છે :- ૧. સૂરણકંદ, ૨. વજકંદ, ૩. લીલી હળદર, ૪. આદુ (અદ્રખ), ૫. લીલો કચૂરો, ૬. શતાવરી, ૭. વિલ્સારી (વરીયાળી કંદ), ૮. કુંઆરપાઠો, ૯. થોર, ૧૦. ગળો (ગડચી), ૧૧. લસણ, ૧૨. વંશ કારેલા, ૧૩. ગાજર, ૧૪. લુણીની ભાજી (ચાંગેરી) (જેને બાળી સાજીખાર બનાવાય છે), ૧૫. લોઢક એટલે કમલિનીકંદ, ૧૬. ગિરિકર્ણિકા (એક વેલ), ૧૭. કુંપળો (ઝાડમાં શરૂઆતમાં પાન ખર્યા પછી પણ શરૂઆતમાં