________________
૨૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ક્યારા કરવા તે વનકર્મ કહેવાય. તેથી જીવિકા ચલાવવી તે વનકર્મજીવિકા સમજવી. આજીવિકા વૃક્ષને આશ્રિત હોઈ વૃક્ષને આશ્રિત અને ત્રસજંતુનો વિનાશ થાય જ છે. માટે તેનો ત્યાગ કરવો, કર્માદાનનો આ બીજો અતિચાર.
૩. સાડી કર્મ - ગાડાં વગેરે વાહનો તેમજ તેના અવયવો કરવા, ખેડવા કે વેચવા તે શકટકર્મ કહેવાય. ગાડાં, હળ આદિ બનાવી વેચતા-ગાડાં પ્રમુખથી માર્ગમાં પકાયનો વધ થાય છે માટે તેનો ત્યાગ કરવો. કર્માદાનનો આ ત્રીજો અતિચાર.
૪. ભાડાકર્મ-વાહન ભાડે આપવા તથા ઊંટ, બળદ, પાડા, ખચ્ચર, ઘોડા આદિ ભાડે આપવા, તેના પર ભાડું આપનાર નિર્દય રીતે ભાર મૂકે-ઉપડાવે તેથી તેમને ઘણું દુઃખ થાય, વાહન પણ જ્યાં ફરે, ત્યાં જીવોનો કચ્ચરઘાણ કાઢે કોઈકવાર માણસનું મૃત્યુ નિપજાવે. માટે તેનો ત્યાગ કરવો. કર્માદાનનો આ ચોથો અતિચાર.
૫. ફોડીકર્મ - જવ, ઘઉં, મગ, અડદ, ચણા, આદિ ધાન્યથી કરડ કરાવવી. ડુંડામાંથી ધાન્ય છૂટું પાડવું, દાળ કરાવવી, ડાંગર ખંડાવવી, છડાવવી, તળાવ, વાવડી કે કૂવા માટે પૃથ્વી ખોદાવવી, હળ ખેડવા, ખાણમાંથી પથરા કઢાવી ઘડવા, ઘડાવવા તથા સુરંગો ચાંપવી. ધડાકા કરાવવા એ બધું ફોડીકર્મ (ફોટક કર્મ) કહેવાય. તેનાથી જીવિકા કરવી તે સ્ફોટક જીવિકા કહેવાય. આથી ધાન્ય તેમજ તેમાં રહેલા ત્રસ જીવોનો તેમજ ભૂમિ ખોદવાથી પૃથ્વી તેમજ તેને આશ્રયી રહેલા ત્રસ જીવોનો ઘાત થાય છે. માટે આનો ત્યાગ કરવો. કર્માદાનનો આ પાંચમો અતિચાર.
પાંચ વાણિજ્યના પાંચ અતિચાર ૧. દંતવાણિજ્ય - એટલે હાથીના દાંત, હંસ, મોર આદિ પક્ષીના પીછા, મૃગ, વાઘ, ચિત્તા, મગર આદિના ચર્મ, ચમરી ગાયના પુચ્છ, સાવર આદિના શીંગડા તથા શંખ, છીપ, કોડી તેમજ કસ્તૂરી આદિના ઉદ્ભવ સ્થાને જઈ તે ત્રસ જીવોના અંગ આદિ ગ્રહણ કરવા તથા તેનો વ્યાપાર-વ્યવસાય કરવો તે “દંતવાણિજય' કહેવાય. કદાચ પોતે તે જીવોની હિંસા આદિ ન કરે, પણ તેના પ્રાપ્તિસ્થાને વ્યાપારીને આવેલા જાણી ભીલ આદિ હિંસક લોકો દ્રવ્ય લોભથી તરત જ તે તે વસ્તુઓ માટે તે તે પ્રાણીઓને મારી પણ નાંખે ને વ્યાપારીને જોઈતી વસ્તુ લાવી આપે, માટે આ વાણિજય ત્યાજ્ય છે. કર્માદાનનો આ છઠ્ઠો અતિચાર.
૨. લાક્ષાવાણિજ્ય - એટલે લાખ વગેરે હિંસામય વ્યાપાર. લાખમાં પણ ઘણા ત્રસ જીવો હોય છે. તેના રસમાં લોહીની ભ્રાંતિ થાય છે. ધાવડીની છાલ અને પુષ્પ મદિરાનું અંગ છે. તેના કલ્ક (કણિયા) ઘણા જીવોની ઉત્પત્તિના હેતુરૂપ છે. ગળી ઘણા જીવોના નાશથી બને છે. મણસીલ અને હરતાલમાં માખી આદિ ઘણાં જ જીવોની હિંસા રહેલી છે. પડવાસમાં વ્યાપક રીતે ત્રસ જીવો હોય છે. ટંકણખાર, સાબુ અને ક્ષાર આદિમાં પ્રત્યક્ષ રીતે જ મહાદોષ જોવાય છે. લાખ