________________
૨૩૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
કહ્યું- ‘તું નિર્ભય છે.’ આજથી હું તને સામંતના પદ પર નિયુક્ત કરું છું. પછી ક્રુદ્ધ થયેલા રાજાએ રાણીને કો૨ડો લઈ મારવા લીધી. વંકચૂલે વચ્ચે પડી તેને બચાવી. વંકચૂલ તો નિયમનું આવું ફળ જોઈ વારે વારે ગુરુ મહારાજને મનમાં ને મનમાં વાંદવા લાગ્યો ને ધર્મને વખાણવા લાગ્યો.
એકવાર શત્રુ રાજા ઉજ્જયિની પર ચડી આવ્યો. વંકચૂલ સેનાનાયક થઈ યુદ્ધમાં મોટું સૈન્ય લઈ ઉપડ્યો. ત્યાં તેણે શત્રુને એવો માર માર્યો કે તે જીવ લઈને નાઠો. પરંતુ વંકચૂલ શત્રુના સૈનિકોથી ગંભીર રીતે ઘવાયો. તેને સૈનિકો ઉઠાવી મહેલમાં લાવ્યા. રાજા ને પ્રધાનમંડળ ચિંતાતુર થઈ ઊભા પગે તેની ચિકિત્સા કરાવવા લાગ્યા.
રાજવૈદ્યે કહ્યું – ‘પ્રહાર મર્મમાં થયા છે. પરિસ્થિતિ ગંભીર અને ભવિષ્ય કટોકટી ભર્યું છે. છતાં સામંતરાય સાજા થઈ શકશે. સમયસર ઔષધ-અનુપાન અને પથ્યની ચોક્કસાઈ રાખવાની રહેશે.’ એમ કહી ઔષધ તૈયા૨ ક૨વા પોતાના માણસોને જણાવી વૈદ્યરાજે રાજાને કહ્યું - ‘આ ઔષધ કાગડાના માંસમાં લેવાનું છે. તેથી આશ્ચર્યકારી આરોગ્ય લાભ જોઈ શકાશે.’
આ સાંભળી વંકચૂલે કહ્યું - ‘વૈદ્યરાજ ! તમારી ભલી લાગણી માટે આભાર. મારે કાગડાના માંસનો ત્યાગ હોઈ હું તે નહિ લઈ શકું.' વૈઘરાજે, રાજા ને રાજપરિવારે વંકચૂલના પરિવારે ને સાથીઓએ તેને ઔષધરૂપે લેવાથી વાંધો આવતો નથી. નિયમમાં અપવાદ પણ હોય છે. શરીર હશે તો ધર્મ પણ થશે. ઇત્યાદિ ઘણી રીતે સમજાવ્યો પણ તે ન માન્યો.
પાસેના ગામડામાં જિનદાસ નામે ધર્મિષ્ઠ વણિક વસતો હતો. જે વંકચૂલનો પરમ મિત્ર હતો. તેનું વચન વંકચૂલ કદી ઠેલતો નહીં. માટે રાજાએ વંકચૂલને મનાવી શકાય તે માટે જિનદાસને તેડું મોકલ્યું. ઉજ્જયિની આવતા જિનદાસે ઉપવનમાં બે સુંદર બાઈઓને ઉદાસ જોઈ કારણ પૂછ્યું. તેણે કહ્યું - ‘અમે સુધર્મ દેવલોકની દેવીઓ છીએ. અત્યારે જેને તમે સમજાવવા જઈ રહ્યા છો તે પુણ્યવાન અમારો પતિ થાય તેમ છે. પણ તમારા કહેવાથી તે કાગમાંસ ખાઈ નિયમ તોડશે તો દેવલોક નહિ પામે અને અમને આવો સારો પતિ પણ નહિ મળે માટે અહીં સુધી આવવું પડ્યું છે ને એ જ મોટું વ્યથાનું કારણ છે.’
ન
જિનદાસે કહ્યું - ‘હું વીતરાગદેવનો ઉપાસક છું. જીવન અધ્યાત્મથી સમૃદ્ધ છે. શરીરથી નહીં. તમે ચિંતા ન કરો. હું તેને નિયમમાં ઢીલો નહિ થવા દઉં, ઉલટાનો વધુ દૃઢ કરીશ એમ તો એ પોતે પણ ઘણા સ્વસ્થ મનનો માણસ છે.’ ઈત્યાદિ તેની વાત સાંભળી બંને દેવીઓ પ્રસન્ન થઈ. જિનદાસ રાજમહેલે આવ્યો. જોયું તો વંકચૂલ અસહ્ય વેદનામાં જાણે વિંટળાઈ પડ્યો હતો. અનેક લોકો ચિંતાતુર થઈ તેને ઘેરી બેઠા હતા. રાજાએ આખી વિગત સમજાવતા તેને કહ્યું - ‘ભાઈ ! તારા વિના કોઈ આને સમજાવી શકે નહીં અને આ બીજા કોઈનું માને પણ નહીં. માટે તને બોલાવેલ છે. તું એને સમજાવ એટલે ઔષધ આપીયે. બધું તૈયાર જ છે.’ જિનદાસે કહ્યું -