________________
૨૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ઉગતા અંકુરા જેવા કોમળ પાંદડા), ૧૮. ખરસુઓ, ૧૯. થેગ (ગોપીકંદ), ૨૦. લીલીમોથ, ૨૧. લોણરૂખછલ્લી (લવણ કે ભ્રમર નામક વૃક્ષની માત્ર છાલ), ૨૨. ખીલ્લહુડા (ખિલોડા), ૨૩. અમૃતવેલ, ૨૪. મૂળા, ૨૫. બીલાડીના ટોપ, (ચોમાસામાં છત્રી આકારના ઉગે છે તે.), ૨૬. કઠોળના (પલળતા ફુટેલા અંકૂરા) ફણગા, ૨૭. ઠંવત્થલા (શાક વિશેષ), ૨૮. શુકરવાલ, ૨૯. પાલખની ભાજી, ૩૦. કોમળ આમલી, (શરુઆતમાં ઉગતી), ૩૧. આલુ બટાટા) અને ૩૨. પીંડાલુ - (પલાંડ એટલે ડુંગળી-પ્યાજ).
આ બત્રીસ પ્રકાર સામાન્ય રીતે જણાવ્યા પણ તે સિવાય બીજા પણ પ્રકારો છે. સામાન્ય રીતે બધાં જ કંદો, અંકૂરાઓ, કૂંપળો, સેવાળ, સર્વ શરૂઆતના કોમળ ફળો, ઈત્યાદિ અનેક અનંતકાયના પ્રકારો છે. તેને જાણવા સિદ્ધાંતમાં આ લક્ષણો બતાવ્યા છે, જેની નસો ગૂઢ હોય, સાંધા અને ગાંઠો દેખાતી ન હોય, જેને ભાંગતા સરખા કકડા થાય, છેદીને વાવતા પાછો ઉગી શકે અને જે ધરતીમાં અંદર ઉગે તે બધી વનસ્પતિ અનંતકાય કહેવાય, એટલે એક શરીરરૂપ કંદ આદિમાં અનંત જીવો રહેલા હોય. સર્વેનો શ્વાસોશ્વાસ તથા આહારાદિ એક સાથે જ હોય છે. તે જીવો સદા અનંત દુઃખ સહ્યા કરતા હોય છે. આ સાધારણ વનસ્પતિના સોયની અણી જેટલા ભાગમાં પણ અનંત જીવો હોય છે. (જેમ ન ગણી શકાય એટલા દ્રવ્યોના પિંડમાંથી એક અતિ ઝીણી ગોળી બનાવીયે, ને તેમાં પણ અગણિત દ્રવ્યો હોય તેમ) આ સાધારણ વનસ્પતિથી વિપરીત લક્ષણવાળી પ્રત્યેક વનસ્પતિ કહેવાય. તેના ફળ, ફૂલ, છાલ, કાષ્ઠ (થડ), મૂળ, પાંદડા ને બીજ તે પ્રત્યેકમાં એક એક જીવ હોય. આ બાબત લોકપ્રકાશ તથા વનસ્પતિ સપ્તતિકા આદિ ગ્રંથો દ્વારા વિસ્તારથી જાણવા જેવી છે.
અનંતકાય-કંદાદિનો વિવેકી આત્માઓએ અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ. અનંત આત્માઓના આ ક્લેવરમાં સમજુ કશો સ્વાદ જોતા નથી. વૈષ્ણવો પણ કંદ-કાંદા અને લસણ જેવું કદી જ ખાતા નથી. તેને સદંતર ત્યાજય ગણવામાં આવેલ છે. ત્યાં પણ લખ્યું છે કે :
यस्मिन् गृहे सदान्नाथं, कन्दमूलानि पच्यते ।
स्मशानतुल्यं तद् वेश्म, पितृभिः परिवर्व्यते ॥१॥ અર્થ:- જેના ઘરમાં હંમેશા ભોજનમાં કંદમૂળ રંધાય છે, તે ઘરને સ્મશાનની ઉપમા અપાય છે ને તેને પિતૃઓ છોડીને ચાલ્યા જાય છે. મૂળા બાબત મહાભારતમાં જણાવ્યું છે કે :
पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणम् ।
भक्षणान्नरकं गच्छेद्, वर्जनात् स्वर्गमाप्नुयात् ॥२॥ અર્થ - પુત્રમાંસ ખાવું સારું પણ મૂળા ખાવા સારા નહીં. કેમકે મૂળા ખાનાર નરકે જાય ને ત્યાગનાર સ્વર્ગ જાય. વળી આગળ જણાવે છે કે -