________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૪
એના આવ્યા પહેલા તે રાજાના ઘેર મારાથી જવાય નહીં.’ એમ કહી તેમણે ચંદ્રહાસ ખડ્ગ આપી તમને યાદ કર્યા છે. રાજાએ બધી વાત સાચી માની. પણ તેથી વસંતશ્રીને મેળવવાની ઇચ્છા ઓર વધી. તેણે મંત્રી સાથે વિનિમય કર્યો કે આને ફરી સંકટમાં ફસાવી પૂરો કરવો. નીતિમાં કહ્યું છે કે ‘રાજા, ચોર, સર્પ, ચાડીયો, તુચ્છદેવો, હિંસકપશુ, શત્રુ અને પ્રેતાદિ દુષ્ટ હોવા છતાં છિદ્ર વિના-છળ વિના ફાવી શકતાં નથી.
એકવાર હિરબળે રાજાને જમવા નોતર્યા, રાજા મંત્રીવર્ગાદિ સાથે જમવા આવ્યા. ત્યાં હરિબળની અતિસુંદર પત્ની જોઈ તેની વાસના ભભૂકી ઉઠી. મંત્રી સાથે મસલત કરી કે, યમરાજને આમંત્રણ આપવાના કપટથી તેને જીવતો બાળવો અને આ રમણીઓને ઉપાડી રાજમહેલમાં નાંખવી.
ભરીસભામાં હિરબળની સાહસવૃત્તિના વખાણ કરી રાજાએ કહ્યું - ‘યમરાજનું મારે આવશ્યક કામ પડ્યું છે. તેની પાસે અગ્નિમાર્ગે (બળીને) જ જવાય તેમ છે. ઘણો વિચાર કર્યો પણ તમારા જેવો કોઈ સત્ત્વશાલી સાહસી જણાયો નહીં.' હરિબળ સમજી ગયો કે મારા મૃત્યુની રાજાને દુર્બુદ્ધિ આપનાર મંત્રી જ છે. રાજાનું કથન સ્વીકારી તે ઘરે આવ્યો. વિચાર્યું, દુષ્ટોનું હિત કરવાથી અનિષ્ટ જ થાય છે. રોગને ભાવતું આપીએ તો રોગ વધે ? હવે આ શઠને શિક્ષા જ થવી જોઈએ, તેણે દેવને યાદ કરી બીના જણાવી. હિરબળને સમજાવી દેવ અદૃશ્ય થયો.
આ તરફ રાજાએ મોટી ચિતા તૈયાર કરાવી. હરિબળ બધાના દેખતાં તેમાં જઈ બેઠો, રાજાશાથી ચિતાની ચારે તરફ મોટી મશાલો લગાડવામાં આવી ને ભડભડ કરી મોટી જ્વાળાઓથી રિબળ ઘેરાઈ ગયો. તેનું શરીર સોનાની જેમ ચમકવા લાગ્યું. ક્ષણવારમાં તે ત્યાંથી અદૃશ્ય થયો. ને દેવે તેને તેના ઘરે પહોંચાડ્યો. ચિતા ઠરી ગઈ ને રાજાએ રાખ પણ બીજે નખાવી દીધી. રાજા બની-ઠનીને હરિબળના ઘરે આવ્યો. હરિબળની બંને પત્નીઓને ખબર જ હતી કે રાજા આવવા જોઈએ. તેમણે રાજાને આદર આપી બેસાડ્યા. આજે રાજા ગેલમાં હતા. તેમની આંખોમાં ઉશ્રૃંખલતા દેખાતી હતી. હરિબળની પત્ની સાવધાનીપૂર્વક દૂર રહેતી ને ઉત્તર આપતી હતી. છેવટે રાજાએ ચોક્ખા શબ્દોમાં શય્યાભાગી થવા જણાવ્યું ને પરિસ્થિતિની ગંભીરતા સમજાવતાં કહ્યું કે - ‘હવે તમારે મારી ઇચ્છાને સ્વયંની ઇચ્છા સમજીને વર્તવું જોઈએ. તેમ ન કરો તો મને કોઈ રોકી શકે તેમ નથી. મારે ડગ ભરવા પડે તે કરતાં તમે સામે આવો એ વધારે સુભગ ને સારૂં સિદ્ધ થશે.’
વસંતશ્રીએ ઠાવકાઈથી કહ્યું - ‘મહારાજા ! અમે તો આપના સેવકની પત્નીઓ છીએ. અમારી પાસે આપની આ અપેક્ષા ઉચિત નથી. આ તો રક્ષકોએ જ ચોરી કરવા, પ્રહરીઓએ જ ધાડ પાડવા, પાણીમાંથી આગ અને સૂરજમાંથી અંધારું વર્ષવા જેવી વાત છે. આમ અનેક રીતે સમજાવા છતાં રાજા ન માન્યો ને વધારે છકવા લાગ્યો. ત્યારે ગોઠવણ મુજબ રાજાને બંધનમાં