________________
૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
પડ્યું તે દિવસે મુનિ પણ વહોરવા આવ્યા. બાઈ અને મુનિ એક-બીજાની સામે જોઈ હસ્યા. આ જોઈ ક્ષત્રિયનું લોહી ઉકળી ઉઠ્યું. શંકાથી તે બળવા લાગ્યો. તે હાથમાં તલવાર લઈ ઊભો થયો ને સાધુને હસવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિશ્રીએ જે સાચી બીના હતી તે કહી. ક્ષત્રિયે પારખા માટે પૂછ્યું કે – “આ સગર્ભા ઘોડીને વછેરો અવતરશે કે વછેરી?' મુનિએ કહ્યું – “વછેરી. તે સાંભળતાં જ અસ્વસ્થ ક્ષત્રિએ તે ઘોડીનું પેટ તલવારથી ફાડી નાંખ્યું. તેમાંથી વછેરી નિકળતાં તેને શંકા ન રહી. પણ આ અઘોર હિંસાકર્મથી મુનિરાજનો આત્મા કકળી ઉઠ્યો. તેમના રોમેરોમે જાણે વેદના થવા લાગી. પોતાના પ્રમાદનું આ પરિણામ જોઈ તેમણે તરત અણસણ લીધું. પરમાર્થ જાણી ક્ષત્રિયે તેમને ઘણાં ખમાવ્યા. મુનિએ સમતાપૂર્વક કાળ કરી સ્વર્ગ મેળવ્યું. માટે ઉપયોગશૂન્યતાથી પણ નિમિત્તાદિ ન કહેવા.
તથા રાત્રિમાં કે પરોઢમાં ઊંચા સ્વરથી બોલવું-ભણવું નહીં. જો બોલવું આવશ્યક હોય તો મંદસ્વરે બોલવું. ખોંખારો કે હોકારો કોઈ ન સાંભળે તેની કાળજી રાખવી. તેમ કરવાથી હિંસક પશુ-ઘોળી વગેરે જીવો જાગી જાય ને જીવ-હિંસાદિમાં પ્રવર્તે. તેમજ પાડોશી જાગી જાય તો આરંભ-સમારંભમાં પડે, રસોયા, ધોબી, માછીમાર આદિ પોતાના કામમાં પડે ને એ અનર્થના નિમિત્ત આપણે થઈએ. તે બાબત પરમાત્મા મહાવીરદેવે જયંતી શ્રાવિકાને ઉત્તર આપતા કહ્યું છે કે “અધર્મી જીવો સૂતા સારા અને ધર્મી જવો જાગતા સારા.” આ બાબતમાં આ દષ્ટાંત જાણવા જેવું છે.
માછીમાર ચોરની કથા કોઈ આચાર્ય ભગવંત શિષ્યોને પૂર્વસંબંધી પાઠની વાંચના રાત્રે આપતા હતા. પુદ્ગલોની શક્તિ સામર્થ્યનો પ્રસંગ ચાલતો હતો ને જીવોત્પત્તિના નિમિત્તોની વિચારણા કરાતી હતી, આચાર્યશ્રીએ કહ્યું – “અમુક ઔષધિઓના ચૂર્ણને અમુક જગ્યાના પાણીમાં નાખવામાં આવે તો સંમૂર્ણિમ માછલાઓની વિપુલ ઉત્પત્તિ થાય છે.' ઇત્યાદિ, આ વાત એક માછીમાર જે ચોરીની લતમાં પડ્યો હતો, તે જતાં સાંભળી ગયો. આ પ્રયોગની અવધારણા કરી તે ઘરે પાછો આવ્યો ને ચૂર્ણ આદિ લાવી તળાવમાં નાંખ્યું. તેથી આશ્ચર્યજનક મત્સ્યની ઉત્પત્તિ થઈ. તે દરરોજ માછલાં પકડી વેચી પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા લાગ્યો. આમ ને આમ સમય વીતતો ગયો, એક દિવસ તે માછીમાર ઉપાશ્રયમાં ગુરુમહારાજ પાસે આવ્યો અને વંદના કરી બોલ્યો – ‘તમે તો મારા મહા ઉપકારી છો. તમારા પ્રતાપે હું ને મારું કુટુંબ કલ્લોલ કરીએ છીએ ને આનંદથી જીવીએ છીયે. અન્નની અછતના એ સંકટમાં તો ઘણાં ઘણાં જીવોનો ઉપકાર થશે.”
ગુરુમહારાજે ખુલાસો માંગતા પૂછયું - “તું શું કહે છે? મારો કેવી રીતે ઉપકાર માને છે?” માછીએ ચૂર્ણની વાત કહી. તે સાંભળી આચાર્ય તો આભા જ બની ગયા. પોતાના પ્રમાદની નિંદા કરતાં એ મનોમંથન કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે “આ માણસ આમ ને આમ