________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
ma जह जह अप्पो लोहो, जह जह अप्पो परिग्गहारंभो ।
तह तह सुहं पवड्ढइ, धम्मस्स य होइ संसिद्धि ॥१॥
અર્થ - જેમ જેમ અલ્પ લોભ હોય, જેમ જેમ અલ્પ પરિગ્રહ અને આરંભ હોય તેમ તેમ સુખ વધ્યાં કરે છે ને ધર્મની પ્રાપ્તિ-સિદ્ધિ હેજે થાય છે.
આ બધો વિચાર કરી કોઈ પણ પ્રકારે ને યત્ન ઇચ્છાનો ફેલાવો અટકાવી આ વ્રત અંગીકાર કરવું. આ વ્રત અંગે પેથડ શ્રાવક ઘણા જ પ્રેરક છે.
પેથડ શ્રાવકનો પ્રબંધ કાંકરેજની સમીપના કોઈ ગામમાં પેથડ નામનો એક ઓસવાલ વસતો હતો. તે ઘણો જ ભલો ને સજ્જન વણિક હતો. તેને પદ્મિની નામે પત્ની અને ડંડાણ નામે સુંદર પુત્ર હતો. પેથડ અતિ ગરીબ હોઈ બાળકને કશી સગવડ મળતી નહોતી. ઉપરનું દૂધ પણ કઠિન વાત હતી. એકવાર ધર્મઘોષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. પેથડ પણ તેમનો ઉપદેશ સાંભળતો. તેણે ગુરુ મહારાજ પાસે પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારતાં કહ્યું – “ભગવન્! મારે એક હજાર દ્રવ્યથી વધારે રાખવું નહીં, એવો નિયમ કરવો છે.” ગુરુએ કહ્યું – “તમારી આકૃતિ, સમજણ અને ચેષ્ટાથી જણાય છે કે આટલા દ્રવ્યથી કેમ ચાલશે?” પેથડે કહ્યું - “ભગવાન ! અત્યારે તો ઉપાધિના પાર નથી, કાંઈ ધન પણ નથી, પણ કદાચ આપનું કથન સિદ્ધ થાય ને આગળ કાંઈ ભાગ્યોદયે મળે તો હું પાંચ લાખ રૂપિયાનો નિયમ કરું છું. તેથી વધારે જે કાંઈ દ્રવ્ય આવશે તે ધર્મકાર્યમાં વાપરીશ.”
આ પ્રમાણે પેથડશાહે ગુરુમહારાજ પાસે નિયમ કર્યો ને ઘેર આવ્યા. કોઈ રીતે અવસ્થા સુધરી તો નહીં પણ દિવસે દિવસે દરિદ્રતા અસહ્ય થતી ગઈ. કંટાળી દેશાંતરની ઇચ્છાથી પુત્રને સુંડલામાં સૂવડાવી-માથે ઉપાડી પતિ-પત્ની ઉપડ્યા માળવે. માળવાની રાજધાનીમાં પેસતાં જ સર્પ આડો ઉતર્યો એટલે પેથડ ઊભા રહ્યા. ત્યાં કોઈ માણસે આવી પેથડને ઊભા રહેવાનું કારણ પૂછ્યું. તેણે સર્પની વાત કહી ને સર્પ પણ જતા બતાવ્યો. શુકનવેત્તા હોઈ તેણે કહ્યું – “શેઠીયા! ઊભા શું રહ્યા? ચાલવા માંડો. આ સર્પ પર તો દુર્ગા (ચકલી) બેઠી છે. આ તો ઉત્તમ શુકન થયા છે. અટક્યા વગર નગરમાં ગયા હોત તો રાજય મળત રાજય ! હજી પણ મહાલાભનું જ કારણ છે.” શુકનશાસ્ત્રમાં કહ્યું છે કે “જો ગામથી નિકળતા ડાબો સ્વર (શ્વાસ) હોય, સર્પ જમણો ઉતરે ને ડાબે શિયાળ બોલે તો સ્ત્રી સ્વામિને કહે છે કે “હે સ્વામી ! સાથે ભાતું લેવાની જરૂર નથી. આ શુકન જ તમને ભાતું આપશે.”
પોતાને સારા શુકન થયા જાણી ઉત્સાહિત થયેલા પેથડ નગરમાં ગયા ને ત્યાંના રાણા ગોગાની મંત્રીને ત્યાં નોકરીએ રહ્યા. એક વખત રાજાએ ઘણા ઘોડા ખરીદ્યા. નાણા ચૂકવવા મંત્રીને જણાવ્યું. મંત્રીએ કહ્યું – “હાલમાં આટલા બધા નાણાં છે નહીં.” આ સાંભળી ખીજાયેલા
ઉ.ભા.-૨-૧૩