________________
૧૯૪
૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ न योजनशतादुर्ध्वं, यास्यामि तव निश्चयः ।
असंख्यैर्योजनैमित्र ! मा मुक्त्वा किमगाच्छिवम् ॥१॥ અર્થ:- અરે ઓ મિત્ર ! સો યોજન ઉપરાંત ન જવું એવો તમારો નિયમ હતો. નિશ્ચય હતો તો હવે અમને મૂકીને અસંખ્ય યોજન દૂર મોક્ષમાં શા માટે ગયા?
આમ અનેક પ્રકારે વિલાપ કરતો ને પોતાની અણસમજની નિંદા કરતો તે રાજા પોતાની રાજધાનીમાં પાછો આવ્યો ને ધર્મમાં ઉદ્યમશીલ બન્યો.
પ્રાણ તો ભવે ભવે મળે છે કાંઈ વ્રત નિયમ દરેક ભવે મળતા નથી. માટે પ્રાણ છોડવા સારા પણ સ્વીકારેલ વ્રતનો ત્યાગ સારો નહીં. આવો દઢ સંકલ્પ રાખી ભવ્ય જીવોએ સિંહની જેમ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કરવું.
૧૧૧ દિવિરતિવતના પાંચ અતિચાર स्मृत्यन्तर्धानमूर्ध्वाध-स्तिर्यग्भागव्यतिक्रमः ।
क्षेत्रवृद्धिश्च पञ्चेति, स्मृता दिग्विरतिव्रते ॥१॥ અર્થ - દિશાનું ધારેલું પ્રમાણ ભૂલી જવું, ઉપર-નીચે અને તીર્થી સીધી દિશાનું મર્યાદિત ક્ષેત્રનું ઉલ્લંઘન કરવું તથા નિયમિત દિશા-ક્ષેત્રમર્યાદામાં વધારો કરવો. આ પાંચે દિશામર્યાદા નામના છઠ્ઠા વ્રતના અતિચારો છે.
અર્થાતુ-જેમ કોઈએ પૂર્વ દિશામાં સો યોજનાની મર્યાદા આવાગમન માટે રાખી હોય પણ જતી વખતે ચિંતા-વ્યાકુળતાદિ કારણે તેને યાદ ન રહે. વિસ્મરણ થાય કે મેં કેટલા અંતર સુધી જવાનો નિયમ કર્યો છે? પચાસ ગાઉનું કે સો? આવી સંદિગ્ધ અવસ્થામાં જો તે પચાસ ગાઉથી વધારે ગમન કરે તો પણ તેને દોષ લાગે. આ પ્રથમ અતિચાર કહેવાય. જો કે આ અતિચાર અન્ય અતિચારોમાં સાધારણ હોઈ સમાઈ જાય છે. છતાં જુદો બતાવી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, લીધેલા વ્રતનું સદા સ્મરણ રહેવું જોઈએ. કારણ કે બધી ઉત્તમ કરણી આચરણી સ્મરણમૂલક-ઉપયોગમૂલક છે. નિયત કરેલા ક્ષેત્રની બહાર લાભ થતો હોય તો પણ તે જતો કરવો આ પ્રથમ અતિચાર.
બીજા અતિચારમાં ઉર્ધ્વગમન એટલે કે પર્વતની ટોચ ઉપર, મકાનના માળાઓ પર કે વિમાન વગેરેમાં ઊંચે જવાનો કરેલો નિયમ, ત્રીજા અતિચારમાં અધોભાગ એટલે નીચાણવાળા ગામ, ભોંયરા, ભૂમિની અંદર રહેલા ઘરો, કૂવા-વાવડી, નદી, સમુદ્ર તેમજ ખાણ આદિમાં નીચે, ઊંડે જવા માટે બાંધેલી મર્યાદા. અને ચોથા અતિચારમાં તિરછું એટલે આ સપાટ પૃથ્વી પર પૂર્વાદિ