________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
૨ ૨૫ પુસ્તક દરેક જૈને વાંચવું જોઈએ, અને ઘરે ઘરે રાખવું જોઈએ. તેમાં સવિસ્તાર આ બાબત જણાવી છે.) (૭).
જેની જાત કે નામ આદિ જાણતા ન હોઈએ તે ફળ અજાણ્યું ફળ કહેવાય. તે અજાણ્યા ફળ, ફૂલ, પત્ર કે મૂળ આદિનો ત્યાગ કરવો. આ બાબત બ્રહ્માંડપુરાણમાં લખ્યું છે કે “અભક્ષ્યના ભક્ષણથી કંઠના અસાધ્ય રોગ થાય છે.” શાંતાતપઋષિ લખે છે કે “અભક્ષ્યના ભક્ષણથી શરીરમાં વિકૃતિ, હૃદયના રોગ અને તેમાં કૃમિ ઉત્પન્ન થાય છે.” (૮)
આ રીતે કુલ બાવીશ પ્રકારના અભક્ષ્ય છે. જે શરૂઆતના બે શ્લોકમાં સૂચવ્યાં છે, આ શરીરને ગમે તેવા સ્વાદ આપ્યા છતાં તેના પરિણામમાં કશો જ ફરક પડતો નથી. શરીરની પ્રક્રિયા સતત કાર્યરત છે. પદાર્થોમાં ચોખ્ખી રીતે જ જીવોના ક્લેવરોનો જથ્થો રહેલો છે, જે દ્રવ્ય-ભાવ બન્ને આરોગ્યને હાનિ પહોંચાડે જ છે. માટે મહાપાપરૂપ આ અભક્ષ્યનો સર્વથા ત્યાગ કરવો. શ્રી જિનમતના જાણકાર, ગુરુવાણીના શ્રદ્ધાવાન શ્રોતા, ધર્મના મર્મને જાણનારા વ્રતધારી સગૃહસ્થોએ ઇંદ્રિયોને વશ પડવું નહીં ને અભક્ષ્ય દૂર જ વર્જવા.
૧૧૯ વાસી ભોજનથી બધું બગડે रसैश्चलितं निस्वादं, द्वयक्षाणां योनिस्थानिकम् ।
पर्युषितं कुत्सितान्नं, भक्षणाद दुःखमासदेत् ॥ १ ॥
અર્થ - રસથી ચલિત એટલે જેનો સ્વાદ ફરી ગયો છે તે, બગડી ગયેલા સ્વાદવાળું, બેઇન્દ્રિયાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન. વાસી રહેલું તથા કોહાઈ ગયેલું અન્ન ખાવાથી જીવ દુઃખ પામે છે.
વાસી આદિ ઉપર જણાવેલ ખોરાક ખાવાથી સ્વાથ્ય બગડે, સ્વાદ બગડે. અન્ન તેવો ઓડકાર, કોદાઈ ગયેલું ખાવાથી મતિ બગડે. મતિ બગડે તેનું શું ન બગડે? તન અને મન બંનેને વ્યાધિ. દુઃખનો કોઈ પાર નહીં. આની પુષ્ટિ માટે નીચેનું દષ્ટાંત ઉપયોગી થશે.
ગુણસુંદરની કથા કનકપુર નગરમાં જિનચંદ્ર નામે શેઠ રહે. તેમની શીલવતી પત્ની અને ગુણસુંદર નામે પુત્ર. તે બાલ્યકાળથી જ ધર્મહીન હતો, ભક્ષ્યાભઢ્યનો બહુ વિચાર કરતો નહિ ને કોઈની શિખામણ માનતો નહીં, તેને રાતવાસી રોટલો સવારના પહોરમાં જોઈએ જ. ન મળે તો મોટી ધમાલ કરે. માતાએ એકવાર તો ખીજાઈને કહ્યું કે - “મારા ઘરમાં તું ક્યાંથી અવતર્યો, જો ધર્મમાં જ નહિ