________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
૨ ૨૩ અર્થ - મદ્ય, માંસ, મધ અને માખણ આ ૪ મહાવિગઈ, ઉદંબર આદિ (૯) પાંચ જાતિનાં ફળો. ૧૦. બરફ, ૧૧. વિષ, ૧૨. કરા, ૧૩. સર્વજાતિની માટી, ૧૪. રાત્રિભોજન, ૧૫. અનંતકાય (કંદમૂલાદિ), ૧૬. સન્ધાન (બોળઅથાણાદિ), ૧૭. બહુબીજવાળા (ખસખસ આદિ) ફળ, ૧૮. કાચા ગોરસ (દૂધ-દહીં-છાશ) સાથે દ્વિદળ (દાળ થાય તે કઠોળ) મિશ્ર કરવું. ૧૯. તુચ્છફલ (બોર-સીતાફળ), ૨૦. વૃત્તાંક, ૨૧. ચલિત-રસવાળા (વાસી) ખાદ્ય પદાર્થો તથા ૨૨. અજાણ્યું ફળ. આ પ્રમાણે કુલ બાવીશ અભક્ષ્ય જાણીને ત્યાગવા.
વિશેષાર્થ – અનંતકાય એટલે સાધારણ વનસ્પતિ, તેનું ભક્ષણ અનંતજીવોના ઘાતનું ઘોર કારણ છે. માટે તે અભક્ષ્ય હોઈ તેનો ત્યાગ કરવો. આનું સ્વરૂપ આગળ કહેવાશે.
સંઘાન એટલે લીંબુ, મરચા, બીલી તથા બીજોરા આદિનું બોળ અથાણું તેમાં અનેક જીવોની ઉત્પત્તિ થાય છે. તથા લવણવાળા શાક રાઈ આદિથી ભરેલા ત્રણ દિવસ પછી અભક્ષ્ય થાય છે, એવો વહેવાર છે, પરંતુ ક્ષારમાં નાંખેલાં લીંબુ આદિના ગંધ રસ આદિ બદલાઈ જાય તો ત્રણ દિવસ તડકે રાખેલા લીંબુ વાપરવા યોગ્ય નથી. એમ વૃદ્ધો કહે છે. (૨)
બહુબીજ એટલે પંપોટા, અંજીર આદિ. જે ફળમાં કેવલ એકલાં બીજ હોય પણ અંતરપડ ન હોય તો તે અભક્ષ્ય છે. કારણ કે તે પ્રત્યેક બીજે ચોખ્ખો જીવનો ઘાત રહેલો છે. પરંતુ જે ફળમાં બહુબીજ હોવા છતાં અંતરપડ હોય જેમકે દાડમ ટીંડોરા આદિ તો તે અભક્ષ્ય નથી. (૩)
આમ ગોરસ એટલે કાચા (ઉનાં કર્યા વિનાના) દૂધ, દહીં અને છાશ. તેમાં જો દ્વિદળ (દાળ થાય તેવું) કઠોળ નાખવામાં આવે તો તેમાં એવા સૂક્ષ્મજીવો તત્ક્ષણ ઉપજે છે કે તેને કેવળી જ જોઈ શકે છે. હિંદળનું લક્ષણ આ પ્રમાણે સિદ્ધાંતમાં કહ્યું છે - “જેને પીલવાથી તેલ નિકળે નહિ ભરડવાથી બે દળ જુદા પડે તે દ્વિદળ કહેવાય. એરંડી, રાઈ આદિના બે દળ (દાળ) થાય છે. પણ તેમાંથી તેલ નિકળતું હોઈ તે દ્વિદળ ન કહેવાય, દ્વિદલ કઠોળ સાથે કાચા દૂધ-દહીં કે છાશ ખાવા નહીં. જૈનેત્તર શાસ્ત્રમાં પણ તે બાબત આ પ્રમાણે જણાવી છે.
गोरसं माषमध्ये तु, मुद्गादिषु तथैव च ।
भक्ष्यमाणं भवेन्नूनं, मांसतुल्यं च सर्वदा ॥ १ ॥ અર્થ - અડદ તથા મગ આદિ કઠોળમાં નાંખેલું ગોરસ ખવાય તો ખરેખર માસતુલ્ય થાય છે.
તે માટે કઢી બનાવતા છાશ ગરમ કરી તેમાં ચણા આદિનો લોટ નાંખવામાં આવે, ઘોલ (દહીં) વડા પણ ગરમ કરેલા છાશ કે દહીંમાં નાંખે તો દોષ યુક્ત નથી એમ ગીતાર્થો કહે છે. આ વાત કેટલાક નવપંથી ઢંઢીયાદિ જાણતા ન હોઈ અભક્ષ્યના ત્યાગમાં પ્રવૃત્તિ કરતા નથી. આવી સીધી દયામય વાતમાં કદાગ્રહ કરવાનો હોય જ નહીં. સ્વાદ જીતવો એ તો મોટું તપ છે. વિચારસંસક્તનિયુક્તિમાં તો ત્યાં સુધી જણાવ્યું છે કે “જો બીયા વૃક્ષની ડાંડો ને અંકોલવૃક્ષની ઘાણી