________________
૨૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
સમજે તો તારૂં શું થશે ? વાસી અન્નમાં તો અગણિત જીવો ઉપજે. તેને તું સવારના પહોરમાં ખાઈ જાય ? કેટલી ખરાબ વાત છે આ. કોઈવાર રોગમાં પટકાઈશ ત્યારે ખબર પડશે. ધાધર, કરોળીયા આદિ ચામડીના રોગો તો તને થયા જ કરે છે, તે આ કોહાઈ ગયેલી રસોઈ ખાવાનો જ પ્રતાપ છે. આહાર જેવી જ બુદ્ધિ ઉપજે. તારી બુદ્ધિ તો બગડશે, પણ ત્રસજીવોની હિંસાના પાપથી કયા ભવે છૂટીશ ?' તું ઉપાશ્રયે તો એકવાર જા. કેવા જ્ઞાની ગુરુજી પધાર્યા છે ? તેમની પાસે જઈને થોડું જ્ઞાન લે. ભક્ષ્યાભક્ષ્યનો વિવેક શીખ.' આ બધું સાંભળી ગુણસંદ૨ ઉદ્યાનમાં પધારેલા શ્રી સમયામૃતસૂરિજી પાસે કૌતુકથી ગયો. ભોજનમાં શું દોષ લાગે ?’ એમ પૂછવા લાગ્યો, ગુરુજીએ કહ્યું - ‘ભાઈ ! એના દોષનો તો પાર નથી, છતાં તારે નજરે જોવો હોય તો જા સુભાગાનગરી. ત્યાં થાવર નામે એક ચાંડાલ વસે છે. તે આના દોષ કહેશે.’
ગુણસુંદ૨ ઘરેથી રજા લઈ સુભાગાનગરી ગયો. ત્યાં જઈ થાવર ચાંડાલનું ઘર શોધી તેની પાસે વાસીભોજનના દોષ જાણવાની જિજ્ઞાસા જણાવી. થાવરે કહ્યું કે - ‘હું અવસરે બધું કહીશ. હમણા તું વિશ્રામ તો કર.' એમ કહી તેને સીધું સામાન અપાવ્યું. તે લઈ તેણે પૈસા આપી એક અતિલોભીને ત્યાં ગંધાવ્યું, તે જમવા બેઠો ત્યારે વાત કરતા સમજાયું કે ગુણસુંદર તો રાંધનાર બાઈનો ભાઈ હતો. ભાઈ-બહેને એક બીજાને ઓળખ્યા. એટલે બહેને આગ્રહ કરી ભાઈને રોક્યો. પોતાના પતિને કહ્યું - ‘મારો ભાઈ પહેલી જ વાર આપણે ઘરે આવ્યો છે, રોજની રસોઈથી નહિ ચાલે માટે ઘી ગોળ આદિ મોકલો.’ શેઠે પત્નીને કહ્યું - ‘તને સમજ નથી. સારૂં સારૂં ખાવા મળે તો માણસ જવાનું નામ ન લે ને કદાચ જાય તો પાછો ઝટ આવીને ઊભો રહે માટે વાલ તેલ આપણી દુકાનેથી મંગાવી લે. બીજું કશું જ મળવાનું નથી.' શેઠ ગયા પછી બાઈએ બીજી દુકાનેથી ઘી-ખાંડ આદિ મંગાવી ઘેબર આદિ મિષ્ટાન્ન બનાવવા માંડ્યાં.
શેઠને આ વાતની ખબર પડતાં તે ઘણો ખીજાયો ને નિરાશ પણ ઘણો થયો. રીસમાં ને રીસમાં તેણે ગરમ રસોઈ પડતી મૂકી ને વાસી અન્ન ખાધું. તે કુત્સિત અન્ન ખાતા તેનું હૃદય બંધ પડી ગયું. તે મરણ પામ્યો. ચાલાક બાઈએ વિચાર્યું ‘મારા ભાઈ માટે કરેલી મીઠાઈએ એમના પ્રાણ લીધા. મને આવી ખબર હોત તો ભાઈને રોકત પણ નહીં ને ઘેબર બનાવત પણ નહીં. બાઈએ ભાઈને ધીરે રહીને કહ્યું - ‘ભાઈ ! તારા બનેવીને ગુપ્ત રીતે ફળિયામાં દાટી દઈએ. કારણ કે મારે સંતાન ન હોઈ રાજા અમારા ચા૨ક્રોડ દ્રવ્યને ઉપાડી જશે માટે તું વેપા૨ સંભાળ અને તારા બનેવી પરદેશ ગયા છે, એમ આપણે લોકોને જણાવશું.'
પછી બંને ભાઈ-બહેને ભેગાં થઈ. ખાડો ખોદી શેઠને દાટી દીધો, કોઈને શેઠના મૃત્યુની ગંધ પણ આવવા ન દીધી. બહેન સોહાગણનો સજેલો વેશ રોજ પહેરી પૂર્વવત્ રહેવા લાગી. ને ભાઈ દુકાનનો વેપાર ચલાવવા લાગ્યો.
આ તરફ પેલો ચાંડાલ ગુણસુંદરને સીધુ-સામાન અપાવી પોતાના ઘેર આવ્યો. તે દિવસે પતિ-પત્નીને કંઈક અણબનાવ થયો હોઈ પત્નીએ કાંઈ રાંધ્યું ન હોવાથી ચાંડાલને વાસી ભોજન