________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૨૩૧ નાંખું ક્રોધથી તેના ગાત્રો કંપતા હતા. આંખમાંથી આગ વરસતી હતી. બદલો લેવા હાથ તરસતા હતા. તેણે તલવાર ઉગામી ત્યાં ગુરુમહારાજે આપેલ નિયમ યાદ આવ્યો. ઉગામેલી તલવારે જ તે સાત-આઠ ડગલા પાછો ફર્યો. ઊંધો ચાલતો હોઈ તે દિવાલે ઢાલ-તલવાર સાથે ભટકાયો ને ઢાલ પડતાં જ ખખડાટ થયો.
પલંગ પર પુરુષવેશે સૂતેલી પુષ્પચૂલા જાગી. બોલી “કોણ છે?' સ્વરથી બહેનને ઓળખી ગયેલા વંકચૂલે વિસ્મિત થઈ પૂછયું – “અરે પુષ્પચૂલા ! તેં આ કપડાં કેમ પહેર્યા છે?” પુષ્પચૂલાએ કહ્યું – “હું કહું છું. પણ તમે આવા બાઘા જેવા કેમ દેખાવ છો, તમે આજે કેવી રીતે મને જોઈ રહ્યા છો ? હું ને ભાભી બાજુના ગામડે નર્તકના ખેલ જોવા ગયા હતા. એટલે મેં તમારા કપડા પહેરી લીધાં. ગામડે જવું હતું, તમારા વેશથી અમને ઘણી સગવડ થઈ રહી. અસલ પુરુષ જેવી લાગું છું કેમ ખરું ને? પાછા ફરતા મોડું થયું, તેથી ભાઈ ! થાકીને લોથ થઈ ગઈ. તમારું ધાર્યું નહીં, ક્યારે આવો એટલે હું તો કપડા બદલ્યા વિના જ ભાભી જોડે સૂઈ ગઈ. પણ તમે તલવાર ઉઘાડીને શું કરવા માગો છો?” વંકચૂલે કહ્યું – “તમને બંનેને મારી નાંખવા. હું સમજ્યો કે સુંદરી કોઈ અજાણ્યા જુવાન સાથે સૂતી છે. હું હમણા તમને બંનેને મારી નાખત, ને પછી જીવનભર રોતો ફરત. આપણે બધા બચી ગયા. “ધન્ય છે ગુરુમહારાજને. તેમનો જય થાવ.” આ સાંભળી ગભરાઈ ગયેલી પુષ્પચૂલાએ ભાભીને જગાડતાં કહ્યું – “ભાભી ! આમ જુઓ ! આજે આપણે બંને મરી જાત. ભાઈને જોઈને તો મને બીક લાગે છે.” વંકચૂલે બધી વાત કરી. ગુરુમહારાજની પ્રશંસાપૂર્વક તેમનો ઉપકાર પ્રકટ કર્યો. બધાં ગુરુમહારાજને યાદ કરતા પાછા સૂઈ ગયાં.
કેટલોક સમય વીત્યા પછી તે જ આચાર્યના શિષ્યો પાછા તે પલ્લીમાં આવી ચડ્યા. વંકચૂલ આદિ વંદન કરી બેસી ગયા. મુનિરાજે ધર્મદિશનામાં જિનમંદિરનું માહાસ્ય સમજાવ્યું. દ્રવ્યસ્તવ ભાવસ્તવનું અનન્ય કારણ છે.” ઇત્યાદિ જાણી વંકચૂલને જિનપ્રાસાદ બંધાવવાની તીવ્ર ભાવના જાગી. પલ્લીથી થોડે દૂર ચર્મણવતી નદીને કાંઠે તેણે શ્રી મહાવીર પરમાત્માનું સુંદર મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી તેનો મહિમા ધીરે ધીરે વધતો ગયો ને તીર્થધામ તરીકે તે પ્રસિદ્ધિ પામ્યું. એકવાર કોઈ મહાજન પત્ની સાથે યાત્રાએ નિકળ્યા હતા. તે વહાણમાં બેસી ચર્મણવતી નદીના માર્ગે આવતા હતા. ત્યાં દૂરથી દહેરાસનું શિખર દેખાતા શેઠાણીએ તીર્થને વધાવવા રત્નમય કચોળામાં કેશર કંકુ આદિ લઈ છાંટણાં નાંખતા તે કચોળું હાથમાંથી છટકી નદીમાં પડી ગયું. શેઠાણી ઉદાસ થઈ ગયા. શેઠે ગભરાઈ જતા કહ્યું – “અરે ! તેં આ શું કર્યું? એ અમૂલ્ય કચોળું રાજાએ આપણે ત્યાં ગિરવે મૂક્યું છે. પૈસાનો પ્રશ્ન તો છે જ પણ હું રાજાને ઉત્તર શું આપીશ?” તે તીર્થનો મહિમા ત્યાં ચારે તરફ હતો. હોડી હાંકનાર માંઝી અને તે પંથકના ચોરો પણ તીર્થની પવિત્રતા જાળવતા ને તીર્થે આવનારને જરાય ક્લેશ ન થાય તેવી ભાવના રાખતા.
" શેઠની વાત સાંભળી ખેવટીયો બોલ્યો - “શેઠ! પાણીની ધારા તેજ છે ને જળ ઊંડું પણ છે. છતાં હું પ્રયત્ન કરું જો કચોળું મળે તો લાવી આપું.” તે પાણીમાં ડૂબકી મારીને જુએ છે તો
ઉ.ભા.-૨-૧૬