________________
૨૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ કરાવી તેમાં સેલડી પીલવામાં આવે તો તેના રસમાં સંમૂચ્છિમ માછલા ઉપજે છે. “અર્થાતુ અમુક દ્રવ્યાદિના સંયોગમાં તરત જીવોની ઉત્પત્તિ થાય છે, માટે જીવદયાના ખપી જીવે તેનો તરત ત્યાગ કરવો. સૂત્રમાં કહ્યું છે કે “મગ, અડદ આદિ દ્વિદળ કાચા ગોરસમાં મિશ્રિત થતા તેમાં તત્કાળ ત્રસજીવો ઉપજે છે. તથા બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસજીવો ઉત્પન્ન થાય છે.” માટે કાચા ગોરસ સાથે દ્વિદળને અભક્ષ્ય જાણી તેનો ત્યાગ કરવો. ૪.
તુચ્છફળ એટલે મહુડા, બોર, કોઠીમડા, કોઠા, સીતાફળ આદિ. ઉપલક્ષણથી તુચ્છ ફૂલ અને પત્રનું પણ ગ્રહણ કરવું. પુષ્પ કરેડા આદિના અને પત્ર તે વર્ષાકાળમાં થતી ભાજી સમજવી તથા મગ-ચોળા આદિ કોમળ સીંગ પણ તુચ્છ ફળમાં જ ગણવી. કેમકે તેમાં ઘણાં જીવોનો ઘાત થાય છે, તે ખાવાથી કાંઈ તૃપ્તિ પણ થતી નથી. માટે તે અભક્ષ્ય છે. તુચ્છફળનો ત્યાગ કરવો. ૫.
વૃતાંક એટલે રીંગણા. તે તામસીવૃત્તિવાળા કહ્યાં છે. તે ખાવાથી જડતા, આળસ ઊંઘ આદિ વધે છે. ઉત્તેજક હોઈ દૂષિત પણ છે. તે બાબત શિવપુરાણમાં શિવજી કહે છે. પાર્વતી! વૃતાંક, કાલીંગડા અને મૂળા આદિ ખાનાર મૂઢ માણસ અંતકાળે મને સંભારી શકતો નથી. વળી શાસ્ત્રજ્ઞ માણસોએ ધોળા રાતા વૃતાંક અને મૂળા વર્જવા. એમ મનુએ પણ કહ્યું છે. આમ મહાભારતના શાંતિપર્વમાં પહેલા પાદમાં લખ્યું છે, માટે વૃતાંક આધિ અભક્ષ્યનો ત્યાગ કરવો.૬.
ચલિતરસ એટલે જેનો સ્વાદ ફરી જાય, બગડી જાય તેવું વાસી ભોજન, દાળ, ભાત, પુડલા, વડા, આદિ તે સિવાય બીજા પણ સડી ગયેલા અન્ન વગેરેનો ત્યાગ કરવો કારણ કે તે ઘણા જીવોથી સંસક્ત થઈ જાય છે. આવું વાસી રાખવાથી મિથ્યાત્વ વધે છે. વાપરવાથી વિરાધના થાય છે. તેથી વાંદા આદિ ઘણા સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિનો દોષ થાય છે. અર્થાતુ જો તેવું અન્ન રાતવાસી રાખવામાં આવે તો બીજા મિથ્યાત્વ પામે છે, લોકોમાં લઘુતા-નિંદા થાય કે “આ શ્રાવક જોઈ લો. રાંધેલું ખાધા પછી વધેલુંય છોડી શકતા નથી.' તથા વાસી પદાર્થથી જીવની વિરાધના થાય છે. તેમાં કરોળીયાની જાળ, ફૂગ તેમજ સૂક્ષ્મ જીવો ઉપજે છે. પોળી, માલપુવા આદિ જેમાં પાણીનો સામાન્ય અંશ પણ રહેલો હોય તેમાં લાળીયા (બેઇંદ્રિય) જીવો ઉપજે છે. તે આહાર લેવા ઉંદર અને ઉંદરને પકડવા બીલાડી આવે છે, આમ ઘણા દોષો થાય છે, બૃહત્કલ્પની ટીકામાં આમ લખ્યું છે. ઢેઢક આદિ કેટલાક નવામતિઓ ચલિતરસને અભક્ષ્ય માનતા નથી તે તેમનું અજ્ઞાન કે કદાગ્રહ જ છે. ભોજનની જેમ પક્વાન્નાદિમાં પણ ચલિતરસ જાણવો. વર્ષાકાળમાં બનાવેલું પક્વાન્ન પંદર દિવસ સુધી કલ્પી શકે છે. શીતકાળમાં વીસ દિવસ સુધી કલ્પી શકે છે. અર્થાત્ મુનિરાજો ત્યાં સુધીની કાળ મર્યાદાવાળા પક્વાન્નાદિ ગ્રહણ કરે છે. જ્યાં સુધી વર્ણ, ગંધ, રસાદિ બગડ્યા ન હોય ત્યાં સુધી ખાદ્ય પદાર્થ ભક્ષ્ય રહે પછી અભક્ષ્ય થાય. આર્કા નક્ષત્ર લાગતાં જ કેરી (આંબા) અભક્ષ્ય થાય છે. બે દિવસ પછીનું દહીં પણ અભક્ષ્ય થાય છે. આ પ્રમાણે ભક્ષ્યાભઢ્યનો વિચાર સારી રીતે સમજી લેવો જોઈએ.
(મહેસાણાથી-જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા પ્રકાશિત “અભક્ષ્ય અનંતકાય વિચાર’ નામનું