________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ નિયમહીન જીવનની દુર્દશા સમજાવી, પ્રતિબોધ આપ્યો. તેઓ જાતિસ્મરણજ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણનારા થયા. દેવે સર્વ અભક્ષ્ય અને રાત્રિભોજનનો ત્યાગ કરવા ભારપૂર્વક ભલામણ કરતા બંનેએ સર્વ અભક્ષ્યનો ત્યાગ કર્યો, તેમના માતા-પિતા બ્રાહ્મણ હોઈ પોતાના પુત્રોને રાત્રિભોજન તેમજ ખાદ્યવસ્તુના ત્યાગની વાત કરતા જાણી ખીજાયા ને પોતાનો કદાગ્રહ ન છોડે તો જમવા ન આપવું એમ નિશ્ચિત કર્યું. આમ કરવાથી બંને ભાઈઓને ત્રણ દિવસ સુધી કાંઈ ખાવા-પીવા મળ્યું નહીં. ત્રીજી રાત્રિએ સૌધર્મનિવાસી દેવે આ પરિસ્થિતિ જાણી ત્યાંના રાજાના પેટમાં વ્યાધિ ઊભો કર્યો. રાજાથી પીડા સહન ન થાય ને આળોટ્યા કરે. ઉપચાર કરવામાં આવ્યા પણ બધાં નિષ્ફળ નિવડ્યા.
દેવે દિવ્યવાણીથી જણાવ્યું કે રાત્રિભોજનના ત્યાગવાળા શ્રીપુંજ બ્રાહ્મણનો હાથ અડતાં રાજાની પીડા શાંત થશે. તરત મંત્રીઓ દોડ્યા ને રથમાં બેસાડી શ્રીપુંજને ત્યાં લઈ આવ્યા. શ્રીપુજે મોટી મેદની વચ્ચે કહ્યું – “જો મારું વ્રત ઉપકારક ને સાચું હોય તો રાજાની પીડા શાંત થાવ.” ને સ્પર્શ કરતાં જ રાજાની પીડા શાંત થઈ ગઈ. પ્રસન્ન થયેલા રાજાએ તેને પાંચસો ગામના અધિપતિ બનાવ્યો. શ્રીપુંજે પોતાના નિયમનો સર્વત્ર મહિમા વિસ્તાર્યો ને ધર્મનો પ્રતાપ પ્રભાવિત કર્યો. પ્રાંતે આયપૂર્ણ થયે બંને ભાઈ પ્રથમ સ્વર્ગે ગયા. આગળ જતાં ત્રણે મિત્રો મુક્તિ પામશે. માટે કહ્યું છે કે
व्रतात्तमात्रान्न हि धर्मपूणता, निमित्तमुख्यं परिणामसङ्गतम् । सभद्रकोपासकयोः प्रबन्धतः विचार्य तत्त्वं निशिभोजनं त्यज ॥१॥
અર્થ - માત્ર વ્રતની પ્રાપ્તિથી ધર્મની પૂર્ણતા નથી થતી. કિંતુ નિમિત્તમાં મુખ્ય પરિણામની સંગતિ-અર્થાત્ લીધેલા વ્રતનું દઢતાપૂર્વક પાલન ને શુભ પરિણામ તે જ ખરી અને મુખ્ય વાત છે. ભદ્રિક અને તેના બે મિત્રોના આ પ્રબંધને સારી રીતે વિચારી તત્ત્વને પામી રાત્રિભોજનનો ત્યાગ કરો.
૧૧૮
અભક્ષ્ય કદી ન ખવાય. अन्नतकायसन्धाने बहुबीजं च भक्ष्यकम् । आमगोरससम्मिश्रं च द्विदलं सूक्ष्मसत्त्वजम् ॥१॥ तुच्छफलं च वृताकं, रसेन चलितं तथा । अज्ञातफलमेतानि, ह्मभक्ष्याणि द्वाविंशतिः ॥ २ ॥