________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
૨ ૨૭ અને બાવીશ પ્રહરની છાશ ખાવા આપ્યા. અંધારું થઈ ચુક્યું હતું. ચાંડાલે ખાવા માંડ્યું. તેને સમજાઈ ગયું હતું કે આ બગડી ગયેલા સ્વાદવાળું કુત્સિત ભોજન છે. પણ છૂટકો ન હોઈ તેણે ભૂખને લીધે ખાઈ લીધું. વીતરાગદેવનું શાસન ભૂખને પણ જીતતા શિખવે છે. માત્ર માણસે પચ્ચકખાણ લેવાની ટેવ પાડવી જોઈએ.) ખાતાની સાથે તેનું સ્વાથ્ય બગડ્યું પછી તે સૂતો તે સૂતો જ, એ રાતે શૂલ ઉપડતા તે મૃત્યુ પામ્યો અને ગુણસુંદરની બહેનનાં ગર્ભમાં ઉત્પન્ન થયો. (ગુણસુંદરના બનેવી જીવતા હતા તે રાત્રે).
એકાદ દિવસ પછી ગુણસુંદર ચાંડાલોના વાડામાં થાવરને મળવા તેમજ પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવા ગયો. પણ થાવરને ત્યાં તો ઘોર આક્રંદન-રડારોળ સાંભળી કોઈને પૂછતા ખબર પડી કે થાવરનું અચાનક મૃત્યુ થયું છે. આકસ્મિક તેનું મૃત્યુ સાંભળી ગુણસુંદરને ખેદ થયો તેમજ જ્ઞાનીએ જે સંદેહ દૂર કરવા અહીં મોકલ્યો હતો તે પણ એમ ને એમ રહ્યો. વિમાસણમાં પડેલો તે બહેનને ઘેર આવ્યો. થોડા વખત પછી પોતાના ઘેર પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યો. બહેને પોતાની પરિસ્થિતિ જણાવતા કહ્યું – “વર્ષોના દાંપત્ય છતાં તારા બનેવીના જીવનના છેલ્લા દિવસે જ ભાગજોગે મને ગર્ભ રહ્યો છે. પ્રસૂતિ સુધી તું રોકાઈ જા. સારા નસીબે જો મને પુત્ર થાય તો તારા બનેવીની પ્રકટમાં અંતિમવિધિ કરી શકાય.” (અર્થાત્ તે ગુજરી ગયા છે, તેમ લોકોને જણાવી પણ શકાય.) બહેનના આગ્રહે ગુણસુંદર રોકાઈ ગયો. મહિનાઓ વીતવા લાગ્યા.
એક દિવસ તે દુકાને હતો ત્યારે કોઈ સ્ત્રીએ આવીને કહ્યું – “તમને તમારો ભાણેજ બોલાવે છે. સાંભળી ચકિત થયેલો ગુણસુંદર બહેનના ઘરે આવી જુવે છે. તો તરતનું જન્મેલું બાળક જેની આંખ પણ ઉઘડી નથી ને સ્પષ્ટ બોલે છે. બાળકે કહ્યું - “મામા, તમે થાવર ચાંડાલના ઘરે જાવ, તેની પત્ની તરતના જન્મેલા બાળકને મારી નાંખવા તૈયાર થઈ છે. તે બાળકને બચાવો.” આ સાંભળી ગુણસુંદર ત્યાં દોડ્યો. ખરેખર જ ચંડાલણી પોતાના પુત્રને મારી નાંખતી જ હતી. ગુણસુંદરે કહ્યું – “બાઈ ! શા કાજે બાળહત્યા કરે છે ? તે બોલી - “આ છોકરું મોટું અપશુકનીયાળ છે. તે ગર્ભમાં આવતાં જ મારા ધણી મૃત્યુ પામ્યા. જેમ જેમ ગર્ભ વધતો ગયો તેમ તેમ અમારા દુઃખ દાળદર પણ વધતાં ગયા. આનું મારે કામ નથી. મારે ઘણાં દીકરા-દીકરી છે.
આ સાંભળી ગુણસુંદરે ચાંડાલણીને ઘણું દ્રવ્ય આપી બાળકનું રક્ષણ કરાવ્યું. ગુણસુંદર પાછો ઘરે આવ્યો. નવજાત બાળકે પૂછ્યું – “કેમ મામા ! તમારો પેલો સંદેહ ભાંગ્યો ?' તેણે અતિઅચરજ ને નવાઈ પામી ના પાડવા ડોકું ધુણાવ્યું. ભાણેજે કહ્યું – “હું થાવર ચંડાળનો જીવ છું. તમને ધર્મની પ્રાપ્તિ થતા તમે પાત્ર બન્યા. તમારા જેવા પાત્રની સીધું-સામાન (રસોઇનો કાચો સામાન) આપી ભક્તિ કરવાથી આહલાદક અનુમોદનાપૂર્વક ભક્તિ કરવાથી તથા અભક્ષ્યનો નિયમ કરવાથી સાવધાનીપૂર્વક તે નિયમ પાળવાથી હું ચારકોટિ દ્રવ્યનો જન્મતાં જ સ્વામી થયો છું. તેમાં એક દિવસ વિરાધના થઈ હતી. મારી ચાંડાલ પત્નીએ મને તાજુ કહી વાસી ભોજન