________________
૨૦૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ सचित्त-दव्व-विगइ वाणह-तंबोल-वत्थ-कुसुमेसु ।
વાપા-સયા-વિજોવા-વંમ-લિસ--મત્તે, અર્થ:- સચિત્ત, દ્રવ્ય, વિગઈ, ઉપામહ, તાંબૂલ, વસ્ત્ર, કુસુમ, વાહન, શય્યા, વિલેપન, બ્રહ્મચર્ય, દિશિપરિમાણ, જ્ઞાન અને ભક્તપાન. આ ચૌદ પ્રકારે નિયમ ધારવામાં આવે છે.
ઉપરની ગાથાથી નિયમ ગણત્રી સહેલી પડે છે. તેમાં સજીવ એટલે સચિત્ત. તેમાં લોટની સચિત્ત મર્યાદા આ પ્રમાણે કહી છે. શ્રાવણ અને ભાદરવા માસમાં ચાળ્યા વિનાનો લોટ પાંચ દિવસ મિશ્ર રહે. આસો ને કારતકમાં ચાર દિવસ મિશ્ર રહે, માગસર ને પોષમાં ત્રણ દિવસ મિશ્ર રહે. માઘ ને ફાગણમાં પાંચ પહોર મિશ્ર રહે, ચૈત્ર ને વૈશાખમાં ચાર પ્રહર મિશ્ર રહે છે ને ત્યાર બાદ અચિત્ત થાય છે. પરંતુ જો લોટ ચાળવામાં આવે તો એક મુહૂર્ત (બે ઘડી) પછી અચિત્ત થાય છે. જ્યાં સુધી લોટના વર્ણ-ગંધાદિ બદલાય નહીં અથવા ઇયળ આદિ જીવાત પડે નહીં ત્યાં સુધી તે ગ્રાહ્ય રહે છે. (હવે પાણીનું સચિત્ત-અચિત્તપણે સમજાવે છે.)
કાચું પાણી તો સર્વથા સચિત્ત જ હોય છે. જો ગૃહસ્થ તેને સદા માટે છોડવા સમર્થ ન હોય તો તેણે એક બે આદિ ઘડાની ગણત્રીપૂર્વક પાણીના પરિમાણનો નિયમ કરવો. પાકા પાણીની પણ કાળમર્યાદા છે. તે માટે કહ્યું છે કે – અગ્નિ પર પાણી ત્રણ વાર ઉકળે ત્યારે પ્રાસુક થાય. તે પાણી સાધુ મુનિરાજોને કહ્યું. તે ગ્લાનાદિ માટે ત્રણ પ્રહર ઉપરાંત બે ઘડી રાખી શકાય છે. આ અચિત્ત પાણી મૂકવાનું સ્થાન જો યોગ્ય ઉચિત ન હોય તો તે એક મુહૂર્તની અંદર પાછું સચિત્ત થઈ શકે છે. જો ત્રિફળા, ચૂનો કે રાખ આદિથી જળ પ્રાણુક કરવામાં આવ્યું હોય તો તે નાખ્યા પછી ત્રણ મુહૂર્ત (છ ઘડી પછી) પ્રાસુક થાય છે અને ત્રણ મુહૂર્ત (છ ઘડી) સુધી જ પ્રાસુક રહે છે.
આમ શ્રી જિનંદ્રદેવે કહ્યું છે એવું રત્નસંચય નામક ગ્રંથમાં લખ્યું છે, વળી કહ્યું છે કે “ગ્રીષ્મ ઋતુમાં પાંચ પ્રહર પછી પાણી સચિત્ત થાય છે. શીતકાળમાં ચાર પ્રહર પછી જળ સચિત્ત થાય છે. અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ હોઈ ત્રણ પ્રહર પછી અચિત્ત પાણી સચિત્ત થાય છે. ઉપર જણાવેલી મર્યાદાથી વધારે વાર પ્રાસુક પાણી રાખવું હોય તો તેમાં ક્ષાર, ચૂનો અથવા બકરાની લીંડી નાખવી જોઈએ. તેથી પાણી સચિત્ત થતું નથી. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારનાં ૧૩૬ મા દ્વારમાં જણાવ્યું છે.
આ પાણી બાહ્ય (અગ્નિ આદિ) શસ્ત્રના સંપર્કથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ બદલાઈ જતાં અચિત્ત થાય પછી જ ઉપયોગમાં લેવાય, પણ સ્વાભાવિક (નૈસર્ગિક સંયોગને પામીને) પોતાની મેળે અચિત્ત થઈ ગયું હોય તે વાપરવું નહીં. મહાજ્ઞાનીઓ પણ બાહ્ય શસ્ત્રના યોગ વિના અચિત્ત થયેલા જળને ગ્રહણ કરતા નથી. કારણ કે તેમ કરવાથી ઘણા અનિષ્ટનો સંભવ થાય છે. વ્યવહારમર્યાદાની સીમા આવશ્યક બની રહે છે. તે વિના ઘણા દોષનો ભય રહે છે. આ બાબત નીચેના પ્રસંગથી સમજાશે.