________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આથી એમ સમજાય છે કે સ્ત્રી-ગૌ કે બાળહત્યા કરતાં પણ રાત્રિભોજનના પાપને વનમાળાએ વધુ મહત્ત્વ આપ્યું હતું. તેની વાત માન્ય કરતા જ વનમાળાએ લક્ષ્મણ પર વિશ્વાસ મૂક્યો હતો. તેથી રાત્રિભોજનના પાપને અતિઉગ્ર જાણી પાપભીરૂ આત્માએ તેનો તત્કાળ ત્યાગ ક૨વો, નિયમ કરવો.
૨૧૮
૧૧૭
રાત્રિભોજનનો પરિહાર આવશ્યક स्वपरसमये गर्भं, आद्यं श्वभ्रस्य गोपुरम् । सर्वशैरपि यत् त्यक्तं, पापात्म्यं रात्रिभोजनम् ॥ १॥
અર્થ :- સ્વશાસ્ત્ર (જિનાગમ) તથા પરશાસ્ત્ર (વેદ-પુરાણાદિ)માં જે નિંદા યોગ્ય છે, જે નરકના મુખ્ય દરવાજાની ઉપમા પામ્યું છે. જેને સર્વજ્ઞ પરમાત્માઓએ પણ ત્યજેલું છે તે રાત્રિભોજનને પાપમય માનીને છોડી દેવું.
અહીં સ્વશાસ્ત્રમાં નિંઘ કહ્યું તેનું પ્રબળ પ્રમાણ આપતા કહે છે કે - કેવળજ્ઞાની આદિ જ્ઞાની ભગવંતો તજ્જન્ય સૂક્ષ્મઆદિ જીવોને જોઈ શકે છે ને પ્રાસુક આહાર પણ જાણી શકે છે - અર્થાત્ કોઈ વાર, કોઈ જગ્યાએ નિર્જીવ અને પ્રાસુક આહારની ઊપલબ્ધિ શક્ય હોય તો પણ તેઓ રાત્રિભોજનનો અવશ્ય પરિહાર કરે છે. દીવા આદિના પ્રબળ અજવાળામાં કીડી આદિ જંતુઓ કદાચ જોઈ શકાય, સૂક્ષ્મજીવો તો જોઈ શકાય નહીં, તેની દયા ન પળાય ને પરિણામે મૂળવ્રતની વિરાધના થાય, માટે ભાર-પૂર્વક રાત્રિભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે, અન્ય શાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે –
मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते किमु ?
॥
અર્થ :– સામાન્ય સ્વજનના મરણથી પણ સૂતક લાગે છે તો સૂર્યના અસ્ત થવાથી ભોજન કેમ કરી શકાય ?
मद्यमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम् ।
2
ये कुर्वन्ति वृथा तेषां तीर्थयात्रा जपस्तपः ॥ २॥
"
અર્થ :— જેઓ મદિરા પીવે છે, માંસ ખાય છે, રાત્રિભોજન કરે છે અને કંદ-મૂળનું ભક્ષણ કરે છે તેઓની તીર્થયાત્રા તેમજ તપ-જપ નિષ્ફળ થાય છે.