________________
૨૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ઘણાં જીવો ઉદ્દભવે છે, કારણ કે શ્રાદ્ધદિનકૃત્યમાં જણાવ્યું છે કે
तज्जोणिअ जीवाणं, तहा संपाइमाणयं ।
निसिभत्ते वहो दिट्ठो सव्वदंसीहिं सव्वहा ॥ १ ॥ અર્થ:- તદ્યોનિજ એટલે (ચારે પ્રકારના) આહાર સ્વરૂપ યોનિથી ઉત્પન્ન થતા તેમજ સંપતિમ એટલે ઉપરથી પડતા અનેક ત્રસજીવોનો ચોખ્ખો વિનાશ રાત્રિભોજનમાં સર્વદર્શી તીર્થંકર પરમાત્માઓએ જોયેલો છે.
વિશેષે:- સાથવા આદિ રાંધેલા પદાર્થમાં નિગોદની જેમ ઉરણીકાદિ જીવો ઉત્પન્ન થાય છે. તેથી તે જીવો તયોનિજ (તે યોનિવાળા) કહેવાય છે, તથા સંપાતિમ એટલે ઉપરથી, બહારથી આવીને આહારમાં પડતા પતંગીયા, ફૂદા, કુંથુઆ, કીડી, મચ્છર આદિનો પણ નાશ થતો ભગવંત વીતરાગદેવે જોયેલો છે. શીતયોનિવાળા ત્રસજીવો ભૂમિ, વસ્ત્ર તેમજ આહારાદિમાં રાત્રિએ ઉપજે તેથી રાત્રિમાં અસંખ્ય જીવોનો ઘાત કહેલો છે. ઉઘાડા ભાગમાં (અગાશી આદિમાં) તો દિવસના શેષ આઠમા ભાગથી અષ્કાયના જીવોની વૃષ્ટિ થવા લાગે છે તે સવારે ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી રહે છે. તેથી આકાશસ્થળે જયાં છાપરું કે માથે છાયા ન હોય ત્યાં બેસીને ભોજન કરવામાં આવે તો ત્યાં અનંતજીવોના ઘાતનો પણ સંભવ થાય. કારણ કે, સિદ્ધાંતમાં કહ્યું છે કે, “જત્વ જલ તત્કવણું.” જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ પણ હોય જ. સાધારણ વનસ્પતિમાં અનંત જીવો હોય છે જ.
વળી રાત્રિભોજન કરતાં આ લોક સંબંધી પણ અનેક પ્રકારની હાનિ-પીડા થવાનો સંભવ થાય છે. જો ભોજનમાં કીડી ખવાઈ જાય તો બુદ્ધિનો નાશ થાય છે. માખી ખવાઈ જાય તો વમન થાય, જુ ખવાય તો જળોદર થાય. કરોળીયો ખાવામાં આવે તો કોઢ રોગ થાય. વળી રાત્રે વાસણ માંજતાં તેમજ એંઠવાડ નાખતા ઘણાં જીવો હણાય છે. ઈત્યાદિ રાત્રિભોજનમાં રહેલા દોષો એટલા છે કે કહેતા અંત ન આવે. છતાં થોડા કહેવામાં આવે છે.
કોઈ જીવ છન્નુભવ સુધી જીવહિંસા કરે તેટલું પાપ એક સરોવર શોષવાથી (તેનું પાણી બહાર કઢાવી નાંખવાથી કે બાળી નાંખવાથી) લાગે છે, એકસો આઠ ભવ સુધી તેવા સરોવર સૂકવનારને જે પાપ લાગે છે તેટલું પાપ એકવાર દાવાનળ લગાડનારને લાગે છે. એકસો ભવ સુધી દવ આપનારને જે પાપ લાગે તે એક કુવ્યાપાર કરનારને લાગે છે. એકસો ચુમ્માલીસ ભવપર્યત કુવ્યાપાર કરનારને જે પાપ લાગે છે તે એક કુકર્મીને લાગે છે. એકસો ચુમ્માલીસ ભવ સુધી કુકર્મીને જેટલું પાપ લાગે તેટલું એકવાર ખોટું આળ આપનારને લાગે છે. એકસો એકાવન ભવ સુધી ખોટું આળ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરનારને લાગે છે. નવ્વાણું ભવ પર્વત પરસ્ત્રી ભોગવનારને જે પાપ લાગે છે તે પાપ એકવાર રાત્રિભોજન કરનારને લાગે છે. આ પ્રમાણે રત્નસંચય નામના ગ્રંથમાં કહ્યું છે. તેનું તત્ત્વ બહુશ્રુત જાણે.