________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૧૫
પ્રસંગ આવશે.’ તેનું સમાધાન આમ સમજવું કે જળ વિના જીવનનિર્વાહ જ અટકી પડે. અર્થાત્ પાણી એ અશક્ય પરિહાર્ય હોઈ તેના વગર ચાલે એમ નથી. પણ બરફ આદિ વિના તો સુખે નિર્વાહ થઈ શકે તેમ છે. માટે તેનો નિષેધ છે જે આવશ્યક છે. બરફ આદિથી તરસ ઘટતી નથી પણ વધે છે.’
મૃત્તિકા એટલે માટી. તે પેટમાં ગયા પછી વિકલેંદ્રિય જીવો તો પેદા થઈ શકે, પણ ઝીણા દેડકા જેવા પંચેન્દ્રિય જીવોની પણ ઉત્પત્તિનું તે કારણ બને. માટી મહારોગોને પણ ઉત્પન્ન કરે છે. તેથી તે અભક્ષ્ય છે. માટી સર્વજાતની એમ કહ્યું એટલે ખડી, ગેરુ, હિરતાળ, કાળી, પીળી, રાતી આદિ તેના બીજા પ્રકાર પણ જાણવા. મીઠું (લુણ) પણ અગ્નિ આદિથી પ્રાસુક થયેલું હોય તો જ લેવું જોઈએ. મીઠું અચિત્ત થવાના અન્ય પ્રકાર પણ છે. શ્રાદ્ધવિધિમાં જણાવ્યું છે કે ‘કોઈ પણ સચિત્ત વસ્તુ સો યોજન ઉપરાંત જવાથી તેને મળતા આહારના પરમાણુના અભાવથી ભિન્ન ભિન્ન પાત્ર-વાહન આદિમાં ફરવાથી, પછડાવવાથી તથા પવન તેમજ ધૂમાડો લાગવાથી અચિત્ત થાય છે. લવણ આદિના સચિત્તપણાનો વિધ્વંસ થાય છે.’ વળી હિરતાળ, મણશીલ, પીપર, ખજુર, દ્રાક્ષ અને હરડે આમાંથી કેટલીક વસ્તુ ઉપર પ્રમાણે સો યોજન છેટે ગયા પછી ગ્રહણ કરાય છે ને કેટલીક ગ્રહણ કાતી નથી. આમાં ગીતાર્થ ગુરુઓનું વચન પ્રમાણ છે. લવણાદિક સો યોજન દૂર ગયા પછી શી રીતે અચિત્ત થાય ? તેનો ઉત્તર છે કે ‘જ્યાં તે પેદા થયું તે દેશનો આહાર ન મળવાથી, વિભિન્ન પાત્રાદિ-વાહનાદિમાં વારે વારે ફેરવવાથી, તથા વાયુ, અગ્નિ, તડકો તેમજ ધૂમાડો લાગવાથી તે અચિત્ત થાય છે.
સિદ્ધાંતમાં શસ્ત્રો ત્રણ પ્રકારના બતાવ્યા છે, સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર અને ઉભયકાયશસ્ત્ર. ખારું અને મીઠું પાણી ભેગું મળવાથી બંનેના જીવો હણાય. (પાણીથી પાણી હણાય) તે સ્વકાયશસ્ત્ર, અગ્નિ આદિ બીજા જીવોનો ઘાત કરે તે પરકાયશસ્ત્ર અને જળ-અગ્નિ ભેગા થવાથી કે જળ અને કાચી માટી ભેગા ભળવાથી બંનેના જીવો નાશ થાય તે ઉભયકાયશસ્ત્ર કહેવાય. પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે આદિ લવણની જેમ સો યોજન ગયા પછી અચિત્ત થવાનો સંભવ છે. પરંતુ તેમાંથી પરંપરા પ્રમાણે કેટલીક વસ્તુ ગ્રહણ કરાય ને કેટલીક નહીં. એટલે કે પીપર, હરડે આદિ ગ્રાહ્ય થાય છે. ત્યારે ખજુર દ્રાક્ષ આદિ સચિત્ત માનવામાં આવે છે. તે જ પ્રમાણે મીઠું (લવણ) પણ અગ્નિ આદિથી અચિત્ત થયેલું જ વાપરવું. અપક્વ વાપરવું નહીં કારણ કે તે અભક્ષ્ય છે. હવે ચઉદમું રાત્રિભોજન નામક અભક્ષ્ય કહે છે –
चतुर्विधं त्रियामायामशनं स्यादभक्ष्यकम् ।
यावज्जीवं तत् प्रत्याख्याद्, धर्मेच्छुभिरुपासकैः ॥ १ ॥
અર્થ :- રાત્રિમાં ચાર પ્રકારનું અશન અભક્ષ્ય છે, માટે ધર્મની ઇચ્છાવાળા ઉપાસકોએ જીવનપર્યંત તેના પચ્ચક્ખાણ કરવા. ચાર પ્રકારનું અશન એટલે અશન, પાન, સ્વાદિમ ને ખાદિમ. આ ચાર પ્રકારનું ખાદ્ય-પેય રાત્રિમાં અભક્ષ્ય છે ને સૂર્યાસ્ત થતાં આ ખાદ્ય સામગ્રીમાં
ઉ.ભા.-૨-૧૫