________________
૨૦૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
જ્યાં એક પર્યાપ્ત જીવ હોય છે. ત્યાં અસંખ્ય અપર્યાપ્ત જીવ પણ હોય છે, અને સૂક્ષ્મમાં જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય છે ત્યાં નિયમા (નિશ્ચયે) અસંખ્ય પર્યાપ્તા જીવ હોય છે.” તેવી જ રીતે પ્રજ્ઞાપના સૂત્રમાં પણ જણાવ્યું છે કે – વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય છે અને સાધારણ (અનંતકાય) વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે. આમ નાગરવેલના એક પાન આદિમાં અસંખ્ય જીવો હણાય છે. તથા તેને આશ્રિત લીલ-ફૂલના સંભવથી અનંત જીવો હણાય, માટે પાનનો અવશ્ય ત્યાગ કરવો.
છઠ્ઠો નિયમ વસ્ત્ર, અર્થાત્ પંચાંગવેશ. તેમાં રાતનું ધોતીયું કે રાત્રે પહેરવાનું વસ્ત્ર ગણવું નહીં.
સાતમા નિયમમાં પુષ્પ (અત્તર-સેટ-ઍ-એસેંસ આદિ) જે માથામાં નાખવા કે હાર બનાવી ગળે પહેરવા કામ લાગે છે, તે સુંઘવાનો નિયમ કે ત્યાગ કરવો. તેનો ત્યાગ કર્યો હોય છતાં તે શ્રી જિનેશ્વરદેવની પૂજામાં કહ્યું છે.
આઠમો નિયમ વાહન, ઢોર, માણસ કે યંત્રથી ચાલતા-ઉડતા કોઈપણ જાતના વાહનનો નિયમ કરવો.
નવમો નિયમ શયન. એટલે ખાટલા-પલંગ આદિનો તેમજ શવ્યાનો નિયમ કરવો. (ખુરશી, કોચ, બાંકડા, સોફા વિ. પર બેસવાનો નિયમ કરવો.)
દશમો નિયમ વિલેપન એટલે શરીરને સુગંધી આદિ પદાર્થોનું વિલેપન કરવું. ચંદન અત્તર, તેલ, કુલેલ (સ્નો પાવડર આદિ) શરીરે ચોપડવાનો નિયમ કે ત્યાગ કરવો.આ નિયમ કર્યા છતાં પ્રભુજીની પૂજાદિ પ્રસંગે પોતાને લલાટે તિલક કરવું, હાથે કંકણાદિ કરવાં ને ધૂપથી હાથ ધૂપવા ઇત્યાદિ કલ્પ છે.
અગ્યારમો નિયમ બ્રહ્મચર્ય, એટલે રાતે કે દિવસે પોતાની વિવાહિત પત્ની (કે પતિ) સંબંધી અબ્રહ્મની મોકળાશ ટાળવી અને અબ્રહ્મ સેવનનું પ્રમાણ કરવું.
બારમો નિયમ દિપરિમાણ, દિશાઓમાં જવાનો નિયમ તે છઠ્ઠા દિગ્વિરતિ વ્રત પ્રસંગે લખાયું છે તથા દશમા વ્રતમાં જણાવાશે.
તેરમો નિયમ સ્નાન એટલે તેલમર્દન કરી કે કર્યા વિના આખા શરીરે ન્હાવું તેની ગણત્રીમર્યાદા કરવી.
ચઉદમો નિયમ ભત્ત એટલે રાંધેલું ધાન્ય. ભોજન તેમજ સુખડી આદિ સમજવા અને તેનો બે-ત્રણ આદિ શેર (કીલો) પ્રમાણે કરવું.