________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
અહીં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ માટે ઉપયોગમાં લેવા માટે તે તે વસ્તુના જુદા જુદા નામપૂર્વક છૂટ રાખી યથાશક્તિ નિયમ કરવો. ઉપલક્ષણથી બીજા પણ ફળ, શાક આદિનો યથાશક્તિ નિયમ કરવો.
૨૧૦
ઉપર પ્રમાણે જેણે ચૌદ નિયમ પૂર્વે સ્વીકાર્યા હોય અર્થાત્ જીવનપર્યંત માટે આ નિયમ લીધાં હોય અથવા ન લીધા હોય તેણે પ્રતિદિવસ સાંજ-સવારે આવશ્યકતા શક્તિ અનુસાર આ નિયમોનો સંક્ષેપ કરવાનો હોય છે. રોજ સવારે તે તે વસ્તુના સ્પષ્ટ નામ લઈને તેનો નિયમ કરવો અને સાંજે તેનો સંક્ષેપ કરવો. આ પ્રમાણે નિયમ ધારવાના વિષયમાં કુમારપાળ રાજાનો પ્રબંધ આ પ્રમાણે છે ઃ
ગૂર્જરપતિ મહારાજ કુમારપાળ સાતમા વ્રતમાં ચૌદે નિયમ રોજ ધારતા હતા. તેઓ સચિત્તમાં માત્ર નાગરવેલના પાનના આઠ બીડા રાખતા હતા ને રાત્રે તો ચારે પ્રકારના આહારનો ત્યાગ (ચવિહાર) કરતા હતા. વર્ષાઋતુમાં વિગઈમાં માત્ર ઘી વિગઈની છૂટ રાખતા, સર્વ પ્રકારની લીલોતરીનો ત્યાગ કરતા. તપમાં તેઓ સર્વદા એકાસણું કરતા. પારણા-ઉત્તર પારણાના દિવસોમાં બ્રહ્મચર્ય પાળતા તથા સર્વપર્વમાં શિયળ પાળવું. સચિત્તનો તથા વિગઈનો ત્યાગ કરવો. ઇત્યાદિ નિયમોમાં તે તત્પર રહેતા. જો કે રાજાને સૃહા નહોતી છતાં રાજધર્મ-સિંહાસનની પરવશતાને લઈ તેઓ ભોગોપભોગમાં પરિમિત અને નિષ્પાપ ભોગોપભોગ સેવતા હતા. આ પ્રમાણે ઉત્તમ રીતે વર્તતા હોઈ તેમણે પંદરકર્માદાનથી આવતી આવકનો નિષેધ કર્યો હતો - તે સંબંધી લખાયેલ પટ્ટા તેમણે ફડાવી નાંખ્યા હતા.
આ પ્રમાણે ભોગોપભોગમાં વિરક્ત અને પરાયા ધનમાં નિઃસ્પૃહ શ્રી કુમારપાલ મહારાજાએ સાતમું વ્રત ઉત્સાહથી સ્વીકાર્યું હતું-આદર્યું ને પાળ્યું હતું.
૧૧૫
ભોગોપભોગવ્રતે ચાર મહાવિગઈ ત્યાગ
मद्यं द्विधा समादिष्टं मांसं त्रिविधमुच्यते । क्षौद्रं त्रिधापि तत् त्याज्यं, म्रक्षणं स्याच्चतुर्विधम् ॥ १ ॥
અર્થ ::- મઘ (મદિરા) બે પ્રકારનું છે, માંસ ત્રણ પ્રકારનું હોય છે, મધ ત્રણ પ્રકારનું અને
માખણ ચાર પ્રકારનું હોય છે, આ ચાર મહાવિગઈ કહેવાય છે. ચારે ત્યાગ કરવા યોગ્ય છે.
વિશેષાર્થ :[ :- આ ચારે મહાવિકૃતિઓને અભક્ષ્ય જાણી વિવેકી જીવોએ તેનો ત્યાગ કરવો. કારણ કે તેમાં તત્સમાન રંગના (તેથી ન જોઈ શકાય તેવા) અનેક જીવો ઉત્પન્ન થયા કરે ને નાશ પણ પામ્યા કરે છે.