________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
મહાનંદકુમારની કથા અવંતીનગરીમાં ધનદત્ત નામે કોટ્યાધિપતિ શેઠ વસતા હતા, તેઓ જેવા ધનવાન હતા તેવા ધર્મિષ્ઠ પણ હતા. તેમને એક પુત્ર થયો, તેનું જયકુમાર નામ પાડવામાં આવ્યું. નામ પાડતી વેળાએ શેઠે જ્ઞાતીય ગૌત્રીય તેડાવ્યા ને મોટો ઉત્સવ કર્યો, અન્નપ્રાશન આદિ સંસ્કારોમાં પણ ઘણો વ્યય કર્યો. કારણ કે રાગ, પ્રેમ, લોભ, અહંકાર અને કીર્તિના કારણે બધા વ્યય કરવા તૈયાર થાય છે. ત્યારે બધો મામલો ધર્મ પર જ આધારિત હોય છે.
જયકુમાર મોટો થતાં સ્વચ્છંદી, વ્યસની અને ઉડાઉ નિવડ્યો. તેણે પિતાનો ઘણો વૈભવ ખલાસ કર્યો. કહ્યું છે કે – “વ્યસનરૂપ આગમાં ધનરૂપી ઘીની આહૂતિ પડતા તે વ્યસનાગ્નિ ભભૂકી ઉઠે છે, ને જ્યાં એ અગ્નિમાં દરિદ્રતારૂપી પાણી પડે છે કે તરત ઓલવાઈ જાય છે.
છેવટે ઘરમાં ને આસપાસ તે ચોરી કરતો પણ થઈ ગયો. એકવાર તે પાસેના શ્રીમંત શેઠને ત્યાં ચોરી કરવા ગયો ને સર્પદંશથી તેનું મૃત્યુ થયું. સવારમાં ચોરના પિતાને પકડવામાં આવ્યા. પણ મહાજને રાજાને વિનંતિ કરી કે “શેઠનું ઘર-ઘરાણું ઘણું મોટું છે, પણ કર્મસંયોગે પુત્ર એવો પાક્યો. આમાં આમનો શો વાંક.” ને શેઠને છોડાવ્યા. શેઠને સારો એવો આઘાત લાગ્યો.
ત્યાર પછી ધનદત્ત શેઠને બીજું સંતાન થયું જ નહીં. એટલે પત્નીએ બીજીવાર લગ્ન કરવા આગ્રહ કર્યો. પણ શેઠને તો પુત્ર તરફથી ભયંકર ફડક પેસી ગઈ હતી. કે કદાચ પાછો એકાદ આવો દુષ્ટ નીકળે તો? જે માણસને દુર્જનની દુષ્ટતાનો અનુભવ થઈ ગયો હોય તે પ્રાયઃ સજ્જનથી પણ ડરતો ફરે છે. જેમ દૂધથી દાઝેલું બાળક છાશને પણ ફૂંકીને પીવે છે તેમ. એકવાર અવસર જોઈ પદ્માશેઠાણીએ કહ્યું - “નાથ ! તમે ખોટો ભય રાખો છો. બધા પુત્રો કાંઈ આવા હોતા નથી. શાસ્ત્રમાં ચાર પ્રકારના પુત્રની વાત આવે છે. પહેલા અભિજાત એટલે બાપાથી અધિકા થાય. બીજા અનુજાત એટલે બાપ જેવા થાય. ત્રીજા અપાત એટલે બાપાથી થોડા ઉતરતા થાય અને ચોથા કુલાંગાર એટલે કુળમાં અંગારા જેવા થાય. તેમાં પ્રથમ પંક્તિના પુત્રો શ્રી ઋષભદેવ ભગવાન જાણવા. બીજા પ્રકારના (ભરત મહારાજાના પુત્ર) સૂર્યયશા આદિ જાણવા, ત્રીજા પ્રકારના સગરચક્રવર્તિના પુત્ર જહનુકુમાર આદિ જાણવા તથા ચોથા પ્રકારના પુત્ર કોણિક રાજા વગેરે જેવા જાણવા.
અર્થાત્ શેઠાણીએ આગ્રહપૂર્વક યુક્તિસંગત રીતે કહ્યું કે - “બધાં ઝાડ કાંઈ કાંટાવાળા હોતા નથી માટે નવું લગ્ન કરો. અંતે શેઠે એક શ્રીમંત શેઠની કુમુદવતી કન્યા જોડે લગ્ન કર્યા.
' ક્રમે કરી તે સગર્ભા થઈ. તેને સ્વમ આવ્યું કે તેનું કાંસાનું રાતું કચોળું કોઈ ઊઠાવી ગયું.” તે સાંભળી ધનદત્તે કહ્યું – “આપણો પુત્ર કોઈ લઈ જશે.' પૂર્ણ સમયે પુત્ર જન્મ્યો, એટલે પુત્રના નામથી જ ગભરાઈ ગયેલા શેઠે કોઈ જીર્ણ ઉદ્યાનમાં છોડી દીધો, ત્યાં આકાશવાણી થઈ કે “શેઠ ક્યાં ચાલ્યા? પુત્ર તમારી પાસે હજાર રૂપિયા માંગે છે, આપીને જાવ' ભયવિહ્વળ શેઠ તરત તેટલું