________________
૨૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ દ્રવ્ય લાવીને ત્યાં મૂકી ગયા. માળીએ ધનવાળું બાળક પોતાનું કરી પાળ્યું. કહ્યું છે કે “માણસ નથી ઇચ્છતા તે આવી પડે છે ને ઇચ્છિત માટે લાખ પ્રયત્નો પણ નિષ્ફળ જાય છે, આ કેવી વિધિની વિચિત્રતા !'
થોડાક સમય પછી શેઠને એવા જ સ્વપ્રથી સૂચિત બીજો પુત્ર થયો. તેને પણ તજવા ગયા ત્યાં પાછી વાણી સંભળાઈ “આ દીકરાનું તમારા માથે દશ હજારનું ઋણ છે, આપીને જાવ.” પુત્રથી છૂટવા શેઠે તેમ કર્યું. આ પુત્ર અને ધન કોઈ શેઠીયાને સાંપડ્યાં.
પછી શુભ સ્વપ્રથી સૂચિત ત્રીજો સુલક્ષણો પુત્ર જન્મ્યો. કુમુદવતીએ ઘણાં કાલાવાલા કર્યા કે “આ પુત્ર તો ઘરે રહેવા દો. છતાં શેઠ તો મૂકવા ચાલ્યા. એ જ્યાં છોડવા ગયા ત્યાં દિવ્ય વાણી સંભળાઈ “અરે શેઠ ! આ બાળક પાસે તમારું અનર્ગળ દ્રવ્ય લેવું નીકળે છે, તો પછી શા માટે આને છોડો છો.” આ સાંભળી પ્રસન્ન થયેલા શેઠ પુત્ર સાથે ઘરે પાછા ફર્યા અને પત્નીને પુત્ર સોંપ્યો. તેનું નામ મહાનંદ પાડવામાં આવ્યું. ક્રમે કરી મહાનંદ યુવાન થયો. સર્વ કળાઓનો જાણ થયો. કિશોર-અવસ્થામાં જ સમ્યકત્વ સહિત બારવ્રતધારી શ્રાવક થયો. છઠ્ઠાવ્રતમાં તેણે ચારે દિશામાં સો સો યોજન સુધી જવાની મર્યાદા કરી. ધામધૂમથી તેના લગ્ન કરવામાં આવ્યા. વ્યાપારમાં તેણે અઢળક ધન ઉપાર્જન કર્યું. કહ્યું છે કે
दातव्यलभ्यसम्बन्धो, वज्रबन्धोपमो ध्रुवम् । ઘનશ્રેણી દૃષ્ટાન્ત-સ્ત્રીપુત્ર-સુપુત્રયુવઃ III
-- અર્થ:- આ જગમાં લેણાદેણીનો સંબંધ ખરેખર વજબંધની ઉપમા જેવો છે. અહીં ત્રણ કુપુત્ર અને એક સુપુત્ર સહિત ધનશેઠનું દૃષ્ટાંત સ્પષ્ટ છે.
મહાનંદકુમારનું દષ્ટાંત યુવાનવયમાં મહાનંદકુમારે સાત કરોડ દ્રવ્ય સાતક્ષેત્રમાં વાપર્યું.
એકવાર કોઈ યોગીને આકાશગામિની વિદ્યાની સાધના માટે ચપળ-બુદ્ધિશાળી અને તેજસ્વી ઉત્તરસાધકની જરૂર હતી. ઘણી તપાસ પછી મહાનંદકુમાર જોવામાં આવ્યો. તેનાથી પરિચય કરી તેણે કહ્યું – “પુણ્યશાલી! મારે એક મહાવિદ્યા સિદ્ધ કરવાની છે. તમે ઉત્તરસાધક બનો તો તે થઈ શકે.” સ્વભાવથી જ પરગજુ તે કુમારે હા પાડી અને નિશ્ચિત રાત્રિએ તે યોગી સાથે પહાડોની વચ્ચે આવી ઊભો. યોગીએ સ્થિર મંત્ર જાપ આરંભ્યાં અને મહાનંદ સાવધાન થઈ તેની રક્ષા કાજે ઊભો રહ્યો. મધ્યરાત્રિ વીત્યે વિદ્યાદેવી પ્રકટ થઈ બોલી - “હે યોગી! જાપબળથી આકૃષ્ટ થઈ હું આવી તો છું પણ તમે ભાગ્યહીન હોઈ તમને કાંઈ ફળ મળી શકતું નથી. હું એમ જ પાછી પણ જઈ શકતી નથી. માટે આ ઉત્તરસાધકને વિદ્યા આપું છું. કારણ કે કર્મની રેખાને વિધાતા પણ ઓળંગી શકે નહીં.' કહ્યું છે કે