________________
૨૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ દુઃખી થઈ ત્યાં ભટકવા લાગ્યો. એમ કરતાં એક વાર ચારણશ્રમણ મુનિનો ભેટો થઈ ગયો. તેમને વંદન કરી તે પાસે બેઠો. મુનિએ પૂછયું – “ભદ્ર ! આવાં નિર્જન અને ઘોર સ્થાનમાં તું ક્યાંથી આવી ચડ્યો?” ચારુદત્તે પોતાની બધી વીતક ને દુઃખ તેમને કહ્યું. ગુરુ મહારાજે કહ્યું - “આ લોભને દિશાપરિમાણ નાથી શકે છે ને તેથી તને શાંતિ મળે તેમ છે. ચારુદત્તે તરત શ્રદ્ધાપૂર્વક તે વ્રત લીધું.
એટલામાં આકાશમાર્ગેથી એક દેવે આવી પ્રથમ ચારુદત્ત અને પછી મુનિને વંદન કર્યું. એ સમયે બે વિદ્યાધર પણ મુનિવંદના માટે આવેલા, ચોખ્ખો જ અવિવેક જોઈ તેમણે કહ્યું - ‘દેવ! તમારા વિવેકમાં કાંઈ કહેવાપણું હોય તો નહીં. છતાં આ ગૃહસ્થને પ્રથમ કેમ નમ્યા?” દેવે કહ્યું - પૂર્વ પિપ્પલાદ નામના ઋષિ હિંસામય યજ્ઞ અને પાપમય શાસ્ત્રોનો પ્રચાર કરી નરકે ગયા. (આ કથા બીજાવ્રતના પ્રસંગે વસુરાજાની કથામાં જણાવેલ છે) પિપ્પલાદ નરકાયુ પૂર્ણ કરી પાંચ ભવ સુધી ઘેટા બકરા થયા ને યજ્ઞમાં હોમાયા. છઠ્ઠા ભવે પણ ઘેટો થઈ અકાળે હણાયો, પણ આ મારા ધર્મદાતા ગુરુએ મરતા પહેલાં મને નવકાર અને અનશન આપ્યાં. તેના મહિમાથી હું સ્વર્ગ પામ્યો. તે જ હું દેવ છું. અવધિજ્ઞાનથી બધું જાણી નવકારમંત્રનો મહિમા કહેવા અને ધર્મદાતા ગુરુને વાંદવાં અહીં આવ્યો છું. મારા પર આ ગૃહસ્થનો પણ મહાઉપકાર હોઈ મેં તેમને પ્રથમ નમસ્કાર કર્યા અને પછી મહાદયાળુ આ મુનિરાજને વંદના કરી. આ વાત જાણી ચારુદત્તને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પ્રાંતે તેમણે દીક્ષા લઈ તપ આદિ કરી શ્રેય સાધ્યું.
જેમ ચારુદત્ત વ્રતાદિ ન પામ્યો ત્યાં સુધી અનેક વિકટ અને દુર્ગમ સ્થાનમાં ભટકી ભટકી દુઃખ પામતો રહ્યો. તેમ જેઓ દિશાપરિમાણવ્રત નહિ લે તે લોભ-પરિગ્રહની પીડા પામતા રહેશે. એકલો ક્લેશ તેમને સતાવતો રહેશે. માટે સઘળી વ્યથામાંથી ઉગરવા ભવ્યજીવોએ છઠું દિગ્વિરતિવ્રત અવશ્ય સ્વીકારવું જોઈએ.
૧૧૩
દેટવતી તે સાચો શૂરા स्वल्पकार्यकृतेप्येके, त्यजन्ति तृणवद्वतम् ।
दृढव्रता नराः केचित्, भवन्ति सङ्कटेऽप्यहो ॥१॥ અર્થ - કેઈક સત્વહીન કાયર માણસો સામાન્ય કાર્ય માટે પણ સ્વીકારેલ વ્રતને તણખલાની જેમ છોડી દે છે. ત્યારે કેટલાક સત્ત્વશાળી આત્માઓ ઘોરવિપત્તિ મહાસંકટમાં પણ દઢતાપૂર્વક વ્રતને વળગી રહે છે. આ વિષયમાં મહાનંદકુમારની કથા આ પ્રમાણે છે.