________________
૧૯૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
માલિકે મોટા દલ-બલ સાથે ગુજરાત ઉપર ચડાઈ કરી, ગુર્જરનરેશ કુમારપાળે જ્યારે આ વાત જાણી ત્યારે તેઓ મંત્રીમંડળ સહિત ચિંતામાં પડ્યા. છેવટે કોઈ જ રસ્તો ન જડતાં ઉપાશ્રયે આવ્યા. વિનયપૂર્વક ગુરુમહારાજ શ્રી હેમાચાર્ય મહારાજને વાંઘા ને પ્રાર્થના કરતાં કહ્યું – ‘ભગવન્ ! મોટું ધર્મસંકટ આવ્યું છે. જો હું યવનના અધિપતિ સામે નથી જતો તો દેશનો ભંગ અને પ્રજાને અસાધારણ પીડા થાય છે. જો તેની સામે જાઉં છું તો મારો નિયમભંગ થાય છે. શું કરું ? કશું સમજાતું નથી.
શાંતિથી રાજાની વાત સાંભળી એવી જ શાંતિથી ગુરુ મહારાજે કહ્યું - રાજન્ ! તમે આરાધેલો ધર્મ અવશ્ય તમારી રક્ષા કરશે' માટે કાયર પુરુષને યોગ્ય ભય, ચિંતા અને દુઃખની લાગણીથી તમારા આત્માને બચાવો ને ધર્મને શરણે જાવ' ગુરુ મહારાજ પાસે ધીરજ મેળવી રાજા હળવો થઈ ગયો. પછી આચાર્ય મહારાજ પદ્માસને આરાધનામાં બેઠા. ધ્યાનમાં અડગ અને સ્થિર થયા. એકાદ મુહૂર્ત જેટલો કાળ વ્યતીત થતા આકાશમાર્ગે પલંગ આવતો ને ઉપાશ્રયના ચોકમાં ઉતરતો વિસ્મિત રાજાએ જોયો, પલંગ અને તેમાં પોઢેલા કોઈ બળવાન માણસ જોઈ સાશ્ચર્ય રાજાએ પૂછ્યું - ‘ભગવન્ ! આ શું ? આ કોણ ?' ગુરુમહારાજે યથાર્થ વાત કહી કે ‘આ યવનપતિ પોતે જ છે.' આકર્ષણી વિદ્યાના પ્રયોગથી તેના પડાવમાંથી ઉંઘતો જ ખેંચાઈને અહીં આવી ગયો છે.' એટલામાં જાગી ઊઠેલો બાદશાહ આંખો મસળી મસળીને જોવા લાગ્યો, પ્રતિભાશાળી આચાર્ય મહારાજ અને સિંહ જેવા ટટ્ટાર રાજાને તેમજ પોતાને સાવ એકલો જોઈ તે ભય અને વિમાસણમાં પડ્યો. મારો પડાવ, મારું સૈન્ય, અરે બધુંય ક્યાં ચાલ્યું ગયું. આ મહાયોગીરાજ જેવા અને આ પરાક્રમી સિંહ જેવો કોણ હશે ?' ઇત્યાદિ ચિંતવતો તે પલંગ પરથી ઉતર્યો અને દિજ્ઞમૂઢ થઈ ચારે તરફ જોવા લાગ્યો. આચાર્ય મહારાજે કહ્યું, ‘યવનરાજ ! શું વિચારો છો ? જે રાજા પોતાની પૃથ્વી ઉપર ધર્મનો મહિમા વધારે, ધર્મનું એકછત્ર સામ્રાજ્ય ધારે તેને દેવો પણ સહાય કરે છે. જો પોતાનું હિત કરવું હોય તો દેવતાઓ પણ જેની શક્તિ સામે સમર્થ થઈ શકતા નથી. જેની શક્તિને ઓળંગી શકતા નથી એ વજ્રપંજર જેવા ધર્માત્મા રાજાને શરણે જાવ.’
આચાર્યદેવની ધીર-ગંભીર વાણી સાંભળી બાદશાહ તરત પરિસ્થિતિ પામી ગયો. ભય, ઉદ્વેગ અને લજ્જાથી નિસ્તેજ થયેલા તેણે પહેલા સૂરિરાજને અને પછી ગુર્જરનાથને પ્રણામ કર્યા. પછી બોલ્યો - ‘હે રાજા ! મારી ભૂલ થઈ તમને સમજવામાં, મારા અપરાધની ક્ષમા આપો. જીંદગીભરની હું તમારી સાથે સંધી કરું છું. હું અત્યારે તમારા પૂરા તાબામાં છું. આવા આક્રમક માટે ઘોર દંડની જોગવાઈ તમારી પાસે હશે, પણ હું મારા પ્રાણની ભીખ માંગું છું. મને બચાવી ‘જગજીવપાલક’નું તમારું બિરૂદ સાર્થક કરો. પહેલા પણ તમારી ધર્મવૃત્તિ અને પરાક્રમની વાત સાંભળી હતી. છતાં હું અહીં આવ્યો. તમારી આજ્ઞા જીવનભર માથે ઉપાડીશ. તમે મારી છાવણીમાં મને પહોંચાડો. તમારૂં શ્રેયઃ થાવ. આવા જાપ્તા અને આટલા માણસો વચ્ચેથી મને ઉપાડ્યો તો મને ક્યાંય દરિયામાં નાખી પણ શકો. પણ મને બચાવો.' રાજા કુમારપાળે કહ્યું - ‘યવનરાય ! તમે કહ્યું તે સાવ સાચું છે. પરંતુ કોઈને મારવા દબાવવા એ કાંઈ બહુ મોટી વાત નથી, મોટી