________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૯૭
વાત તો રક્ષાની છે. હવે મારી એક આજ્ઞા છે અને તે તમારે પાળવી જોઈશે.”
યવને કહ્યું – “આપ ફરમાવશો તે કરીશ. રાજાએ કહ્યું – “તમારા દેશમાં છ મહિના સુધી સંપૂર્ણ અમારિ (અહિંસા) પળાવો-પ્રવર્તાવો તો હું તમને છોડું, બસ મારી આટલી આજ્ઞા છે. એનો અમલ થાય એ જરૂરી છે. હું બળથી કે છળથી જીવરક્ષા કરાવવામાં માનું છું. એમ કરવાથી તમને અને મને બંનેને મહાલાભ ને મોટું પુણ્ય મળશે. યવનરાજ મહાશક્તિશાળી રાજાનું વચન ઉલ્લંઘવા સમર્થ નહોતો. એણે સ્વીકાર કરી મિત્રતાનો હાથ લાંબો કર્યો. કુમારપાળે મહેલમાં તેડાવી ત્રણ દિવસ સુધી યવનપતિનો સત્કાર કર્યો. શુદ્ધ સાત્વિક આહારમાં કેટલો સ્વાદ અને કેવી શક્તિ રહેલી છે તે પણ જણાવ્યું. જીવદયા સંબંધી જ્ઞાન અને ઉપદેશ આપ્યો. અંતે સારી રીતે વિદાય આપી, સાથે પોતાના અંગત માણસો ને અધિકારી મોકલ્યા. જેઓ છ માસ ગઝનીમાં વસ્યા ને જીવદયાનું કડક પાલન કરાવ્યું. પછી યવનરાજાએ આપેલ ઉત્તમ જાતિવાન ઘોડા વગેરેની ભેટ લઈ કુમારપાળ રાજા પાસે પાટણ આવ્યા. બધી ઘટનાઓ તથા જીવદયાની વાત સાંભળી રાજા રાજી થયા.
આ પ્રમાણે સકલ રાજરાજેશ્વરથી તથા મુનિરાજોથી સ્તુતિ કરાયેલા માર્ગે ચાલનારા કુમારપાલ ભૂપાલે સેંકડો કષ્ટ સહીને પણ છવ્રતનું પાલન કર્યું.
૧૧૨
આ વ્રત લોભને પણ નાથે जगदाक्रममाणस्य, प्रसल्लोभवारिधेः ।
રત્નને વિષે તેન, યેન વિવિરતિઃ વૃતા છે ? અર્થ :- જેણે દિશાની મર્યાદા કરી તેણે આખા સંસાર પર આક્રમણ કરતા અને ચારે તરફથી પ્રસાર પામતા લોભરૂપ સમુદ્રને પણ અલના પહોંચાડી છે.
વિશેષાર્થ :- આ લોભરૂપી સાગર વિવિધ કલ્પના કરવાથી પ્રસાર પામે છે. તે આખા સંસારને દબાવે છે. કારણ કે જે લોભને આધીન થાય છે તેને કઈ ઇચ્છા થતી નથી? તે તો ઇંદ્ર, ચક્રવર્તિ તથા પાતાળાધિપતિ નાગેન્દ્રને તેના સ્થાનમાંથી નસાડી પોતે તેમનું સ્થાન મેળવી લેવાના મનોરથો સેવતો હોય છે. માટે લોભ આખા જગતને દબાવે છે એમ કહ્યું. આ લોભરૂપી પ્રબળ સાગરની અલના જેણે દિગ્વિરતિવ્રત લીધું હોય તે જ કરી શકે. કેમકે તે પોતે નિયત કરેલી સીમાથી આગળ જવા ઇચ્છતો પણ નથી અને પ્રાયઃ તે સીમાની બહાર રહેલ સોનું-રૂપું-ઝવેરાત, ધન-ધાન્યાદિનો તે લોભ કરતો નથી. જેને આ નિયમ નથી હોતો તે તો તૃષ્ણાનો ભમાવ્યો બધે ભમ્યા કરે છે. આ વિષયમાં ચારુદત્તની વ્યથા ભરી કથા આ પ્રમાણે છે.