________________
૧૮૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
આ રીતે વિદ્યાપતિ શ્રેષ્ઠીનું આ ઉદાહરણ સાંભળી ધર્મની ભાવનાવાળા જીવોએ પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું વ્રત ગ્રહણ કરવા તત્પર થવું.
૧૦૦ ઇચ્છા પરિમાણના અતિચાર धनधान्यस्य कुप्यस्य, गवादेः क्षेत्रवास्तुनः ।
तारस्य हेम्नश्च संख्यातिक्रमोऽत्र परिग्रहे ॥१॥ અર્થ - (૧) ધન-ધાન્ય, (૨) કુષ્ય એટલે સામાન્ય બીજી ધાતુઓના વાસણ આદિ, (૩) ગાય આદિ પશુઓ તથા દાસ-દાસીઓ, (૪) ક્ષેત્ર (ખેતરાદિ). વાસ્તુ એટલે મકાન-નગરાદિ. (૫) સોનું-રૂપું આદિ આ પાંચેના પરિમાણ-મર્યાદાનો અતિક્રમઉલ્લંઘન. પાંચમા વ્રતના આ પાંચ અતિચાર છે.
વિશેષાર્થ :- ધન ચાર પ્રકારનું છે. ૧ ગણિમ એટલે ગણી શકાય તેવું. રૂપિયા તથા જાયફળ, સોપારી આદિ. ૨. ધરિમ-તોળીને આપી-લઈ શકાય તેવું. જેમ કે કેશર, ગોળ આદિ. ૩. મેય-માપીને લેવડદેવડ થઈ શકે તેવું. તેલ તથા મીઠું (લવણ) આદિ અને ૪. પારિચ્છેદછેદીને કે પરીક્ષા કરીને લઈ-દઈ શકાય, તે, જેમ કે વસ્ત્ર આદિ તથા રત્ન વગેરે.
ધાન્ય એટલે ડાંગર, ઘઉં, ચોખા આદિ સામાન્ય રીતે ચોવીશ પ્રકારના ધાન્યમાં પરિમાણનો અતિક્રમ કરવો તે પ્રથમ અતિચાર છે. એટલે ધન-ધાન્યાદિના મૂડા-માપ પાલી આદિથી પરિમાણ બાંધ્યા પછી-નિયમ કર્યા પછી લોભવશ તે મુડા, માપ કોઠી આદિ મોટા ભરે-બાંધે ઇત્યાદિ. પ્રથમ અતિચાર.
કુખ્ય એટલે સોના-રૂપા સિવાયની ધાતુ. એટલે ત્રાંબુ-પીત્તળ, કાંસું આદિ ધાતુ-તેના વાસણો. માટીના, વાંસના, કાષ્ઠ તથા કાગળાદિના પાત્રો તથા હળ આદિ. તથા શસ્ત્ર, માંચા, (ફર્નીચર) તેમજ ઘરવખરી. આનું પરિમાણ ગણત્રીથી થાય છે જેમ કે આટલી થાળી, આટલા વાટકા-પ્યાલા આદિ. આ બધું નિયમિત સંખ્યાવાળું રાખી નિયમ કર્યો હોય તેનો અતિક્રમ કરવો. સરખી સંખ્યા રાખવા માટે તે વાસણાદિ હોય તેથી મોટા કરાવવા-લેવા વગેરે. આ કુખ્યાતિક્રમ નામનો બીજો અતિચાર છે.
ગાય, ભેંસ, બળદ આદિ પશુઓ. આદિ શબ્દથી બેપગા દાસ (નોકર) દાસી આદિ તથા ચારપગા પાડા આદિ પશુ-પક્ષીની કરેલી સંખ્યાનો અતિક્રમ કહેવાય, જેમકે અમુક ધારેલી સંખ્યા પ્રમાણે ગાય, ભેંશ, હાથી, ઘોડા, દાસ, દાસી રાખ્યા હોય, પણ તેમના સંતાનોને પરિમાણથી