________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
m
oc રાગદ્વેષાદિ અત્યંતર પરિગ્રહ કહેવાય છે. અથવા સચિત્ત અને અચિત્ત એવા બે ભેદ પણ પરિગ્રહના છે. સચિત્ત એટલે દાસ-દાસી પશુ (બેપગા-ચૌપગા) આદિ અને અચિત્ત એટલે સોનું રૂપું વસ્ત્રાદિ. તેમાં ગૃહસ્થ (શ્રાવક) સચિત્તાચિત્તાદિ પરિગ્રહના અપરિમાણ રૂપ અવિરતિથી અટકવું - એટલે કે તે સંબંધી ઇચ્છાનું (પદાર્થોનું) પરિમાણ-નિયમન કરવું. એ પાંચમું અણુવ્રત કહેવાય છે. તે સ્વીકારવાથી ઘણી શાંતિ-સ્વસ્થતા તેમજ પ્રબળ પુણ્યાઈની પ્રાપ્તિ થાય છે. પરિગ્રહના વશ પડવાથી મહાક્લેશાદિ મળે છે. કહ્યું છે કે –
परिग्रहमहत्त्वाद्धि, मञ्जत्यैव भवाम्बुधौ ।
महापोत इव प्राणी, त्यजेत् तस्मात् परिग्रहम् ॥ અર્થ :- ઘણા ભારથી લદાયેલા વહાણની જેમ આ પ્રાણી પણ પરિગ્રહના મહાભારથી સંસારસમુદ્રમાં ડૂબે છે. માટે પરિગ્રહને તજવો જોઈએ. આ સંબંધમાં વિદ્યાપતિનો પ્રબંધ આ પ્રમાણે છે.
વિદ્યાપતિની કથા પોતનપુરમાં સૂરનામક રાજા રાજ્ય કરે. ત્યાં જિનધર્મી વિદ્યાપતિ નામના શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને શૃંગારમંજરી નામની ગુણીયલ પત્ની હતી. એકવાર શેઠને સ્વપ્રમાં લક્ષ્મીદેવીએ કહ્યું - “આજથી દશમે દિવસે હું તારા ઘરમાંથી ચાલી જઈશ.” તરત જાગી પડેલા શેઠ ચિંતા કરવા લાગ્યા કે “હવે હું નિધન થઈ જઈશ તો મારું શું થશે? ધન વગર કયો વહેવાર ચાલે તેમ છે?” કારણ કે મૂળથી જ જે માણસ નિધન હોય તેને ગરીબીની પીડા હોતી નથી. પણ ધનવાન થઈને નિર્ધન થવું તો અભિશાપ છે. પતિને ખિન્ન જોઈ ગારમંજરીએ ઉદાસીનતાનું કારણ પૂછતાં શેઠે સ્વપ્રની વાત જણાવી કહ્યું. “આ સંસારનો સમસ્ત વહેવાર પૈસા પર ઊભો છે. પાસે જો ધન હોય તો શત્રુ પણ સ્વજન થઈ વર્તે છે ને ધનહીન માણસના સ્વજન પણ શત્રુ થઈ જાય છે. ધનબળથી માણસ અપૂજય છતાં પૂજાય છે. અમાન્ય પણ માન્ય થાય છે અને અવન્દ છતાં વંદાય છે. ધનનો મોટો પ્રભાવ છે.
ઇત્યાદિ શેઠની વાત સાંભળી પૈર્યપૂર્વક શેઠાણી શૃંગારમંજરીએ કહ્યું – “સ્વામી! નકામો ખેદ કરો છો. લક્ષ્મી તો ધર્મથી જ સ્થિર થાય છે. જ્યાં સુધી પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું અણુવ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણે લોકના ધનના પરિગ્રહનું અવિરતિના કારણે પાપ લાગ્યા કરે છે.” ઈત્યાદિ પત્નીના વચનથી પ્રેરાઈ વિદ્યાપતિએ પાંચમું વ્રત ગ્રહણ કર્યું અને સાતે ક્ષેત્રમાં છૂટા હાથે લક્ષ્મી વાપરવા માંડી. જે આવે તેને આપે. કોઈ યાચક ખાલી હાથે ન જાય. આમ કરતાં આઠ દિવસમાં તો શેઠે બધી લક્ષ્મી વાપરી નાંખી. રાતે પડ્યા પડ્યા વિચાર કર્યો “આઠ દિવસમાં તો આનંદ આનંદ વર્તાઈ રહ્યો. યશ ને માન પણ ઘણાં મેળવ્યાં, હવે સવારના પહોરમાં યાચકો આવશે તેને હું શું આપીશ ? ના પાડવી તેના કરતા પરદેશ ચાલ્યા જવું જ સારું છે.” ઈત્યાદિ