________________
૧૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
થયો, માણસો જ નહીં રાજા પણ આશ્ચર્ય પામ્યો. ત્યાં પાછા કોઈ જ્ઞાની મુનિ અશ્વશાળા પાસે ઉતર્યા. રાજાએ તેમને પૂછ્યું કે - ઘોડો ઘોડીઓથી દૂર કેમ રહે છે? આવું તો બને નહીં.” ગુરુમહારાજે કહ્યું – “રાજા ! ઘોડાએ મનથી બ્રહ્મચર્યવ્રત લીધું છે. રાજાએ કહ્યું - મહારાજજી! ઘોડાએ પૂર્વે કંઈકવાર ઘોડીનો સંગમ કર્યો છે. માત્ર આ વખતે જ તે દૂર ભાગે છે. અમારે ત્યાં એવા તો ઘણા ઘોડા છે જેમણે જન્મથી માંડી બ્રહ્મચર્ય પાળ્યું છે. આ ઘોડા કરતા તેઓ શ્રેષ્ઠ ન કહેવાય?' મહારાજજીએ કહ્યું - “રાજા ! એવું નથી કારણ કે એ ઘોડાઓ વિષયની યાદમાં ઝૂરે છે. તેથી તેમનું મન કે તન સ્વસ્થ નથી. તેઓ પ્રતિદિવસ કામભોગની આગમાં બળતા હોઈ તેમને વળી શીલ કેવું? આ ઘોડો તો બ્રહ્મચર્યના પ્રભાવથી સ્વર્ગ પામશે. એનું આખું ભવિષ્ય ઉજળું અને કલ્યાણમય છે, એ ક્યાં ને આ બાપડા પશુ ક્યાં?' ઇત્યાદિ સાંભળી રાજા પણ બોધ પામ્યો ને તુરંત જ શ્રાવકધર્મ સ્વીકાર્યો.
આ બધું જાણી-સમજીને જે જીવ બ્રહ્મચર્ય વ્રત આદરશે, તે સાચો ગુણવાન જાણવો. ત્રણે લોકમાં બ્રહ્મચારી જેવો કોઈ પાત્ર કે ગુણી નથી. માટે હે ભવ્ય જીવો! તમે અવશ્ય આ મહાવ્રતને આદરો. આ વ્રત જગમાં દીવો છે. આ વ્રત વ્રતોનો રાજા છે. મનની રમતને જેઓ જાણી લે છે તેઓ સહેલાઈથી કામને નાથી શકે છે. બ્રહ્મવ્રતીનો જય થાવ.
૧૦૬
“પાપગ્રહ-પરિગ્રહ' परिग्रहाधिकं प्राणी, प्रायेणारम्भकारकः ।
स च दुःखखनिनूनं, ततः कल्प्या तदल्पता ॥१॥ અર્થ - મોટા ભાગે માણસ પરિગ્રહની અધિકતા માટે આરંભ કરતો હોય છે. તે જ પરિગ્રહ જીવને માટે ખરેખર જ મહાસંતાપ અને દુઃખની ખાણ બની જાય છે. માટે પરિગ્રહની અલ્પતા નિશ્ચિત કરવી જોઈએ.
વિશેષાર્થ - સમસ્ત પ્રકારના ધન આદિના ગ્રહણને પરિગ્રહ કહ્યો છે. તે પરિગ્રહથી જે અધિક હોય તે પ્રાણી પરિગ્રહાધિક કહેવાય. તેવા જીવો પ્રાયઃ અધિક આરંભ-સમારંભ કરે છે. કોઈક પ્રાણી સંપ્રતિરાજા આદિની જેમ તે પરિગ્રહ-ધનાદિકને શુભક્ષેત્રમાં પણ વાપરે છે માટે મૂળ
શ્લોકમાં પ્રાયઃ શબ્દ વાપર્યો છે. પરિગ્રહ ખરેખર દુઃખની ખાણ જેવો છે. માટે તેની અલ્પતા (મર્યાદા) કરવી. એટલે સંતોષ જેવું કોઈ સુખ નથી. તેની પ્રતીતિ માટે પરિગ્રહનો નિયમ કરવો. અહીં એ મર્મ જાણવો કે-પરિગ્રહ બે પ્રકારનો છે. બાહ્ય અને અત્યંતર. ધન-ધાન્યાદિ બાહ્ય અને