________________
૧૮૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ રાજાએ કહ્યું – “ધન જોય ક્યાં? ચાલો હિસાબ-નામું બતાવો.” ગભરાઈ ગયેલો મંત્રી કાંઈ જ બોલી ન શક્યો. રાજાએ તરત પહેરામાં મૂક્યો. આ ખબર થોડી જ વારમાં મંત્રીની પત્ની પાસે આવી, તે બિચારીએ બેબાકળી થઈ બધી વાત પેથડને કરી, પેથડે શાંત્વના આપતાં કહ્યું - “ચિંતાનું કાંઈ કારણ નથી. આ તો રાજાનો ઠસ્સો છે. હું રાજા પાસે જાઉં છું.” એમ કહી તેણે રાજા પાસે આવી મુજરો કરી વિનયપૂર્વક કહ્યું – “અન્નદાતા ! મંત્રીજીને જમવા મોકલો.” રાજાએ કહ્યું – હિસાબ (નામું) જોયા સિવાય મોકલાય તેમ નથી.” પેથડ બોલ્યા - “મહારાજ! હું બેઠો બેઠો એક વરસનો હિસાબ આપું છું, ત્યાં મંત્રી જમી આવશે. રાજાએ પૂછ્યું - “તું કોણ છે ?” પેથડે કહ્યું. હું પેથડ નામનો તેમનો સેવક છું.' ઇત્યાદિ કહી મંત્રીને છુટો કરાવ્યો ને સમય પર જમી પરવારીને પાછો ઉપસ્થિત પણ થયો. પેથડની ચતુરાઈ આદિ જોઈ રાજાને તેમાં રસ જાગ્યો. રાજમાં નોકરી પામી થોડા જ વખતમાં પેથડ રાજાના માનીતા મંત્રી બન્યા. કેટલાક વખતમાં તેમની પાસે પાંચ લાખ મુદ્રાની સંપત્તિ થઈ ગઈ. પછી તો અચિંત્ય લાભ થયા જ કર્યો. તેથી પેથડશાહે ચોવીસ તીર્થકરોના ચોર્યાસી જિનપ્રાસાદો કરાવ્યા. પોતાના ધર્મગુરુ ત્યાં પધારતા તેમના સામૈયામાં બોતેર હજાર દ્રવ્યનો વ્યય કર્યો. બત્રીશ વરસની ભરયુવાનીમાં બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું. શ્રી શત્રુંજયથી ગિરનાર સુધી સોનેરી-રૂપેરી ધ્વજા ચડાવી. બાવન ઘડી સોનું દેવદ્રવ્યમાં આપી ઈંદ્રમાળ પહેરી અને શત્રુંજય પર શ્રી ઋષભદેવ દાદાના દહેરાને એકવીસ ઘડી સોનાની મઢી સુવર્ણમય કર્યું. આમ તેમણે ઘણું દ્રવ્ય ધર્મમાર્ગે વાપર્યું પણ વ્રતને જરાય આંચ આવવા દીધી નહિ.
આ પરિગ્રહ પરિમાણ વ્રત નામનું પાંચમું વ્રત ધર્મ અને ધનનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે તે પ્રાપ્ત કરી જેમ શાહ પેથડ સ્થાને સ્થાને ઋદ્ધિ-સિદ્ધિ પામ્યાં. રાજકુળમાં માન્ય થયા અને સુખ સૌભાગ્યના અધિકારી થયા તેમ ધર્મની દૃઢતાથી તમે પણ પ્રાપ્ત કરો.
૧૦૮ પરિગ્રહી સદા ભૂખ્યો-અતૃપ્ત श्रुत्वा परिग्रहक्लेशं मम्मणस्य गतिं तथा ।
धर्मान्वेषी सुखार्थी वा कुर्यान्न च परिग्रहम् ॥१॥ અર્થ - પરિગ્રહજન્ય ફ્લેશ અને પરિગ્રહથી થયેલી મમ્મણશેઠની દુર્ગતિ સાંભળી ધર્મના ખપી અને સુખના અર્થી આત્માઓએ (અધિક) પરિગ્રહ રાખવો નહીં. આંતરિક રિક્તતાખાલીપણાને ભરી દેવા માણસ બાહ્ય પદાર્થોના સંચયમાં પડી જાય છે. જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. પરિણામે ગમે તેટલું મળવા છતાં સંતોષ થતો નથી. હીરા અને માણેકની ખાણો રોજ પોતાના મહેલોમાં ઠલવાય તો પણ જીવને ધરપત થતી નથી. એ પદાર્થો