________________
૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૦૯ પરિગ્રહાસક્ત અનેક પાપો કરે परिग्रहार्थमारम्भ-मसंतोषाद् वितन्वते ।
संसारवृद्धिस्तेनैव गृह्णीयात् तदिदं व्रतम् ॥ १ ॥ અર્થ - અસંતોષને લીધે પરિગ્રહ માટેનો આરંભ વધ્યા કરે છે. પરિણામે સંસારની વૃદ્ધિ થયા કરે છે. આનો સારો અને સાચો ઉપાય પરિગ્રહ પરિમાણવ્રત છે. તે સ્વીકારવું જોઈએ.
અર્થાતુ ધનનો સંતોષ થતો નથી, તે પરિસ્થિતિમાં તૃષ્ણા વધતી જાય છે. પરિણામે આ જીવને યંત્રો-કારખાનાઓ ખેતી આદિ તેમ જ બીજા પણ નિષિદ્ધ માર્ગો અને આરંભો કરવાની વૃત્તિ થાય છે. અરે ! ધનની અતિલિપ્સાને કારણે માણસો-અત્યંત સમીપના સગા માણસનો પણ ઘાત કરવા તૈયાર થાય છે. આ આરંભોથી સંસારની વૃદ્ધિ થાય છે. પરિગ્રહના આ પરિપાકમાંથી કોઈ આપણને ઉગારી શકતું નથી. માટે પરિગ્રહનો નિયમ અવશ્ય કરવો. આ સંદર્ભમાં બે ભાઈઓનો પ્રબંધ આ પ્રમાણે છે.”
સોમ અને શિવદત્તનો પ્રબંધ અવંતી નગરીમાં સોમ અને શિવદત્ત નામે સહોદરો રહેતા હતા. ધનપ્રાપ્તિ માટે તેઓ માળવો છોડી સૌરાષ્ટ્ર દેશમાં આવ્યાં. અહીં તેમણે વિભિન્ન નિષિદ્ધ વ્યાપાર, કર્માદાન સેવ્યા અને અધર્મવૃત્તિથી કેટલુંક ધન પ્રાપ્ત કર્યું. તે ધનની એક વાંસળી (કપડાની ભૂંગળી) કરી. વારાફરતી કેડે બાંધતા તેઓ સ્વદેશ તરફ ઉપડ્યા. જ્યારે આ વાંસળી મોટાભાઈની કેડે હતી ત્યારે તેને વિચાર આવ્યો કે “આ નાનાભાઈને મારી નાખ્યો હોય તો હું એકલો આનો ધણી થઈ જાઉં ને કોઈને ભાગ આપવો પડે નહીં. જેમ જેમ તે આગળ ચાલ્યો તેમ તેમ તેને આવા માઠા વિચારો સતાવવા લાગ્યા. નાનાભાઈ સાથે તે ચાલતો ચાલતો ગંધવતી નદીના કાંઠા સુધી આવ્યો. નદી કાંઠે આવી હાથ-પગ ધોઈ સોમ બેઠો બેઠો વિચારે છે કે “આ ધન કેવું અનર્થકારી છે. કે આવા પ્રેમાળ વિશ્વસ્ત અને સહોદરની હત્યાની ભાવના થઈ. આવો દુષ્ટ વિકલ્પ મને શા માટે આવ્યો ? આ ધન હતું માટે જ ને ! આવા ધનને રાખી શો લાભ થવાનો છે?” એમ વિચારી તેણે તે ધનની વાંસળી ઊંડા જળમાં નાખી દીધી. આ જોઈ અચંબો ને નવાઈ પામતો શિવદત્ત બોલ્યો - “અરે, તમે આ શું કર્યું? ઉત્તરમાં મોટાભાઈએ પોતાને આવેલા નઠારા વિચારની વાત કરી. ત્યારે નાનાભાઈએ કહ્યું – “તમે ઘણું જ સારું કર્યું. મને પણ આવી જ દુષ્ટ બુદ્ધિ ઉપજી હતી અને ક્રમે કરી બંને ભાઈઓ ઘરે આવ્યા.
આ તરફ કોઈ મોટો મત્સ્ય તે ધનની વાંસળી ગળી ગયો. ને કેટલાક દિવસે તે સંગમના પાણીમાં થઈ ક્ષિપ્રાનદીમાં આવતા કોઈ માછીમારની જાળમાં સપડાયો. યોગાનુયોગ આ મસ્ય