________________
૧૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ પઠન પાઠન પણ સારું કર્યું. સાધુક્રિયામાં હું શિથિલ રહ્યો. ચારિત્રમાં કરેલી વિરાધનાની આલોચના કર્યા વિના કાળ પામવાને કારણે હું તિર્યંચ પોપટ થયો. મારો માનવભવ અને જ્ઞાન દર્શન ચારિત્રાદિ કશા જ લાભ વિના હારી ગયો. આ પરવશ દશા ને તિર્યંચના અવતારમાં હવે હું શું કરી શકું તેમ છું? જો કે રાજકુમારીને મારા ઉપર અપાર સ્નેહ છે. રાજમહેલમાં નિરાપદ ને નિર્ભય દશામાં મારે રહેવાનું છે. સામાન્ય માણસોને જોવા ન મળે તેવા ફળાદિ મને ખાવા મળે છે. ટુંકમાં મને દુર્લભ અને મોંઘી સામગ્રી અને વસ્તુઓ મળી છે, ધર્મ વિના તો બધું જ વ્યર્થ છે. બીજું કાંઈ નહિ તો પ્રભુજીના દર્શન વિના તો મુખમાં પાણી પણ કેમ નંખાય? અમે કેવી આરાધના કરતાં? કેવો તપ પણ કરતાં? હવે વધારે કાંઈ ન બને તો “પ્રભુજીના દર્શન વિના કાંઈ ખાવું પીવું નહીં, એટલો નિયમ હે પરમાત્મા! હું આપની સાક્ષીએ કરું છું ને તેણે દહેરાસરમાં જ આ અભિગ્રહ કર્યો.
રાજકુમારી સુલોચના ચૈત્યવંદનાદિ કરી પોપટ સાથે મહેલે આવી. ઘણીવાર એ પોપટને રમાડતી ને વહાલ કરતી. એ જેમ બોલાવતી તેમ પોપટ બરાબર બોલતો પણ આજે એની દૃષ્ટિ ઉઘડી ગઈ હતી. સંસાર સમસ્તના પ્રેમ પ્રભુની કરુણા આગળ ફીક્કા પડી ગયા હતા. બધે સ્વાર્થના અનુરાગ હતા તો પ્રભુજીના નયનમાં અકારણ વત્સલતાના સાગર ઉભરાતા હતા. છેવટ પોપટે સાહસ કર્યું ને રાજકુમારીના હાથ ખોળામાંથી રોજની જેમ ખભા સુધી ચડતા ચડતા તો તે બારીમાંથી ઉડી ગયો ને જોતજોતામાં તો કોણ જાણે ક્યાંય અદશ્ય થઈ ગયો. રાજકુમારીએ રડારોળ કરી મૂકી.
રાજપરિવાર ત્યાં એકત્રિત થઈ તેને મનાવવા લાગ્યો. તેના કરતા પણ સારો પોપટ લાવી આપવા ખાત્રી આપી પણ કુંવરીએ કહ્યું - “મારા પોપટ વિના હું જીવતી ન રહી શકું, તેના વિના ખાઈશ પણ નહીં ને પીઈશ પણ નહીં.' આખરે રાજાએ ચારે તરફ માણસો મોકલ્યા પણ પોપટની ભાળ મળી નહીં. એમ કરતા વનપાલકે ખબર આપ્યા કે “કુંવરીબાનો પોપટ વહેલી સવારે બે દિવસથી દહેરાસરમાં આવે છે. પ્રભુજીને નમન કરી, ફૂલ-ફળાદિ ચડાવી તે ચાલ્યો જાય છે.' સાંભળતાં જ રાજાએ માણસો તૈયાર કર્યાં ને ત્રીજે દિવસે તો પોપટ ઝડપાઈ ગયો અને રાજકુંવરીને આપ્યો. જેના ઉપર આટઆટલી મમતા હોય ને તે આમ ઉડી જાય? એવા ખ્યાલથી સુલોચનાને પ્રàષ આવ્યો. જે પદાર્થમાં રાગ હોય છે તે પદાર્થોમાં જ કૅષ પણ ઉપજે છે. ક્રોધમાં આવી કુંવરી પોપટની પાંખો મરડી નાંખતાં “લે હવે ઉડી જાજે.” દર્શન વિના નહિ ખાવાનો નિયમ હોઈ પોપટ આહાર-પાણીનો ત્યાગ કર્યો. પાંખો મરડીને પસ્તાતી કુંવરીએ પણ પોપટની પાછળ ખાવું પીવું છોડી દીધું. પરિણામે બંને મરીને પ્રથમ દેવલોકે દેવ-દેવી થયા. ત્યાંનું આયુષ્ય પૂરું થતા પોપટનો જીવ શંખરાજા અને સુલોચનાનો જીવ કલાવતી તરીકે ઉત્પન્ન થયા. આ તમારા પૂર્વની કહાની છે. કુંવરીના ભવમાં કલાવતી તે પોપટની પાંખો મરડી તો આ ભવમાં શંખરાજાએ તારા કાંડા કપાવ્યા. કર્મની ગહન ગતિ છે. કર્મની વિડંબનાનો વિચાર કરી કર્મબંધના કારણોથી સદા છે. રહેવું જ યોગ્ય છે.