________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૦૩
સ્ત્રીચરિત્ર કોઈ જાણી શકતું નથી સામાન્ય રીતે સ્ત્રી કપટપટુ હોય છે. તે ધારે તેવો દેખાવ કરી શકે ને પાઠ ભજવી શકે છે. કેટલીક સ્ત્રી તો સીધી-સરલ દેખાવા છતાં એવું કપટ નાટક રચી શકે છે કે તેને બ્રહ્મા પણ સમજી શકતા નથી. આ બાબત નુપૂરપંડિતાની કથા સમજવા જેવી છે.
નુપૂરપંડિતાની કથા રાજગૃહી નગરીમાં દેવદત્ત નામનો એક સોની રહેતો હતો. તેને દેવદત્ત નામનો એક પુત્ર હતો. તેને દુર્ગિલા નામની કન્યા સાથે પરણાવ્યો હતો. એકવાર તે ઝીણું કપડું પહેરી નદીમાં નહાતી હતી. ત્યાં આવી ચડેલો એક પુરુષ તેનું સોંસરું દેખાતું યૌવન જોઈ મોહિત થઈ ગયો. થોડીવારે બોલ્યો - “ઓ સુંદરી ! આ નદી અને વૃક્ષો તને પૂછે છે કે “ન્હાવામાં આનંદ આવ્યો ને હું પણ તને વિનતિપૂર્વક એમ જ પૂછું છું. મારી મનોકામના પૂર્ણ થશે?' ચતુર દુગિલાએ તરત ઉત્તર આપતા કહ્યું – “મારા સ્નાનના શુભેચ્છક વૃક્ષ-નદીનું કલ્યાણ થાવ, અને તે શુભેચ્છા જણાવનાર પુરુષનું ઇચ્છિત હું અવશ્ય કરીશ.'
આ સાંભળી તે પુરુષ ઘણી ઉત્સુકતાપૂર્વક મિલનની લાગણી અનુભવવા લાગ્યો. પરંતુ એટલામાં વસતી હોઈ તે કાંઈ કરી શક્યો નહીં ને તેની પછવાડે પછવાડે જઈ તેનું ઘર જોઈ આવ્યો. ઘર એવી ગીચ વસ્તીમાં હતું કે પોતે બાઈ સાથે કાંઈ કરી ન શક્યો. છેવટે તેણે દ્રવ્ય આપી એક તાપસી તૈયાર કરી, બધી વાત સમજાવી ઘર બતાવ્યું, ત્યાં જઈ તાપસીએ પેલા માણસના પ્રેમની વાત કરી પૂછયું કે – “એ તમને અહીં મળવા ક્યારે આવે ?' આ સાંભળી ખીજાઈ ગયેલી દુર્મિલાએ તેને કહ્યું – “રાંડ પાખંડીની! આવું બોલતા લાજતી નથી, ચાલ નીકળ મારા ઘરમાંથી' એમ કહી તવાના પાછલા ભાગની મશપર ભીની હથેળી ઘસી તેના બરડામાં થાપો માર્યો. નિરાશ થયેલી તાપસીએ તે માણસને પોતાના અપમાનની વાત કરી અને બરડો બતાવ્યો. બરડામાં કાજળનો પંજો જોઈ તે સમજી ગયો કે બાઈ જબરી ચાલાક છે. તેણે મને કૃષ્ણપક્ષની પાંચમની રાત્રે બોલાવ્યો છે. ક્યાં જવું? તે જણાવ્યું નથી. આગળના ભાગમાં કે પાછળના? તેણે તાપસીને પાછી તૈયાર કરી કે, તું ભિક્ષા માટે જા ને ઠેકાણું પૂછી આવ.' તે બિચારી અનિચ્છાએ ગઈ. કારણ કે એ બાઈ તો કેવી ઉત્તમ અને કુળાચારવાળી છે. આ કેમ કાંઈ સમજતો નથી? જઈને તેણે “ઠેકાણું કહો.” એમ કહ્યું.
આ સાંભળતાં જ ખીજાઈ ગયેલી દુગિલાએ તેને બાવડે ઝાલી ખેંચી પછવાડાના વાડામાં આવેલા અશોક વૃક્ષ નીચે નાખીને પાછલે બારણેથી રવાના કરી. બિચારી તાપસીએ મોઢું બગાડી બધી વાત કરી ને હાથપગમાં વાગેલું બતાવતા કહ્યું – “શું બાઈ છે? તમને જરાય મચક તો નહિ આપે, પણ ક્યાંક.....જાળવજો.....' પેલો સમજી ગયો કે કૃષ્ણપક્ષની પંચમીની રાત્રે પાછલા