________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૬૭ સરદારને સાથીઓએ ઘણાં સમજાવ્યા-મનાવ્યા. અરે આપદ્ કાલે અપવાદ સેવી શકાય. તેમ જ પાછળથી પ્રાયશ્ચિત્ત આદિ કરી શકાય. આદિ ઘણી વાતો ને દલીલો કરી પણ વંકચૂલે કહ્યું - નિયમ એટલે નિયમ.” થાકેલો સરદાર આડો પડ્યો ને સાથીઓએ તે ફળ ખાવા માંડ્યાં. થોડી જ વારમાં ચોરોના સાંધા ખેંચાવા ને આંતરડાં આમળાવા લાગ્યા. જોતજોતામાં તો બધા ચોરો મરી ગયા. માત્ર બચી ગયેલો સરદાર ખેદ ને વિસ્મય પામી વ્રત અને ગુરુનો મુંગો ઉપકાર માની રહ્યો. નહિ તો આજે એ પણ માર્યો જાત. માટે સપ્તાહ, પખવાડીયું, માસ, છ માસ, યાવત્ વર્ષ બે વર્ષ, દસ વર્ષ કે માવજીવ સુધીના નિયમો શક્તિ પ્રમાણે ગ્રહણ કરવા. પણ ક્ષણવારેય નિયમ વગર રહેવું જોઈએ નહીં. કારણ કે વિરતિનું ફળ મહાન અને અચિંત્ય છે. અવિરતિથી ક્લિષ્ટ કર્મોનો સતત બંધ આદિ થયા કરે છે. આમ તો સદાકાળ ઉત્તમ જીવન જીવવું અને સદાચરણ કરવું જોઈએ. ધર્મથી કદી સંતોષ પામવો નહીં જોઈએ. પરંતુ વર્ષાકાળમાં વિશેષ પ્રકારે નિયમો કરવા. જેમકે-પ્રતિ દિવસ શ્રી જિનેશ્વરદેવોના દર્શનાદિ કરવા બે ત્રણ વાર જવું.
અષ્ટપ્રકારી પૂજા-સ્નાત્રાદિ પૂજા, ત્રિકાળ-ઉભયકાળાદિ દેવવંદનાદિ કરવા. બધાય પ્રતિમાજીની પૂજા-વંદના કરવી. મોટી પૂજાઓ રચાવવી, સર્વ ગુરુઓને વંદન, આચાર્યદેવને દ્વાદશાવર્તવંદન કરવું, નવું જ્ઞાન ભણવું-અભ્યાસ કરવો, ગુરુઓની ભક્તિ વૈયાવચ્ચ કરવી, બ્રહ્મચર્ય પાળવું. ઉકાળેલું પાણી પીવું, સચિત્તનો ત્યાગ કરવો, આદ્રનક્ષત્રમાં સૂર્ય આવતા-પાકા આંબામાં-તેના રસમાં રસના જેવા જ વર્ણના આપણને સ્ટેજે ન દેખાય તેવા કીડા-જીવો ઉત્પન્ન થાય છે. વરસાદ થતાની સાથે કેરી રાયણ આદિ ફળોમાં નજરે જોઈ શકાય એવી ઇયળો પણ થઈ જાય છે. વાસી કઠોળ-ભાત આદિથી બનાવેલા પુડલા, વડા આદિનો ત્યાગ કરવો. તેમ જ પાપડવડી સૂકવણીના શાકભાજી તથા પાંદડાવાળી ભાજીનો સર્વથા ત્યાગ કરવો. ખારેક, ટોપરુ, દ્રાક્ષાદિ, સૂકો મેવો, નહિ ધોયેલી ખાંડ તથા સૂંઠ આદિમાં લીલ-ફૂલ-કુંથુવા-ઈયળ આદિ થવાનો પાકો સંભવ હોવાથી તેનો ત્યાગ કરવો. (ફાગણ ચોમાસી બેઠા પછી ભાજી-પાલો અને સૂકો મેવો ત્યાજ્ય છે, છોડી દેવો) કદાચ ઔષધાદિમાં અનિવાર્ય આવશ્યકતા પડે તો યતનાપૂર્વક શોધન કરીને ઉપયોગ કરવો.
શક્યતા હોય તો ચોમાસામાં ખાટલા પર સૂવું. દાતણ, જોડા આદિનો, બહારની મીઠાઈ, ફરસાણ આદિ ખાદ્ય સામગ્રીનો તેમ જ નાટક, ચેટક પ્રેક્ષક (ચલચિત્રાદિ)નો ત્યાગ કરવો. પૃથ્વી ખાણ ખોદવી નહીં, નવા વસ્ત્રો રંગાવવા નહીં. વસ્ત્રો ધોવા કે ધોવરાવવાની મર્યાદા કરવી. ગ્રામાંતર જવું નહીં. ઘર લીંપવા આદિ ને છાણા થાપવા આદિમાં અસંખ્ય જીવોત્પત્તિ હોઈ તેનો સર્વથા નિષેધ કરવો. ઘરની ભીંતો, થાંભલાઓ, પલંગ, કબાટ, બારણાં, પાટ પાટલા આદિ લાકડાની વસ્તુઓ, સીંકા, ઘી, તેલ અને પાણી વગેરે ભરવાના વાસણો, તથા બળતણ, ધાન્ય આદિ સર્વ પદાર્થોને લીલ-ફૂલ લાગે નહીં માટે તડકો આદિ આવે તેવી જગ્યામાં યથાયોગ્ય કોરા કરી ઉઘાડા રાખવા. રાખ કે ચૂનો આદિ ચોપડાવી સ્વચ્છ રાખવા. ભેજ વિનાની હવા લાગે તેમ કરવું. ભેજવાળી જગ્યામાં ન મૂકવા. પાણી ઘટ્ટ ગરણાથી બે ત્રણ વાર ગળવું. ઘી, તેલ,
ઉ.ભા.-૨-૧૩