________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
૧૬૫ શિયાળ ભોંઠો પડી આમ-તેમ જોવા લાગ્યો. તે જોઈ રાણી બોલી – “મૂર્ખના સરદાર ! બંને ખોયા. હવે શું જોઈ રહ્યો છે?' શિયાળે કહ્યું – “મૂર્ખ ! તેં ત્રણ ખોયા બીજાને શા માટે જોવે છે?' પછી તેણે દિવ્યરૂપ કરી કહ્યું – “પાપિઝા ! તારો વહાલો મહાવત, તેં મને મારી નંખાવ્યો. નવકારના પ્રતાપથી ગતિ સુધરી ગઈ. તું પણ હવે ધર્મકરણી કરવા લાગ. ધર્મવિના બધું નકામું છે.” તેને પણ આ વાત રુચિ એટલે દેવે રાણીને ઉપાડી ઉત્તમ સાધ્વીઓ પાસે મૂકી. ત્યાં સદ્ધોધ પામી તેણે દીક્ષા લઈ સદ્ગતિ સાધી.
આમ રાણી અંતે પણ શીલવતી થઈ આત્મસાધના કરી શકી. ત્યારે નુપૂરપંડિતાના કુશીલનો ને અપકીર્તિનો પડઘો હજી પડ્યા જ કરે છે.
૧૦૪ ચોમાસામાં તો વિશેષે પાળવા आषाढाख्य-चतुर्मास्यां, विशेषाद्विधिपूर्वकम् ।
अभिग्रहा सदा ग्राह्या, सम्यगर्दा विवेकिभिः ॥१॥ અર્થ - વિવેકી જીવોએ અષાઢ ચોમાસામાં સદા વિધિપૂર્વક ઉચિત અને સમ્યક અભિગ્રહોનિયમો અવશ્ય કરવા.
વિશેષાર્થ :- જેણે પ્રથમ બાર વ્રત આદિ ઉચ્ચર્યા હોય તેણે નિશ્ચયે ચોમાસામાં નિયમોનો સંક્ષેપ કરવો જોઈએ. એટલે જેટલી છૂટ રાખી હોય તે ચોમાસામાં ઘણી જ ઓછી કરી નિયમ પાળવા જોઈએ. જેણે પરિગ્રહ પ્રમાણાદિ વ્રતો ન લીધી હોય તેણે પણ દરેક ચોમાસે સમુચિત અભિગ્રહો અવશ્ય ધારવા. તેમાં પણ અષાઢ ચોમાસામાં વિશેષે-વિધિપૂર્વક પ્રહણ કરવા ને પાળવા.
વર્ષાઋતુમાં ગાડાં હાંકવા, રથ જોડવા, ખેતર ખેડવા, સવાર થઈ ફરવું વગેરેનો નિષેધ ઉચિત જ છે. કારણ વરસાદ પછી ધરતી પર લીલા ઘાસ ને અંકુરો, સૂક્ષ્મ જંતુઓ ને દેડકાઓ, પાંચે વર્ણની લીલ-ફૂલ, અળસીયા, ગોકળગાય આદિ શંખ જાતિના જીવો, મમોલા, કાત્રા, ચુડેલના ગુચ્છો, બીલાડીના ટોપ (છત્રી) ઇત્યાદિ અનેક જીવોની ઉત્પત્તિ ચોક્કસ રીતે થતી હોય છે. તે જીવોની રક્ષા કાજે ચોમાસામાં ગાડાં ચલાવવા, ખેતર ખેડવાદિના અભિગ્રહ કરવા જોઈએ. કદાચ ખેતીથી જ જીવિકા ચાલતી હોય તો પણ આવશ્યકતાથી વધારે ખેડવાનો ત્યાગ કરવો જોઈએ. મુખ્યતાએ વર્ષાકાળમાં સર્વ દિશાઓમાં ગમનાગમન નિવારવું જોઈએ. શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રી કુમારપાળ ભૂપાળે નિયમ કર્યો હતો. કહ્યું છે કે -યાર્થ સર્વભૂતાનાં વર્ષોમ્બેત્ર સંવલેતા એટલે કે સર્વ જીવોની દયા માટે વર્ષાકાળમાં એક જ જગ્યાએ વસવું જોઈએ.