________________
૧૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ગોળ, છાશ અને પાણી વગેરેના ભાજનો ઉઘાડાં ન રાખવાં. ઓસામણ સ્નાનાદિનું જળ જ્યાં લીલફુગ તેમ જ દર આદિથી પોલી થયેલી ન હોય એવી ધરતીમાં છૂટું છુટું છાંટવું-થોડું થોડું રેડવું. ચૂલો-દીપક આદિ ઉઘાડાં ન રાખવાં, ખાંડવું, દળવું, રાંધવું તથા કપડા વાસણ ધોવા આદિમાં ઊંડી જયણા રાખવી. તથા જિનેશ્વર પ્રભુના દહેરાસરો ઉપાશ્રયાદિ ધર્મસ્થાનમાં સ્વચ્છતા રાખવી. ચોમાસું બેસતા પૂર્વે સમરાવવા ને યતના રાખવી. અન્ય મતમાં પણ નિયમો માટે કહ્યું છે કે – • વસિષ્ઠ બ્રહ્માને પૂછયું કે – “હે બ્રહ્મા ! ચોમાસામાં ભગવાન્ વિષ્ણુ સમુદ્રમાં શેષ શવ્યા પર જઈ શા માટે સૂઈ જાય છે ! તેમના સૂઈ જવાથી શા નિયમ કરવાના હોય ને તેથી શું ફળ પ્રાપ્ત થાય?' ઉત્તર આપતા બ્રહ્માએ કહ્યું – “ભગવાન વિષ્ણુ સૂતાય નથી ને જાગતાય નથી, પણ ચોમાસા પૂરતો એવો ઉપચાર કરેલો છે. શ્રી વિષ્ણુ ચોમાસામાં યોગધ્યાનમાં લીન થાય છે તે વખતે એવા નિયમો કરવાના હોય છે. વર્ષાકાળમાં પ્રવાસ ન કરાય. માટી ખોદવી નહીં. રીંગણા, અડદ, ચોળા, કળથી, તુવેર, કાલીંગડા આદિ, મૂળા આદિ તેમ જ તાંદળીયા આદિની ભાજી ખાવા નહિ ને પ્રતિદિવસ એકાસણું કરવું. ચોમાસામાં આ પ્રમાણે વર્તન કરનાર માણસ પરમગતિને પામે છે. રાત્રિભોજન કદીય ન કરવું. ચોમાસામાં તો જે વિશેષે ત્યાગ કરે છે તેને ઉભયલોકની કામનાની સિદ્ધિ થાય છે. વિષ્ણુના શયન (વર્ષા) કાળમાં જે મદ્ય-માંસનો ત્યાગ કરે તેને મહિને મહિને સો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ઈત્યાદિ.
તથા માડય નામના મુનિએ કહ્યું છે કે – “હે રાજા ! જે માણસ ચોમાસામાં તેલ માલીશ કરાવે નહીં, તે ઘણાં પુત્રવાન, ધનવાન અને નિરોગી થાય છે. જે પુષ્પાદિ ભોગનો ત્યાગ કરે તે સ્વર્ગમાં પૂજા પામે છે. જે કડવો, ખારો, તીખો, મીઠો, કષાયેલો (તુરો) અને ખારો આ છએ રસને વર્જે છે, તે કદી પણ દુર્ભાગી થતો નથી. તાંબુલ ત્યજે તો ભોગ ને લાવણ્ય પામે, જે કંદાદિફળાદિ-પત્રાદિ તજે તેનો વંશ વિસ્તરે. જે પૃથ્વી પર સૂવે તે વિષ્ણુનો અનુચર થાય. જે એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય છે. અને જેઓ કેશ-નખ વધારી શરીરની શોભા વર્જે છે તે દિવસે દિવસ ગંગાસ્નાનનું ફળ મેળવે છે. ચાતુર્માસમાં ઉપવાસ આદિ તપનો નિયમ કરવો ને પારણે સદા મૌન રહી ભોજન કરવું. અર્થાત્ પ્રયત્નપૂર્વક ચાતુર્માસમાં નિયમધારી વ્રતધારી થવું.” આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં તથા બીજા પણ અનેક લોકોત્તર તેમ જ લૌકિક ધર્મ ગ્રંથોમાં ચાતુર્માસિક કૃત્ય સંબંધી વર્ણન કર્યું છે, તે જાણીને તે સ્વીકારવા કટિબદ્ધ થઉં. તે બાબત એક દાંત આ પ્રમાણે છે
વિજયશ્રીકુમારની કથા વિજયપુરના મહારાજા વિજયસેનને ઘણાં પુત્રોમાં એક પુત્ર અતિશય તેજસ્વી અને સુપાત્ર હતો. તે રાજ્યને યોગ્ય હોઈ તેને મનથી રાજાએ યુવરાજ બનાવ્યો હતો. પણ અદેખાઈથી તેનું કોઈ અહિત ન કરે એવા ઉદેશથી રાજા પ્રકટ કરી તે પુત્રને જરાય મહત્ત્વ કે એને સારા કામનો યશ ન આપતા. કેટલાક પ્રસંગે તે વિજયશ્રીકુમારે અનુભવ્યું કે “રાજા જાણી જોઈને મને મહત્ત્વ