________________
૧૭૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
પણ ઉપમા આપવામાં આવી છે. સ્વજનોના સ્નેહનો ઘાત એ સરલતાથી કરી શકે છે. સ્ત્રી જેવા માયા-પ્રપંચ કોઈને આવડે નહીં. કહ્યું છે કે :
न सा कला न तद् ज्ञानं, न सा बुद्धिर्न तद् बलम् । જ્ઞાયતે યશાોજે, ચરિત્રં ચતભૂષામ્ ॥ ર્ ॥
અર્થ :- તેવી કોઈ કળા નથી, કોઈ એવું જ્ઞાન નથી, કોઈ બુદ્ધિ પણ કોઈ પાસે નથી ને સંસારમાં એવું બળ પણ નથી કે જેથી ચંચળ નેત્રવાળી નારીનું ચરિત્ર જણાય-જાણી શકાય ! ગમે તેવો પ્રેમ સંબંધ નારી ક્ષણવારમાં તોડી શકે છે. તે પોતાના પ્રેમપાત્રને પણ મોટા સંકટમાં અચકાયા વિના નાખી શકે છે. તે બાબતમાં મુંજરાજાનો પ્રબંધ આ પ્રમાણે છે.
માલવાધિપતિ મુંજની કથા
પરમાર વંશમાં જન્મેલા સિંહભટ નામના રાજા માલવાનું રાજ્ય ચલાવતા હતા. તેઓ એક ઉપવનમાં જતા હતા ત્યાં તેમણે તુરતનું જન્મેલું સુંદર ને તેજસ્વી બાળક મુંજ (એક જાતનું ઘાસ)માં પડેલું જોયું. રાજા તેને મહેલમાં લાવ્યા. પુત્ર તરીકે રાખ્યો અને તેનું ‘મુંજ’ નામ રાખ્યું. આગળ જતાં તે રાજાને સ્વયંનો પુત્ર થયો તેનું નામ સિંધુલ પાડ્યું. બંને બાળકો મોટા, સમજણા અને રાજનીતિજ્ઞ થયા. ત્યાં અચાનક સિંહભટ સ્વર્ગવાસી થતાં મુંજ રાજા બન્યો. પોતાના ભાઈ સિંધુલને મહાપરાક્રમી અને ઉગ્ર બળશાળી જાણી તેને વાંકમાં લઈ કારાવાસમાં બંદી કર્યો. સિંધુલનો પુત્ર ભોજ નામે હતો. તેના જન્મ સમયની કુંડલી કોઈ નૈમિત્તિક જોષીને બતાવતા તેણે કહ્યું - ‘આ ભોજકુમાર અતિ સોભાગી છે. તે ગૌડદેશ સહિત દક્ષિણ દેશનું રાજ્ય પચાસ વર્ષ સાત માસ ને ત્રણ દિવસ સુધી ભોગવશે. મુંજે વિચાર્યું કે - ‘જ્યાં સુધી ભોજ હશે ત્યાં સુધી મારા સંતાનને રાજ્ય નહિ મળે.' તેણે ભોજને મરાવી નાખવાનો વિચાર કર્યો. એમ કરતાં ભોજ થોડો મોટો થયો. લાગ મળતા મુંજના કહ્યા પ્રમાણે ચાંડાળો તેની હત્યા કરવા તેને દૂરના જંગલમાં લઈ ગયા, ચંડાળોએ કહ્યું - તું તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, મરવાની ઘડી આવી લાગી છે. કુમાર ભોજે વિચારીને કહ્યું - ‘મારે માત્ર કાકાને એક સમાચાર આપવાના રહી ગયા છે તે તમે પહોંચાડી આપો.' એમ કહી તેણે એક શ્લોક આ પ્રમાણે લખી આપ્યો ઃ
मान्धाता च महीपतिः कृतयुगालंकारभूतो गतः । सेतुर्येन महोदधौ विरचितः क्वासौ दशास्यान्तकृत् ? । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भृपते ! नैकेनापि समं गता वसुमती नूनं त्वया यास्यति ॥ १ ॥
અર્થ :- કૃતયુગના અલંકાર જેવા મહારાજા માન્ધાતા પણ ચાલ્યા ગયા. જેમણે સમુદ્ર
ઉપર સેતુ બાંધ્યો હતો અને દસ માથાવાળા રાવણને માર્યો હતો, તે શ્રી રામચંદ્રજી પણ ક્યાં છે ?