________________
૧૬૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ દરવાજેથી મારે અશોકવૃક્ષ નીચે તેને મળવા જવાનું છે. સમયે તે પહોંચી ગયો. બંનેનો મિલાપ થયો. વાર્તા વિનોદ કરતા તે બંને ત્યાં જ સૂઈ ગયા. ત્યાં રાત્રે સસરો લઘુ શંકા (પેશાબ) કરવા ઉઠ્યો. તેણે પુત્રવધૂને અન્યપુરુષ સાથે સૂતેલી જોઈ, પ્રમાણ માટે તેણે દુર્ગિલાના ડાબા પગનું ઝાંઝર (નુપૂર) કાઢી લીધું.
ચાલાક દુર્ખિલા તરત જાણી ગઈ. તે પુરુષને જલ્દી રવાના કરી પતિ પાસે આવી તે સૂઈ ગઈ. ધીરેથી પ્રિયવચને પતિને જગાડતાં તેણે કહ્યું - ‘મને ઊંઘ નથી આવતી ચાલોને આપણે ફળિયામાં સૂઈ જઈએ.' પ્રેમાળ પત્નીની ભાવુક્તા જોઈ ઘેલો થયેલો પતિ અડધી રાતે ઉઠી ફળિયામાં આવ્યો ને પત્નીના કહેવાથી અશોકના ઝાડ નીચે તેની સાથે સૂતો. થોડીવારે દુર્ગિલાએ પતિને જગાડી કહ્યું – ‘આ તે-તમારા ઘર-કુળની કઈ રીત છે ? કે પતિ સાથે સૂતેલી પત્નીના પગનું નુપૂર તેનો સસરો આવીને કાઢી જાય.'
આ સાંભળી દેવદત્તને પોતાના પિતા પર પારાવાર ક્રોધ આવ્યો. પિતાને ઉઠાડી તેમની પાસેથી નુપૂર મેળવી તેણે કહ્યું - ‘અરે બાપા ! આટલી વયે તો કંઈક સમજવું જોઈએ. મારી સાથે સૂતેલી પુત્રવધૂ પાસે તમારે અવાય જ કેમ ? તમે તેનું ઝાંઝર પગમાંથી કાઢીને લઈ ગયા. તમને શરમ આવવી જોઈએ. પુત્રવધૂનું ગુહ્ય સસરાએ જોવાય નહીં.' ઇત્યાદિ ઠપકો સાંભળી આભા બનેલા બાપે કહ્યું – ‘દીકરા ! આ તું શું બોલે છે ? તું તો અંદર સૂતો હતો ને એ તારી વહુ કોઈ બીજા માણસ સાથે પાછળ વાડામાં સૂતી હતી. તેના પ્રમાણ (સાબિતી) માટે મેં ઝાંઝર કાઢ્યું હતું. આ રહસ્ય ઉઘાડું ન પડી જાય માટે તે તને ઉઠાડી બહાર સૂવા લઈ ગઈ. નહિ તો કોઈ દિવસ નહિ ને આજે શા માટે તેણે તેમ કર્યું ? તારે આ કપટ સમજવું જોઈએ.' ઈત્યાદિ ડોસાએ ઘણું કહ્યું પણ દીકરાએ ઉપરથી બાપને જે તે સંભળાવ્યું. દુર્ગિલાએ કહ્યું - ‘સસરા સાવ જુઠું બોલે છે, હું સાચા યક્ષની આગળ મારી સચ્ચાઈ સાબિત કરી બતાવીશ.' અને તે મોટા ડોળપૂર્વક યક્ષના મંદિરે ચાલી.
માર્ગમાં સંકેત પ્રમાણે પેલો જા૨-પુરુષ વેશ બદલી ગાંડાની જેમ ચાળા કરતો આવ્યો ને દુગિલાને વળગી પડ્યો. તેને દૂર કરી દુગિલા યક્ષના મંદિરે આવી, પવિત્ર થઈ યક્ષને પૂજી, હાથ જોડી ઉભી રહી ને બોલી- હે યક્ષરાજ ! પેલા ગાંડા માણસ અને મારા પતિ સિવાય અન્ય કોઈ પણ પુરુષ સાથે મારા શરીરનો સંયોગ થયો હોય તો મને ઉચિત શિક્ષા કરજો.' આ સાંભળી મૂર્તિમાં અધિષ્ઠિત દેવ વિચારે છે કે આનું વચન સત્ય છતાં અસત્યરૂપ છે. માટે શું કરવું જોઈએ?’ ત્યાં તો સ્ત્રી યક્ષની જંઘા વચ્ચેથી નીકળી ગઈ (ખોટા માણસો યક્ષની જંઘામાંથી નીકળી શકતા નહીં) સતીમાના જયજયકાર થયા.
લોકોએ તેની ઘણી પ્રશંસા કરી ‘નુપૂરપંડિતા’ એવું નામ આપ્યું. તેના પતિને પણ આવી પત્ની મળી તેથી ભાગ્યવાન કહ્યો. દેવદત્ત સોનીની સ્થિતિ તો અતિવિષમ થઈ. આ બાઈએ તો દેવને પણ છેતર્યા ? પણ તેનું કોઈ કાંઈ માને તેમ નહોતું. તેને એવો આઘાત લાગ્યો કે ઊંધ જ