________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
લાગ્યો- ‘અહો ! મેં રાજ્ય ભોગવ્યું તે જ કર્મદોષે દુઃખનું કારણ થયું. દુર્દેવ-દુષ્કર્મો-પ્રાણીઓને જીવિત પણ દુ:ખને માટે જ આપે છે. જેમ કીરમજી રંગ બનાવવા માટે રાખેલા માણસને સારૂં સારૂં ખવરાવી પોષણ કરવામાં આવે, તો તે તેનું લોહી કાઢી દુઃખ ઉપજાવવા માટે જ. હવે હું કોના માટે જીવું ?’ પાછો તેને વિચાર આવ્યો ‘મરવાથી કાંઈ દુઃખ છોડશે નહીં, કરેલા પાપો તો અવશ્ય ભોગવવાનાં જ હોય છે. અહીં જીવનનો અંત થાય તો આગલા જીવનમાં એ કર્મો આવીને પકડશે. તે કાંઈ છોડશે નહીં જ. તો અહીં ભોગવી લેવું સારૂં. શું મને મારી પત્ની-પુત્રોનો મિલાપ થશે. ઓ ભગવાન્ ! હવે એ કેમ કરી બનશે ?' ચાલીને પરિશ્રાંત થઈ તે આનંદપુરમાં આવ્યો ને એક ઘરે થોડીવાર વિશ્રામ માટે આશરો માગ્યો. ઘરની સ્ત્રીએ આદરપૂર્વક સ્થાન આપ્યું. સ્નાન-ભોજનાદિ કરાવ્યા. થાક પણ દૂર કર્યો. ચંદન સ્વસ્થ થઈ બેઠો હતો ત્યારે તેનું રૂપ-યૌવન જોઈ તે ગૃહિણીએ કહ્યું- ‘તમે પરદેશી લાગો છો. મારે પણ તમારા જેવા કોઈ સાથીની જરૂર હતી. આપણો મજાનો મેળો મળ્યો છે.
૧૪૭
‘હવે તમે બધી ચિંતા છોડી દો. આપણે જીવનભર સાથે રહીશું.' ચંદન સમજી ગયો કે આ તો કુશીલ થવાની વાત છે. શીલભંગના ભયે તેણે કહ્યું - ‘બાઈ, ઘણો દુઃખી ને અસ્વસ્થ છું. મારૂં મન જરાય સ્થિર નથી. મારા જેવા માણસ સાથે પ્રીત કરવાથી કશો જ લાભ થવાનો નથી.’ એમ કહી એ ત્યાંથી આગળ ચાલ્યો. શ્રીપુર નગરના સીમાડે ઝાડની નીચે થાકીને બેઠો. થોડીવારમાં જ તેને ઊંઘ આવી ગઈ. તે નગરમાં યોગ્ય રાજાની તપાસમાં પાંચદિવ્ય કરવામાં આવેલ કારણ કે રાજા પુત્ર વિના મૃત્યુ પામ્યા હતા. પાંચદિવ્ય ચંદનરાજા ઉપર થતાં સારા આડંબરપૂર્વક તેમને નગરમાં લઈ જઈ રાજા બનાવ્યા. સહુને આશ્ચર્ય થાય તેવી રીતે તેમણે રાજ્યને વ્યવસ્થિત નેતૃત્વ અને સંચાલન આપ્યું. ન્યાયનિષ્ઠ રાજાના બધે વખાણ થવા લાગ્યા. પ્રધાનોએ કરગરીને ઘણી આજીજી કરી કે તમે લગ્ન કરો પણ રાજા માન્યા નહીં.
આ તરફ નદીના બંને કાંઠે બાળકને ઊભા ઊભા રડતા જોઈ એક સાર્થવાહ તેમને સાંત્વના આપી ઘરે લઈ ગયા અને પુત્રની જેમ પાળ્યા, પોષ્યા ને મોટા કર્યા. તેઓ યુવાન થયા પણ ક્ષત્રિયસુલભ શૌર્યાદિ હોય વણિકની જેમ વ્યાપારાદિ કરી શક્યા નહીં. તેથી તેઓ શ્રીપુરમાં રાજસેવા અર્થે આવ્યા, અને કોટવાલના હાથ નીચે ચાકરી કરવા લાગ્યા. આ નગરમાં જ તેમના પિતા ચંદનરાજા રાજ્ય કરતા હતા.
આ તરફ પેલો સાર્થવાહ મલયાગિરિને આશામાં ને આશામાં છોડતોય નહોતો ને તેની અભિલાષા પૂરીય થતી નહોતી. તે પણ વર્ષો સુધી મલયાગિરિને સાથે જ ફે૨વતો ફેરવતો ત્યાં આવ્યો. તે કેટલીક ભેટ આદિ લઈ ચંદનરાજાને મુજરો કરવા ગયો. રાજાએ શેઠની સજ્જનતા તેમજ મોંઘી ભેટો જોઈ પ્રસન્નતા બતાવી કહ્યું- ‘કાંઈ કામ હોય તો જણાવજો.’ સાર્થવાહે કહ્યું - ‘મારા સાર્થ અને માલ સામાનની રક્ષા માટે ચુનંદા યુવાન પહેરેગીરો જોઈએ છીએ. રાજાએ કોટવાલને કહેતા કોટવાલે સાયર અને નીર સાથે કેટલાક પહેરેગીર મોકલ્યા. રાત પડતા પહેરેગીરો