________________
૧૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ અર્થ - મનુષ્યોએ ઉપાર્જિત કરેલી વચનસિદ્ધિ, મંત્રસિદ્ધિ, રસાદિની સિદ્ધિ આદિ અનેક પ્રકારની સિદ્ધિ તથા કીર્તિ આદિ અનેક ગુણો અબ્રહ્મ (મૈથુન) સેવન કરતાની સાથે જ તત્પણ નાશ પામે છે, તે વિષયમાં સત્યકી વિદ્યાધરની કથા આ પ્રમાણે છે.
સત્યકી વિદ્યાધરની કથા વૈશાલીના મહારાજા ચેડા (ચેટક) મહારાજાના પુત્રી સુજયેષ્ટાએ દીક્ષા લીધી હતી. તેઓ ઘણા જ સૌંદર્યવતી હતા. આરાધનામાં સતત ઉદ્યમશીલ રહેતા. તેઓ એકવાર સૂર્યની આતાપના લેતા તડકામાં ઊભા હતા. તે વખતે ત્યાંથી આકાશમાર્ગે જતા પેઢાલ નામનો કોઈ વિદ્યાધર તેમને જોતાં જ મોહિત થયો. તેણે વિદ્યાબળથી તરત ધૂમાડો ઉપજાવી, સાધ્વીને દિગૂઢ કરી ભ્રમરરૂપે સેવી. તેથી તે સાધ્વીને ગર્ભ રહ્યો ને પૂર્ણમાસે પુત્ર થયો. તે શ્રાવિકા પાસે થોડો મોટો થતા પેઢાલ વિદ્યાધરે પોતાના પુત્રનું હરણ કર્યું. કારણ કે વિદ્યાગ્રહણ કરવા માટે તેનામાં ઘણી યોગ્યતા હતી. બાળકનું નામ સત્યકી પાડી તેને ભણાવ્યો-ગણાવ્યો અને વિદ્યાઓ તથા મંત્રો આદિ આપ્યા. રોહિણીવિદ્યા મેળવવા સત્યકીએ પૂર્વના પાંચ ભવ સુધી પ્રયત્નો કર્યા હતા ને પાંચે ભવમાં તે રોહિણીથી જ માર્યો ગયો હતો. છઠ્ઠા ભવે તેનું છ જ માસ આયુ શેષ હતું ને વિદ્યા તુષ્ટ થઈ હતી, તેથી તે એકવાર તેનો ઉપયોગ કરી શક્યો નહોતો. પૂર્વે આરાધેલી તેથી આ સાતમે ભવે તો તે સ્મરણ માત્રમાં પ્રસન્ન થઈ ને લલાટમાં છિદ્ર કરી હૃદયમાં સ્થિર થઈ ગઈ હતી. દૈવી પ્રભાવથી કપાળનું છિદ્ર દિવ્યનેત્ર જેવું જણાતું. મોટા અને સમર્થ થયેલા સત્યકીને જ્યારે ખબર પડી કે પોતે સાધ્વીનું સંતાન છે અને એના પિતાએ સતીસાધ્વીનું શીલ પંડ્યું હતું ત્યારે તેણે ક્રોધના આવેશમાં પિતાને મારી નાખ્યો. માતા સાધ્વી તથા મહાવીરદેવ પાસેથી ઉપદેશ સાંભળતા તે સુદઢ સમ્યકત્વશાલી થયો. તે સદા ત્રણે કાળ જિનેશ્વરદેવની પૂજા કરતો. જિનેશ્વરદેવની ભક્તિના પ્રભાવે તેણે તીર્થંકરનામકર્મ નિકાચિત કર્યું. શ્રી લોકપ્રકાશમાં કહ્યું છે કે – “સત્યકી વિદ્યાધર' મહાદેવ એવા અમરનામથી પ્રસિદ્ધ અગ્યારમો રુદ્ર થયો. તે આવતી ચોવીસીમાં સુવ્રત નામે અગ્યારમાં તીર્થકર થશે.”
સત્યકી એક તરફ ધર્મમાં અદ્ભૂત નિષ્ઠા રાખતો હતો પણ અવિરતિ હોઈ બીજી તરફ તે વિદ્યાઓના બળે સ્ત્રીઓમાં આસક્ત થઈ લંપટ બની ગયો હતો. અનેક રાજરમણી આદિને તે બળાત્કારે ભોગવતો. એકવાર માલવાધિપતિ મહારાજા ચંડપ્રદ્યોતે એવી ઘોષણા કરાવી કે “સત્યકીને વશ કરી શકે એવી કોઈ નારી હોય તો આગળ આવે ને રાજયને જણાવે. રાજ્ય તેને અવશ્ય આદર આપશે.”
આ સાંભળી ઉમા નામની ગણિકા રાજાને મળી અને કહ્યું – “મહારાજ ! આ દાસી અવશ્ય આ કાર્ય પાર પાડશે.” રૂપના અંબાર જેવી તે ગણિકાને રાજાએ એ કાર્ય સોંપ્યું. ઊભા ઊંચા મહેલની અટારીમાં પોતાનું અદ્ભુત સૌંદર્ય ઉઘાડું મૂકી સૂવા લાગી. સત્યકીની નજર તો ચૂકે તેવી હતી જ નહીં. તરત તે ત્યાં આવ્યો. કામકળામાં વેશ્યાએ તેનું મન રંજિત કર્યું. તેણે ખગ દૂર